ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

BHARUCH : વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે માં જમીન ગુમાવનારા ખેડૂતોએ સામૂહિક ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગમ્યું

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ જિલ્લામાં મહત્વની વડોદરા મુંબઈ એક્સપ્રેસવેની કામગીરી કરવામાં આવી રહી છે, જેને લઇને ખેડૂતોની ખેતી લાયક જમીન સંપાદન કરવામાં આવી રહી છે. પરંતુ ખેડૂતોને નહીં જેવું વળતર ચૂકવવામાં આવતો હોવાના આક્ષેપ સાથે લોકસભાની ચૂંટણી ટાણે...
07:20 PM Nov 06, 2023 IST | Harsh Bhatt
અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ જિલ્લામાં મહત્વની વડોદરા મુંબઈ એક્સપ્રેસવેની કામગીરી કરવામાં આવી રહી છે, જેને લઇને ખેડૂતોની ખેતી લાયક જમીન સંપાદન કરવામાં આવી રહી છે. પરંતુ ખેડૂતોને નહીં જેવું વળતર ચૂકવવામાં આવતો હોવાના આક્ષેપ સાથે લોકસભાની ચૂંટણી ટાણે...
અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ
ભરૂચ જિલ્લામાં મહત્વની વડોદરા મુંબઈ એક્સપ્રેસવેની કામગીરી કરવામાં આવી રહી છે, જેને લઇને ખેડૂતોની ખેતી લાયક જમીન સંપાદન કરવામાં આવી રહી છે. પરંતુ ખેડૂતોને નહીં જેવું વળતર ચૂકવવામાં આવતો હોવાના આક્ષેપ સાથે લોકસભાની ચૂંટણી ટાણે ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાના ખેડૂતોએ સમાન ખેતી સમાન વળતરની માંગ સાથે ભરૂચ કલેકટર કચેરી ગજવી મૂકી હતી.
ખેડૂતોએ લોકસભાની ચૂંટણી ટાણે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું
ભરૂચ જિલ્લામાં ચૂંટણી ટાણે જ નેતાઓના કાન આમળવામાં આવતા હોય છે, અને ઘણી વખત ઠાલા વચનોથી આંદોલન સમેટાઈ જતા હોય છે.  તાજેતરમાં જ ભરૂચ જિલ્લામાંથી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે હાઇવે પસાર થઈ રહ્યો છે અને તેની કામગીરી માટે ભરૂચ જિલ્લાની મહામુલી ખેડૂતોની ખેતી લાયક જમીન સંપાદન કરવામાં આવી છે.  પરંતુ ખેડૂતોને ખેતીની કિંમત મુજબ વળતર  ન મળતા હોવાના કારણે હવે ખેડૂતોએ લોકસભાની ચૂંટણી ટાણે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે.
રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળ્યો 
જેમાં ભરૂચ જિલ્લાના માતર ગોડાધરા ડેરોલ ગામ સકકરપોર સહિત વિવિધ ગામના ખેડૂતોએ હાથમાં બેનર સાથે ભરૂચ કલેકટર કચેરી ગજવી મૂકી હતી. ખેડૂતોની સમસ્યાનો અંત નહીં આવે તો આવનારી લોકસભાની ચૂંટણીમાં તમામ ખેડૂતો પોતાના ગામના લોકો સાથે સામૂહિક ચૂંટણી બહિષ્કાર કરનાર હોવાની ચીમકી બેનરો થકી આપી દીધી છે જેના પગલે રાજકીય વાતાવરણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો -- DRI : વાપી જીઆઇડીસીની કંપનીમાંથી 180 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
FarmersGUJARAT GOVERMENTlandProtestVADODARA MUMBAI HIGHWAY
Next Article