BHARUCH : આખી રાત પત્ની શોધતી રહી, સવારે પાણીના પ્રવાહમાં પતિનો મૃતદેહ મળ્યો
- મામલતદાર,સ્થાનિક પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી શરુ કરી
- મૃતદેહને વેપારીએ પાણી માંથી બહાર કાઢતા જ સાંજે જે મહિલા પતિને શોધતી હતી તે મનોજ સોલંકી નીકળ્યો
BHARUCH : ભરૂચ જીલ્લામાં ગત મોડી સાંજથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અનેક સ્થળોએ જળબંબાકાળની સ્થિતિ ઉભી થઈ હતી.જેના પગલે ખુલ્લી ગટરો લોકો માટે જોખમકારક સાબિત થઈ છે.જેમાં સુથીયાપુરા વિસ્તારમાં વરસાદના પાણીમાં ખુલ્લી ગટર માં નોકરી ઉપરથી પરત ફરતા રાહદારીને નહિ દેખાતા ગટરમાં ખાબકી જતા આખી રાત 500 મીટરની કાંસમાં રહ્યા બાદ સવારે વરસાદી પાણીના ફોર્સમાં મૃતક અવસ્થામાં દાંડિયા બજાર માં નીકળતા વેપારીઓએ તેને બહાર કાઢતા વિસ્તારનો હોવાની ઓળખ થઈ હતી.
સવારે પણ શોધખોળ ચાલુ રાખી
ભરૂચના ચિંગસપુરા વાલ્મિકી વાસમાં રહેતા મનોજભાઈ છોટુભાઈ સોલંકી પત્ની અને બે દીકરી સાથે રહેતા હતા અને તેઓ ગત મોડી સાંજે ખાનગી હોસ્પિટલમાં સફાઈ કર્મી તરીકે નોકરી કરી પરત ઘરે નહિ આવતા તેની પત્ની અને બે દીકરીઓ તેને શોધવા નીકળ્યા હતા અને સતત સવારે પણ શોધખોળ ચાલુ રાખી હતી.
હૈયા ફાટ રુદન
તે દરમ્યાન પત્ની એન બે દીકરીઓ શોધતી હતી તે મનોજ સોલંકી સવારના 11 વાગ્યાના અરસામાંદાંડિયા બજાર નજીક વરસાદી કાંસ માંથી વરસાદી પાણીના પ્રવાહમાં મૃતક અવસ્થામાં તરતો મળી આવ્યો હતો.જે અંગેની જાણ દુકાનદારોએ રાત્રે જે મહિલા મનોજ સોલંકીને શોધી રહી હતી તે મહિલાને જાણ કરતા તે દાંડિયા બજાર જ્યાં વેપારીએ પાણી માંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો તેને જોતા તેનો પતિ જ હોય અને તેને મૃતક અવસ્થામાં જોઈ હૈયા ફાટ રુદન કરતા જ પંથકમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.
ખુલ્લી ગટરમાં પડી ગયા
મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે મનોજ સોલંકી નોકરી પરથી પરત ફરી રહ્યા હોય અને તે દરમ્યાન ધીકુડીયાથી પગપાળા ચાલીને આવતા હોય.તે દરમ્યાન વિસ્તારના નર્મદેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થતા હોય ત્યાં વરસાદી પાણીમાં વરસાદી ખુલ્લી ગટર હોય અને તેમાં પડી ગયા હોય અને આખી રાત 500 મીટરની વરસાદી કાંસમાં તેઓ રહ્યા બાદ સવારે ધોધમાર વરસાદના કારણે કાંસ માં વરસાદી પાણીનો ફોર્સ આવતા દાંડિયા બજારના ગટરના નાકા માંથી બહાર મૃતક અવસ્થામાં નીકળતા વરસાદી ઘસમસ્તા પાણીમાં વેપારીને અજાણયા પુરુષનો મૃતદેહ નજરે ચઢતા તેઓએ પાણી માંથી મૃતદેહને બહાર કાઢ્યો છે અને તે આ વિસ્તારનો અને ઓળખ કરનાર નો પતિ હોવાનું સામે આવ્યું હતું.
માનવવધ દાખલ કરવા માંગ
અત્રે ઉલ્લેખનીય છે કે આ ખુલ્લી ગટર અને કાંસ નો સ્લેબ તૂટેલી હાલતમાં હોય તે બાબતે સ્થાનિક નગર સેવકો ને જાણ કરવા છતાં તેઓએ આ બાબતે કોઈ જ કાર્યવાહી નહિ કરતા અને છેલ્લા બે મહિનાથી ગટર ખુલ્લી રહેતા આખરે સ્થાનિક રહીશનો જીવ ગયા બાદ રહીશોએ પણ સ્થાનિક નબરી નેતાગીરીના કારણે એક પરિવારમાં મહિલાએ પોતાનો પતિ ગુમાવ્યો તો બે દીકરીઓએ પિતાની છત્ર છાયા ગુમાવી હોય જેથી ખુલ્લી ગટર રાખનારાઓ સામે માનવવધ દાખલ કરવાની માંગ કરી છે.
