Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch: ધોરણ 10 ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરનારા નરાધમી પ્રિન્સિપાલ કમલેશ રાવલની ધરપકડ

Bharuch: ફરિયાદના આધારે પોલીસે પ્રિન્સિપાલની ગણતરીના દિવસોમાં ધરપકડ કરી લીધી છે. અત્યારે પોલીસે બંનેના મેડિકલ પરીક્ષણ કરવાની કવાયત હાથ ધરી દીધી છે.
bharuch  ધોરણ 10 ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરનારા નરાધમી પ્રિન્સિપાલ કમલેશ રાવલની ધરપકડ
Advertisement
  1. મહાત્મા ગાંધી રોડ ઉપરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલની ધરપકડ
  2. વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરી ધમકી આપના પ્રિન્સિપાલની પોલીસે કરી ધરપકડ
  3. પોલીસે બંનેના મેડિકલ પરીક્ષણ કરવાની કવાયત હાથ ધરી

Bharuch: ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલે ધોરણ 10 ની સગીરાને સોશિયલ મીડિયા ઉપર વાંધાજનક પોસ્ટ મોકલી તેની સાથે દુષ્કર્મ કર્યું હોય તેવા આક્ષેપ વાળી ફરિયાદ નોંધાઈ હતી. જેથી ફરિયાદના આધારે પોલીસે પ્રિન્સિપાલની ગણતરીના દિવસોમાં ધરપકડ કરી લીધી છે. અત્યારે પોલીસે બંનેના મેડિકલ પરીક્ષણ કરવાની કવાયત હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો: Bharuch: શાળાનો વાઇસ પ્રિન્સિપાલ નીકળ્યો લંપટ, 10માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની સાથે કર્યુ દુષ્કર્મ!

Advertisement

દુષ્કર્મ કર્યા બાદ સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલી સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલમાં પ્રિન્સિપલ કમલેશ રાવલ 2021-22 માં ધોરણ 10 ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરી તેણીને પરીક્ષા નહીં આપવા દેવાની તેમજ કોઈને કહેશે તો સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતીં. એટલું જ નહીં પરંતુ દુષ્કર્મ બાદ પુનઃ તેજ સગીરા શાળાના એક કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે આવી હોય તે વેળા પુનઃ પ્રિન્સિપાલે પોતાની દાનત બગાડી તેણીની સાથે દુષ્કર્મ કરવાનું પ્રયાસ કરી અને ધમકીઓ આપી હતી.

Advertisement

આ પણ વાંચો: Surat: ઓવરબ્રિજ પરથી 50 ફૂટ નીચે પડ્યા બે યુવકો, એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત

ગણતરીના દિવસોમાં જ દુષ્કર્મી કમલેશ રાવલની ધરપકડ

નરાધમી પ્રિન્સિપાલે સગીરાને સોશિયલ મીડિયા ઉપર અભદ્ર પોસ્ટો મોકલી અભદ્ર માંગણીઓ કરતા હોય તેવા આક્ષેપ સાથેની ફરિયાદ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રિન્સિપલ કમલેશ રાવલ સામે નોંધાઈ હતીં. જેથી દુષ્કર્મ, પોકસો અને છેડતી અંગે ગુનો દાખલ થતા પોલીસે ગણતરીના દિવસોમાં જ દુષ્કર્મી કમલેશ રાવલની ધરપકડ કરી લીધી છે. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ કમલેશ રાવલની ધરપકડ બાદ ભોગ બનનાર સગીરા સાથે શાળાના જ શિક્ષિકાના પતિએ પણ દુષ્કર્મ કર્યું હોવાની ચર્ચાઓ વચ્ચે પોલીસે તે દિશામાં પણ તપાસનો દોર લંબાવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×