ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ankleshwar: પડોશીએ હેવાનીયતની હદ વટાવી, હવસ સંતોષવા સગીર યુવતીને બનાવી દુષ્કર્મનો શિકાર

Ankleshwar: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં પાડોશી પરિણીત એક સંતાનના પિતાએ પોતાના જ વિસ્તારમાં રહેતી સગીરા ઉપર દાનત બગાડી હોવાનું સામે આવ્યું છે
05:04 PM Dec 02, 2024 IST | VIMAL PRAJAPATI
Ankleshwar: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં પાડોશી પરિણીત એક સંતાનના પિતાએ પોતાના જ વિસ્તારમાં રહેતી સગીરા ઉપર દાનત બગાડી હોવાનું સામે આવ્યું છે
Bharuch
  1. એક સંતાના પિતાએ સગીરા પર આચર્યું દુષ્કર્મ
  2. સગીરાને 2 મહિનાની ગર્ભ રહી પડોશીની હેવાનીયત સામે આવી
  3. પડોશીએ વારંવાર શરીર સંબંધ બાંધતા સગીરા બની ગર્ભવતી
  4. સોનોગ્રાફી કરાવતા 2 મહિનાનો ગર્ભ હોવાનો ફૂટ્યો ભાંડો

Ankleshwar: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં પાડોશી પરિણીત એક સંતાનના પિતાએ પોતાના જ વિસ્તારમાં રહેતી સગીરા ઉપર દાનત બગાડી હોવાનું સામે આવ્યું છે, ‘તું મને બહુ ગમે છે’ તેમ કહી અલગ અલગ સ્થળોએ લઈ જઈ વારંવાર દુષ્કર્મ ગુજારતા સગીરાના પેટમાં 2 મહિનાનો ગર્ભ રહી ગયો હોવાનો ભાંડો ફુટ્યો હતો. જેથી સગીરાના પરિવારજનોએ નરાધમ પાડોશી સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

પોતાની હવસ સંતોષવા સગીરા પર આચર્યું દુષ્કર્મ

‘પહેલો સગો તે પાડોશી’ તેવું માનવામાં આવે છે, પરંતુ પાડોશી જ હેવાન બને તો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં પાડોશીએ જ પાડોશીની સગીર દીકરી પર દાનત બગાડી પોતાની હવસ સંતોષવા દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંકલેશ્વર શહેરમાં રહેતા એક સંતાનના પિતા અને 37 વર્ષીય અલ્કેશ સુરતી પોતે પરિણીત હોવા છતાં પણ પોતાની દીકરી સમાન સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

પેટમાં દુઃખાવો થતા સમગ્ર ઘટનાનો થયો પર્દાફાશ

અંકલેશ્વરના એક વિસ્તારમાં એક સંતાનના પિતાએ પાડોશમાં રહેતી સગીરાને ‘તું મને ગમે છે’ કહી વારંવાર તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા જેથી સગીરાને ગર્ભ રહી ગયો હતો. નોંધનીય છે કે, પેટમાં દુખાવો શરુ થતા માતા દ્વારા તેને તેને હોસ્પિટલ લઈ જતા જ તબીબ પરીક્ષણમાં સગીરાને 2 માસનો ગર્ભ હોવાનું સામે આવતા માતા અને પરિવાર પણ ચોંકી ઉઠ્યા હતા.

અનેક વખક સગીરા સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

સગીરાના પેટમાં ગર્ભ કોનો તેવી પૂછપરછ કરતા તેણીની સાથે બદકામ કરનાર પાડોશી પરિણીત અલ્પેશ સૂરતી દ્વારા તેને પ્રેમજાળમાં ફસાવીને તેણીની મરજી વિરુદ્ધ અનેક વાર શરીર સંબંધ બાંધ્યા હોય અને તે હંમેશા કહેતો કે બધું હું સંભાળી લઈશ તેમ કહી વારંવાર દુષ્કર્મ આચાર્ય હોવાના આક્ષેપ સાથે સગીરાએ માતા સાથે શહેર એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી નરાધમ અલ્પેશ સુરતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે અનેક દિશાઓમાં તપાસ શરૂ કરી

પોલીસે ગણતરીના સમયમાં નરાધમ અલ્પેશ સુરતીને ઝડપી પાડી તબીબ પરીક્ષણ કરાવી સાંયોગિક પુરાવા એકત્ર કર્યા હતા. તેમજ પોલીસ દ્વારા સગીરાને જે સ્થળે લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું ત્યાં જઈ સ્થળ નિરીક્ષણ કરવા સાથે પંચનામા કરી તપાસ શરુ હતી. એક સંતાનના પિતા અલ્પેશ સુરતીએ સગીરા પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી તેના અભદ્ર ફોટા પણ મંગાવ્યા હોય તેના આધારે બ્લેક મેલ કરતો હોવાનું સામે આવ્યું હોવાના પગલે તે દિશામાં પણ પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: VADODARA : SSG હોસ્પિટલના કર્મયોગીના નામે 30 હજાર મૃતદહેના પોસ્ટમોર્ટમનો રેકોર્ડ

આ પણ વાંચો: Rajkot : ખોડલધામમાં ગણેશ ગોંડલની હાજરી મામલે અભદ્ર ટિપ્પણી કરનાર રાજુ સખિયા સામે ગુનો

આ પણ વાંચો: Ahmedabad : નરોડા-દહેગામ હાઈવે અકસ્માત, કારચાલકનો Video આવ્યો સામે, જાણો શું કહ્યું ?

Tags :
AnkleshwarAnkleshwar NewsAnkleshwar PoliceBharuch Latest Newsbharuch newsCrime NewsGujarati NewsGujarati Samachar
Next Article