Bharuch: કોંગ્રેસમાં ભડકો થવાના એંધાણ! Ahmed Patel ના પુત્ર Faisal Patel ના ટ્વિટથી ખળભળાટ
- કોંગ્રેસ નેતા અહેમદ પટેલના (Congress leader Ahmed Patel) પુત્રનો મોટો ધડાકો
- ફૈઝલ પટેલ (Faisal Patel) કોંગ્રેસમાં અલગ ગ્રુપ બનાવી શકે છે
- ફૈઝલ પટેલે અલગ ગ્રુપ મુદ્દે X પર કર્યું ટ્વિટ
- ફૈઝલ નવા પક્ષને કોંગ્રેસ(AP)નામ આપવા માંગે છે
- મારી બહેન મારી સાથે જોડાઇ શકે છેઃ ફૈઝલ પટેલ
- ફૈઝલના ટ્વીટ પર બહેન મુમતાઝ પટેલે કર્યું ટ્વીટ
- મુમતાઝ પટેલે તેના ભાઇ ફૈઝલની વાતને નકારી
- મારી કોઇ પક્ષમાં જોડવવાની યોજના નથીઃ મુમતાઝ
ગુજરાતમાં 2026 ની વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પોતાને મજબુત કરવાના પ્રયાસ કરી રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસમાં ભાગલા પડવાની શરુઆત થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. દિવંગત કોંગ્રેસ નેતા અહમદ પટેલના (Congress leader Ahmed Patel) પુત્ર ફૈઝલ પટેલે (Faisal Patel) સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ મૂકી છે કે જેના કારણે કોંગ્રેસ વર્તુળોમાં ચર્ચાનું મોજું ફરી વળી રહ્યું છે.
ફૈઝલ પટેલે પોસ્ટમાં શું લખ્યું ?
ફૈઝલે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે તેઓ કોંગ્રેસ પાર્ટીમાંથી અલગ થઈને “Congress AP” નામની નવી રાજકીય પાર્ટી અંગે વિચાર કરી રહ્યા છે.ફૈઝલ પટેલે કહ્યું કે તેમને લાંબા સમયથી કોંગ્રેસમાં પોતાની કામગીરી છતાં મહત્વ મળતું નથી અને સંગઠનના કેટલાક નેતાઓ સતત અવગણના કરતા રહ્યા છે. આવી પરિસ્થિતિ વચ્ચે, તેઓ પોતાનો સ્વતંત્ર રાજકીય માર્ગ બનાવવા ઈચ્છે છે.ફૈઝલ પટેલે જાહેરપણે પોતાના સમર્થકોને પૂછ્યું છે કે શું તેમને નવી પાર્ટી બનાવવી જોઈએ કે નહીં.તેમણે તેમની બહેન મુમતાઝ પટેલને પણ સાથ આપવા અપીલ કરી હતી.
બહેન મુમતાઝ પટેલે આપી પ્રતિક્રિયા
અહમદ પટેલના પુત્ર ફૈસલ અહમદ પટેલ તાજેતરના રાજકીય નિવેદન બાદ પરિવારની અંદરથી જ નવી પ્રતિક્રિયા સામે આવી છે. તેમની બહેન મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને પોતાની રાજકીય સ્થિતિ અંગે સ્પષ્ટતા કરી છે.મુમતાઝ પટેલે જણાવ્યું કે તેમની કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની કે કોઈ નવી રાજકીય પહેલનો ભાગ બનવાની કોઈ યોજના નથી. સાથે જ તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમના ભાઈ ફૈસલ પટેલે જે નિવેદનો કર્યા છે તે તેમના વ્યક્તિગત વિચારો અને નિર્ણયો છે અને તેનો કોઈ સંબંધ તેમના સાથે જોડવાનો પ્રયાસ ન કરવો જોઈએ.
Mumtaz Patel | ભાઈ ફૈઝલ પટેલની વાતને બહેન મુમતાઝ પટેલે નકારી ! | Gujarat First
Congress leader Ahmed Patel ના પુત્રનો મોટો ધડાકો
Faisal Patel કોંગ્રેસમાં અલગ ગ્રુપ બનાવી શકે છે
ફૈઝલ પટેલે અલગ ગ્રુપ મુદ્દે X પર કર્યું ટ્વિટ
ફૈઝલ નવા પક્ષને કોંગ્રેસ(AP)નામ આપવા માગે છે
મારી બહેન… pic.twitter.com/CbTCTx5hkX— Gujarat First (@GujaratFirst) November 29, 2025
અહેવાલ:દિનેશ મકવાણા
આ પણ વાંચો:Valsad: ધરમપુરમાં રાજ્ય સરકારની ચિંતન શિબિરનો અંતિમ દિવસ,CM ભુપેન્દ્રભાઈ પટેલના સંબોધન સાથે સમાપન


