ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bharuch: સિવિલ હોસ્પિટલમાં બની એક અજીબ ઘટના, અધૂરા મહિને બાળકનો જન્મ અને...

Bharuch સિવિલ હોસ્પિટલમાં ઓછા મહિને જન્મેલું બાળક મૃતક હોય તો તેની માતાને આપવામાં ન આવતો હોવાનું માની માતાએ સિવિલ હોસ્પિટલ છોડી દેતા
08:25 PM Feb 07, 2025 IST | VIMAL PRAJAPATI
Bharuch સિવિલ હોસ્પિટલમાં ઓછા મહિને જન્મેલું બાળક મૃતક હોય તો તેની માતાને આપવામાં ન આવતો હોવાનું માની માતાએ સિવિલ હોસ્પિટલ છોડી દેતા
Bharuch Civil Hospital
  1. બાળક મૃત હોવાનું નર્સે કહેતા મહિલાએ હોસ્પિટલ છોડી
  2. મહિલાને અગાઉ પણ બે વખત ઓછા મહિને ડીલેવરી થઈ હતી
  3. બાળકની ધડકન ચાલુ હોય હોસ્પિટલે માતાની શોધખોળ કરી

Bharuch: ભરૂચ સિવિલ હોસ્પિટલમાં બુધવારના રોજ અંકલેશ્વરની મહિલાએ બાળકને સાડા 5 મહિને જન્મ આપતા બાળક મૃતક હોવાનું નર્સ દ્વારા કહેવામાં આવતા ઓછા મહિને જન્મેલું બાળક મૃતક હોય તો તેની માતાને આપવામાં ન આવતો હોવાનું માની માતાએ સિવિલ હોસ્પિટલ છોડી દેતા બાળક જીવતું હોય અને માતા ગુમ હોવાની પોલીસને જાણ કરતા સમગ્ર ઘટનાનો પડદા ફાસ્ટ થયો છે.

ભરૂચની સિવિવ હોસ્પિટલમાં બની એક ચોંકાવનારી ઘટના

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં રહેતી મહિલા સગર્ભા હોય અને તેને સાડા 5 મહિને પેટમાં દુઃખાવો ઉપડતા તેણીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા મહિલાએ અધૂરા મહીને એટલે કે સાડા 5 મહિને બાળકનો જન્મ થતાં અધૂરા મહીને જન્મેલું બાળક મૃતક હોય તો દર્દીના પરિવારને સોપાતું ન હોય. આ પહેલા પણ આ જ મહિલાના બે બાળકો અધૂરા મહીને જન્મા હતાં અને તેમના મોત થતા તેમના મૃતદેહો દર્દીના પરિવારને આપ્યા ન હતા. હાલમાં પણ સાડા 5 મહિને બાળક જન્મ્યું હોય અને તે મૃત્યુ પામ્યો હોવાની હોસ્પિટલના નર્સે કહ્યું હોય જેથી મહિલા દર્દીને બાળકનું મૃતદેહ નહીં મળે તે માની ઘરે જતી રહીં હતીં.

આ પણ વાંચો: Dahod: 4 માસની બાળકીને ડામ આપનાર આરોપીને કતવારા પોલીસે કર્યો રાઉન્ડ-અપ

અધૂરા મહિને જન્મેલું બાળક જીવતુ હતું એટલે...

હવે ચોંકાવનારી વાત એ છે કે, આ અધૂરા મહિને જન્મેલું બાળક જીવતું છે અને તેની ધડકન ચાલી રહી છે. જેથી ડોક્ટર એ પણ આખરે બાળકની માતા ક્યાં છે તેવી શોધખોળ શરૂ કરી! પરંતુ માતા સિવિલ હોસ્પિટલમાંથી ગુમ હોવાના કારણે પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા સમજી બાળકની માતાને શોધવાનો પ્રયાસ કર્યાં. પોલીસે તપાસમાં સામે આવ્યું કે, અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારની રહીશ હોવાનું સામે આવતા તેણીનો સંપર્ક કરતા મહિલાએ પણ કહ્યું હતું કે, તેનું બાળક મૃત્યુ પામ્યું હોવાનું સિવિલ હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: મહાકુંભ પહોંચ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રયાગરાજમાં ગુજરાત પેવેલિયનની લીધી મુલાકાત

આ મામલે માતાએ પોલીસને શું હકીકત જણાવી?

નોંધનીય છે કે, ઓછા મહિને જન્મેલું બાળક મૃતક હોય તો તે દર્દી કે તેના પરિવારને આપવામાં આવતું ન હોવાના કારણે હોસ્પિટલમાંથી માતા ઘરે જતી રહી હોવાની કેફિયત રજૂ કરી હતી. જોકે બાળકની માતા મળી આવ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં જ ગણતરીના કલાકો સુધી 600 ગ્રામનું બાળક સારવાર હેઠળ રહ્યું અને અંતે નવજાત શિશુ બાળકે દમ તોડતા આખરે મૃતક બાળકની અંતિમ ક્રિયા હોસ્પિટલ દ્વારા કરવાની કવાયત કરી હોવાની માહિતી મળી રહી છે.

અહેવાલઃ દિનેશ મકવાણા,ભરૂચ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Bharuch Civil HospitalBharuch Civil Hospital Latets NewsBharuch Civil Hospital NewsBharuch Latest Newsbharuch newsGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top Newshalf month old childLatest Gujarati Newsmother missingstrange incident
Next Article