Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BHARUCH : કુખ્યાત બુટલેગર નયન કાયસ્થનને 7 આરોપીઓએ જેલમાં માર માર્યો

ભરૂચ ( BHARUCH  ) જિલ્લા જેલમાં કાચા કામના કેદી અને જાસૂસી કાંડમાં ઝડપાયેલા અને ગુજરાતમાં દારૂના ગુનામાં ઝડપાયેલા નયન ઉર્ફે બોબડા કાયસ્થને જેલમાં રાખવામાં આવ્યો હતો. તે દરમિયાન અન્ય આરોપીઓ સાથે અંગત અદાવતે મારામારીની ઘટનામાં સાત લોકોએ મંડળી બનાવી નયન...
bharuch   કુખ્યાત બુટલેગર નયન કાયસ્થનને 7 આરોપીઓએ જેલમાં માર માર્યો
Advertisement

ભરૂચ ( BHARUCH  ) જિલ્લા જેલમાં કાચા કામના કેદી અને જાસૂસી કાંડમાં ઝડપાયેલા અને ગુજરાતમાં દારૂના ગુનામાં ઝડપાયેલા નયન ઉર્ફે બોબડા કાયસ્થને જેલમાં રાખવામાં આવ્યો હતો. તે દરમિયાન અન્ય આરોપીઓ સાથે અંગત અદાવતે મારામારીની ઘટનામાં સાત લોકોએ મંડળી બનાવી નયન બોબડા ઉપર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટનામાં ગુનો દાખલ કરાયો છે.

બુટલેગર નયન

બુટલેગર નયન

Advertisement

ભરૂચ ( BHARUCH  ) જિલ્લા જેલમાં ફરજ નિભાવતા અધિકારી છત્રસિંહ વસાવાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે, જિલ્લા જેલમાં કાચા કામના આરોપી નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ્થનાઓ ઉપર અંગત અદાવતે રોજા બેરેકમાં રહેલા કાચા કામના આરોપી ઇમરાન સોકત ખીલજી, સલમાન મુસ્તાક પટેલ, યાસીન ખાલીદ ચોક, ઇલ્યાસ અલી હુસેન મલેક, નઈમ ઈસ્માઈલ પટેલ, આમીન અલ્તાફ પટેલ તથા આમીર નથુ ખાનનાઓએ મંડળી રચી જિલ્લા જેલમાં જ રહેલા નયન ઉર્ફે બોબડો કાયસ્થ પર જીવલેણ હુમલો કર્યો હતો.

Advertisement

જેને બચાવવા માટે જેલમાં રહેલા કાચા કામના આરોપી કર્તવ્ય ઉર્ફે મોન્ટુ પ્રવીણચંદ્ર રાણા તથા રાકેશ હરેશભાઈ અધ્યારૂનાઓએ તેઓને બચાવ્યા હતા. જેથી ઉપરોક્ત મંડળી બનાવી જિલ્લા જેલમાં જેલ અધિનિયમ શિસ્ત ભંગ બદલ તથા રાયોટીગ અને મારામારી એકટ હેઠળ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કાચા કામના કયા કેદી કયા ગુનામાં જિલ્લા જેલમાં..

જંબુસરમાં એક મકાનની ઓરડીમાં સગી 2 બહેનોને ડ્રગ્સના ઇન્જેક્શન આપી બળાત્કાર ગુજારીયો હોવાના ગુનામાં મુખ્ય ત્રણ આરોપી એક યાસીન ખાલીદ ચોક, નઈમ ઈસ્માઈલ મુસા પટેલ, ઇલ્યાસ અલી હુસેન મલેક, તથા ચોથો આરોપી સલમાન મુસ્તાક પટેલ અને ઇમરાન સોકત ખીલજી એનડીપીએસના ગુનામાં અંદર હોય જ્યારે છઠ્ઠો આરોપી આમિર શબ્બીર નાથુ ખાન ચોરીનો ગુનો હોય જ્યારે સાતમો આરોપી આમીન અલ્તાફ પટેલ કે જેની સામે લૂંટ નો ગુનો દાખલ થયેલો હોય તેઓએ મંડળી બનાવી જેલમાં રહેલા જાસુસી કાંડમાં સંડોવાયેલા કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ્થ પર હુમલો કરાયો હોવાની ફરિયાદ નોંધાય છે.

કઈ કઈ કલમ મુજબ ગુનો દાખલ કરાયો..

આઇપીસીની કલમ 143,147,149,323,120 (B) તથા જેલ અધિનિયમ 45(2),45(15) મુજબ બી ડિવિઝન પોલીસપથમાં ગુનો દાખલ કરાયો છે જેના પગલે પોલીસે પણ આ બાબતે કાર્યવાહી શરૂ કર્યું છે.

અહેવાલ : દિનેશ મકવાણા

આ પણ વાંચો : મધુ શ્રીવાસ્તવનો કોંગ્રેસ વિરુદ્ધ બફાટ, જુઓ Video

Tags :
Advertisement

.

×