Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BHARUCH : પતિએ સગર્ભા પત્નીના પેટમાં લાત મારતાં ગર્ભપાત થઇ ગયું હોવાના બાબતમાં ફરિયાદ નોંધાઈ

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચમાં મહિલા પોલીસ મથકમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ આક્ષેપ કર્યો છે કે મારો પતિ કોઈ પર સ્ત્રી સાથે સોશિયલ મીડિયા ઉપર વાત કરતો હોય અને તેને ટોકતા તેણે મને ગર્ભ હોવા છતાં લાટ...
bharuch   પતિએ સગર્ભા પત્નીના પેટમાં લાત મારતાં ગર્ભપાત થઇ ગયું હોવાના બાબતમાં ફરિયાદ નોંધાઈ
Advertisement
અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ
ભરૂચમાં મહિલા પોલીસ મથકમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ આક્ષેપ કર્યો છે કે મારો પતિ કોઈ પર સ્ત્રી સાથે સોશિયલ મીડિયા ઉપર વાત કરતો હોય અને તેને ટોકતા તેણે મને ગર્ભ હોવા છતાં લાટ મારી દેતા લોહીની ઉલટી થતા ગર્ભને નુકસાન થયું હોય અને ગર્ભપાત કરાવવું પડ્યું હતું અને સાસરિયાંઓના ત્રાસથી આખરે મહિલા પોલીસ મથકમાં ગંભીર પ્રકારના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી છે.
ભરૂચ શહેરના શેરપુરા રોડ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી યુવતિના લગ્ન સુરત ખાતે થયાં હતાં. લગ્ન બાદ તે સુરત તેની સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના એક જ અઠવાડિયા બાદ તેના પતિ તેમજ સાસુ, સસરા અને નણંદ કરિયાવરમાં સામાન ઓછું લાવી છે, સામાન સાગના લાકડાનું જોઇતું હતુ તું સસ્તુ સામાન લાવી છે કહીં પિયરમાંથી રોકડા 2 લાખ લઇ આવવા માટે તેને માનસિક ત્રાસ ગુજારતાં હતાં. એક જ સપ્તાહમાં તેને ગર્ભ રહી ગયો હતો. અરસામાં એક દિવસ તે તેના રૂમમાં ગઇ ત્યારે તેનો પતિ સોશિયલ મીડિયા પર નવસારીની શીતલ નામની એક સ્ત્રી સાથે વાતચીત કરતો હતો. તેના ગયાંથી તેણે મોબાઇલ મુકી દીધો હતો.
જેના પગલે તેણે પુછતાં પતિએ તેની સાથે ઝઘડો કરી તેના પેટમાં લાત મારી દીધી હતી. જેના બીજા દિવસે તેને લોહીની ઉલટીઓ પણ થઇ હતી. જેથી તેમને સુરત અને ભરૂચની હોસ્પિટલમાં બતાવતાં પતિના લાત મારવાથી બાળકને નુકસાન થયું હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદમાં તેનું ભરૂચની સેવાશ્રમમાં હોસ્પિટલમાં પરિક્ષણ કરતાં બાળકના હ્રદયના ધબકારા બતાવતાં ન હોઇ તેને ગર્ભપાત કરાવવો પડ્યો હતો.
સાસરિયાના ગંભીર પ્રકારના ત્રાસ હોવા છતાં તે દુઃખ સહન કરતી રહી અને સાસરીયાઓએ પરિણીતાને તેના પિયરમાં મોકલી તેની સાથે સંબંધ તોડી નાંખ્યાં હતાં. જેના પગલે મહિલાએ તેના પતિ, સાસુ, સસરા, નણંદ-નણદોઇ સહિતનાઓ સામે ફરિયાદ ભરૂચ મહિલા પોલીસ પથકમાં નોંધાવી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.

×