Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch : જલિયાણ પ્રોટીન કંપનીમાં ભીષણ આગ, ઓઈલ ટેન્ક ફાટતા મચી અફરાતફરી

કચ્છના ભચાઉમાં એક ઔદ્યોગિક એકમમાં સર્જાયેલી આગની ઘટનાએ તંત્રને દોડતું કરી દીધું છે. વોન્ધ નજીક આવેલી કંપનીમાં બોઈલર અને ઓઈલ ટેન્ક વચ્ચે થયેલા વિસ્ફોટોએ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધ્રુજારી પેદા કરી હતી. કલાકો સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન અને આગના તાંડવ પાછળનું રહસ્ય તેમજ કંપનીમાં થયેલા નુકસાનની વિગતો અત્યંત ગંભીર છે
kutch   જલિયાણ પ્રોટીન કંપનીમાં ભીષણ આગ  ઓઈલ ટેન્ક ફાટતા મચી અફરાતફરી
Advertisement
  • Kutch ના ભચાઉમાં કંપનીના બોઈલરમાં ભીષણ આગ!
  • વોન્ધ પાસે જલિયાણ પ્રોટીન પ્રાઇવેટ લિમિટેડમાં બની ઘટના
  • આગને કારણે કંપનીમાં રહેલું વિશાળ ઓઈલ ટેન્ક ફાટ્યું
  • ભચાઉ અને ખાનગી કંપનીઓના ફાયર ફાઈટરો દ્વારા કાર્યવાહી
  • સતત 4 કલાકની ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબૂ
  • અકસ્માતમાં કોઈ જાનહાની નહીં, લાખોનું નુકસાન થયાની ભીતિ

કચ્છ (Kutch) જિલ્લાના ભચાઉ (Bhachau) તાલુકાના વોન્ધ (Vondh) ગામ નજીક આવેલી એક ખાનગી કંપનીમાં આગની ગંભીર ઘટના બની છે. જલિયાણ પ્રોટીન પ્રાઇવેટ લિમિટેડ (Jaliyan Protein Private Limited) નામની કંપનીના બોઈલર વિભાગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે જોતજોતામાં કંપનીના પરિસરમાં રહેલું ઓઈલ ટેન્ક (Oil Tank) પણ બ્લાસ્ટ સાથે ફાટ્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

Kutch_gujrat_first

Advertisement

Kutch : બે ખાનગી કંપનીઓના ફાયર ફાઈટરોની મદદ

આગ લાગવાની જાણ થતા જ સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ભચાઉ ફાયર ફાઈટર (Bhachau Fire Brigade) ઉપરાંત નજીકની અન્ય બે ખાનગી કંપનીઓના ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે ઓઈલ હોવાને કારણે તેને બુઝાવવામાં ભારે મુશ્કેલી પડી હતી. સતત ચાર કલાકની ભારે જહેમત અને પાણીનો મારો ચલાવ્યા બાદ અંતે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

Advertisement

Kutch_gujrat_first

સમગ્ર બનાવમાં કોઈ જાનહાની નહીં

રાહતની વાત એ છે કે આ સમગ્ર બનાવમાં કોઈ જાનહાની નોંધાઈ નથી. આગ લાગી ત્યારે પ્લાન્ટમાં હાજર કામદારો સમયસૂચકતા વાપરીને સુરક્ષિત બહાર નીકળી ગયા હતા. જોકે, બોઈલર અને ઓઈલ ટેન્ક ફાટવાના કારણે કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. હાલમાં પોલીસ અને એફએસએલની ટીમ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : યુદ્ધ પર Donald Trump ની મોટી તૈયારી!, વર્ષ 2027 માટે $1.5 ટ્રિલિયનનું રેકોર્ડ સંરક્ષણ બજેટ જાહેર

Tags :
Advertisement

.

×