Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BHARUCH : કરોડોના ખર્ચે નિર્માણ પામેલ માતરીયા તળાવમાં જામ્યું લીલનું સામ્રાજ્ય

ભરૂચના લીંક રોડ ઉપર માતરીયા તળાવને કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું છે. પરંતુ માતરીયા તળાવની સ્વચ્છતાને લઇ સવાલો ઉભા થયા છે. માતરીયા તળાવનું પાણી અયોધ્યા નગરમાં ફિલ્ટરેશન થઈ શહેરીજનોને પાણી પુરવઠો પૂરો પાડે છે....
bharuch   કરોડોના ખર્ચે નિર્માણ પામેલ માતરીયા તળાવમાં જામ્યું લીલનું સામ્રાજ્ય
Advertisement

ભરૂચના લીંક રોડ ઉપર માતરીયા તળાવને કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું છે. પરંતુ માતરીયા તળાવની સ્વચ્છતાને લઇ સવાલો ઉભા થયા છે. માતરીયા તળાવનું પાણી અયોધ્યા નગરમાં ફિલ્ટરેશન થઈ શહેરીજનોને પાણી પુરવઠો પૂરો પાડે છે. પરંતુ લીલના સામ્રાજ્યથી લોકોમાં પણ રોગચાળાનો ભય ઉભો થઈ રહ્યો છે.

તળાવને પિકનિક પોઇન્ટ તરીકે વિકસિત કરવામાં આવ્યું

ભરૂચમાં વહીવટી તંત્ર દ્વારા શહેરીજનો માટે આકર્ષિત કરતું માતરીયા તળાવને પિકનિક પોઇન્ટ તરીકે વિકસિત કરવામાં આવ્યું છે અને લીલોતરી વચ્ચે લોકો રજાની મજા માણી શકે સાથે વહેલી સવારે લોકો વોકિંગ કરી શકે અને પોતાની શરીરની ફિટનેસ જાળવી રાખે તે માટે પણ સમગ્ર ભરૂચ શહેરમાંથી લોકો આવી રહ્યા છે. પરંતુ વહેલી સવારે પણ ઠંડક વાતાવરણ વચ્ચે પવન સાથે તળાવમાં રહેલી લીલની દુર્ગંધના કારણે લોકો પણ હવે વહેલી સવારે વોકિંગ કરવા આવતા ખચકાઈ રહ્યા છે ડેન્ગ્યુ જેવો રોગચાળો ફાટી નીકળે તેવો ભય પણ ઉભો થયો છે. જેના પગલે ભરૂચના માતરીયા તળાવમાં રહેલી પોણા ભાગની લીલનું સામ્રાજ્ય દૂર કરવામાં આવે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે.

Advertisement

Advertisement

માતરીયા તળાવમાં જામેલી લીલ અને આ જ પાણી નો સજથ્થો અયોધ્યા નગરના ફિલ્ટ્રેશન પ્લાન્ટમાં જાય છે જ્યાં પાણી ફિલ્ટર થઈ શહેરીજનોને પીવાના પાણી માટે પુરવઠો પૂરો પાડવામાં આવે છે પરંતુ લીલના સામ્રાજ્યથી જો ફિલ્ટરેશન પ્લાન્ટ બગડી જાય અને સીધેસીધું પાણી લોકોના ઘર સુધી જાય તો મોટો રોગચાળો ફાટી નીકળે તેવો ભય પણ લોકોને સતાવી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે માતરીયા તળાવમાં લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે છતાં પણ તળાવની સાફ-સફાઈને લઈ લોકોમાં રોગચાળાનો ભય ઊભો થયો છે માતરીયા તળાવમાં ઘણા પ્રવાસીઓ પોતાના પરિવાર સાથે બાળકોને લઈને આવતા હોય છે પણ તું માતાને તળાવમાં જામેલા લીલના સામ્રાજ્ય અને મચ્છરોના ઉપદ્રવથી લોકોમાં રોગચાળાનો ભય ઊભો થતા હવે માતરીયા તળાવમાં પણ લોકો આવતા ડરી રહ્યા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા પણ વહેલી તકે માતરીયા તળાવની અંદર જામેલી લીલનું સામ્રાજ્ય દૂર કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે

માતરીયા તળાવમાંથી અયોધ્યા નગર સપ્લાય થતાં પાણીના વાલ ઉપર પણ લીલનું સામ્રાજ્ય

માતરીયાના તળાવ નજીક પણ તળાવમાંથી પાણીનો જથ્થો અયોધ્યા નગર ફિલ્ટરેશન પ્લાન્ટમાં મોકલવા માટે જે વાલ મુકવામાં આવ્યો છે તેની ઉપર પણ લીલ નું સામ્રાજ્ય અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને લઈને સ્વચ્છતા સામે પણ સવાલો ઊભા થઈ ગયા છે ત્યારે તળાવની લીલ સાથે વાલ ઉપર જામેલી લીલનું સામ્રાજ્ય દૂર કરવામાં આવે અને સ્વચ્છ પાણી અયોધ્યા નગરના ફિલ્ટરેશન પ્લાન્ટમાં જાય અને ફિલ્ટરેશન વાળું પાણી શહેરીજોનો સુધી પહોંચે અને લોકોની સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી ગઈ છે

તળાવની સફાઈ કરવાની જવાબદારી ભરૂચ નગરપાલિકાની

માતરીયા તળાવની જાળવણી અને દેખરેખ હાલ બૌડા વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ માતરીયા તળાવના પિકનિક પોઇન્ટમાં રહેલું માતરીયા તળાવ મા લીલનો સામ્રાજ્ય છે ગંદકીના સામ્રાજ્યથી લોકો પણ હવે આ વિસ્તારમાં આવવાનું ટાળી રહ્યા છે પરંતુ તળાવની સફાઈ કરવાની જવાબદારી ભરૂચ નગરપાલિકાની હોય તો ભરૂચ નગરપાલિકા દ્વારા માતરીયા તળાવમાં જામેલી લીલું સામ્રાજ્ય દૂર કરવામાં આવે અને સ્વચ્છ કરવામાં આવે તે જરૂરી છે

તળાવમાં રહેલું પાણી સ્થિર રહેતા અને લીલના સામ્રાજ્યથી ડેન્ગ્યુના મચ્છરોનો ઉપદ્રવ ઉભો થાય તેવો સ્થાનિકોને ભય

પાણી સંગ્રહ કરવામાં આવ્યા અને તેમાં ડેન્ગ્યુ જેવા મચ્છરો ઉત્પન્ન થાય તેવો ભય ઊભો થયો છે ત્યારે માતરીયા તળાવમાં લીલના સામ્રાજ્ય સાથે પાણી સ્થિર રહેતા ગંદકી અને દુર્ગંધના સામ્રાજ્ય વચ્ચે ડેન્ગ્યુ જેવા મચ્છરોનો ઉપદ્રવ પેદા થાય તો તળાવની આજુબાજુ વિસ્તાર રહેણાંક હોય જેના કારણે ડેન્ગ્યુ જેવો રોગચાળો ફાટી નીકળે તેવો ભય પણ રહીશોમાં ઉભો થયો છે.

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો : LOKSABHA 2024 : અમદાવાદ ખાતે ભાજપ દ્વારા અત્યાધુનિક મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું

Tags :
Advertisement

.

×