પેલી સુરભીને તો કહી કહી ને થાકી પણ કંઈક કર્યું નહિ અને આજે એકનું મોત થયું : સ્થાનિકો
આ ખુલ્લી ગટર માટે વારંવાર નગર પાલિકાના સુરભીબેનને જાણ કરી પણ એની પણ પીપોડી વાગતી નથી અને સ્થાનિક નગર સેવકો તો શોભાના ગાંઠિયા સમાન છે.અને સ્થાનિક નગર સેવકોથી કામ થતું ન હોય તો રાજીનામાં આપી દો તેમ કહી નબરી નેતાગીરી સામે રોષ ઠાલવ્યો હતો.
પાણીમાં લાશ જેવું લાગ્યું એટલે બહાર કાઢ્યો : મૃતદેહ બહાર કાઢનાર ટેલર
દાંડિયા બજારમાં હું ટેલરિંગ નું કામ કરું છું અને મારી દુકાન પાસે ઘૂંટણ સુધી ના પાણી ભરાયેલા છે અને તેમાં એક લાશ જેવું પાણીમાં તરતું જતું હતું જેથી મેં દુકાન માંથી દોડીને પાણીના અંદર જઈ અજાણ્યા મૃતદેહને બહાર કાઢ્યો હતો અને આ મૃતદેહ વિસ્તારનો રહીશ હોય અને તેની પત્ની તેને શોધતી હોય જેથી તેમને જાણ કરી હતી અને પતિ હોય જેથી તેને ઘરે લઈ ગયા હતા.પરંતુ બે કલાક સુધી એમ્બ્યુલન્સ આવી ન હતી.જે તંત્ર માટે શરમ જનક હોવાનું કહ્યું હતું.
પાલિકા સામે માનવ વધની ફરિયાદ થવી જોઈએ : ધર્મેશ સોલંકી
પાલિકાએ ખુલ્લી ગટર રાખેલી છે અને સ્થાનિક નગર સેવકો તો ખોવાઈ ગયા છે.આજે અધિકારીઓ અને પદાધિકારીઓની લાપરવાહીના કારણે એક મહિલાએ પતિ ગુમાવ્યો અને બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી અને આખા પરિવારનું ગુજરાન મરણ કાનાર ઉપર નિર્ભર હતું.પાલિકા અને ગટરની કુંડી બનાવનાર ની લાપરવાહીના કારણે જીવ ગયો છે.જેથી મૃતકના પરિવારને ન્યાય મળે અને બેજવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે માનવ વધની ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી સમસ્ત વાલ્મિકી સમાજની માંગ છે તેમ ધર્મેશ સોલંકીએ માંગ કરી હતી.
ક્યાં ક્યાં છે ખુલ્લી કાંસો,ગટરો અને કુંડીઓ
ભરૂચમાં મક્તમપુર વિસ્તારમાં ખુલ્લી કાંસ,સેવાશ્રમ રોડ ઉપર મયૂરીની બાજુમાં ખુલ્લી કાંસ,આલી કાછીયાવાડ હરીજનવાસમાં ખુલ્લી કાંસ,ફાટા તળાવથી ફુરજા ચાર રસ્તા સુધીની ખુલ્લી બોક્સ ગટર,ડુંગરી,શેરપુરા રોડ,નાના - મોટા ડભોઈયાવાડ જેવા અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો,ખુલ્લી કાંસો અને ખુલ્લી કુંડીઓ વરસાદી પાણીમાં ન દેખાવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે મોત સમાન સાબિત થઈ રહી છે.
જિલ્લામાં તાલુકામાં વરસેલા વરસાદના આંકડા
- તાલુકો 24 કલાક સવારે 6 થી 2 સુધીનો વરસાદ..
- જંબુસર 7મી.મી. - 06
- આમોદ 12 મી.મી. - 14
- વાગરા 1.75 ઇંચ - 16
- ભરૂચ 2 ઇંચ. - 39
- ઝઘડિયા 1 ઇંચ. - 38
- અંકલેશ્વર 4.5 ઇંચ - 73
- હાંસોટ 1 ઇંચ - 29
- વાલિયા 1.5 ઇંચ. - 48
- નેત્રંગ 1.5 ઇચ. - 20
અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો -- AHMEDABAD : સૌરાષ્ટ્રમાં ભારે વરસાદમાં રૂટ ખોરવાતા ST બસની અસંખ્ય ટ્રીપ રદ્દ