Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch: નર્મદા નદીના પાણી ઓસરતાં ખેતરો જળબંબોળ, કરોડોનું નુકસાન

પાકમાં પાણી ફરી વળતા કેટલાય ખેડૂતોને કરોડોનું નુકશાન નુકસાનની ભરપાઈ કરવાની ખેડૂતોએ કરી માંગણી નદીના કાંઠા વિસ્તારના ખેતરોમાં તૈયાર થયેલો પણ ઉતારવામાં આવ્યો Bharuch: ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થતા નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડવામાં આવ્યો હતો....
bharuch  નર્મદા નદીના પાણી ઓસરતાં ખેતરો જળબંબોળ  કરોડોનું નુકસાન
  1. પાકમાં પાણી ફરી વળતા કેટલાય ખેડૂતોને કરોડોનું નુકશાન
  2. નુકસાનની ભરપાઈ કરવાની ખેડૂતોએ કરી માંગણી
  3. નદીના કાંઠા વિસ્તારના ખેતરોમાં તૈયાર થયેલો પણ ઉતારવામાં આવ્યો

Bharuch: ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થતા નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડવામાં આવ્યો હતો. જેના કારણે ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની સપાટી 27 ફૂટ સુધી પહોંચતા કાંઠા વિસ્તારના કેટલાક ગામોના લોકોનું સ્થળાંતર કરાવામાં આવ્યું હતું. નદીના કાંઠા વિસ્તારોના ખેતરોમાં પાણી પહોંચે તે પહેલા જ કેટલાક ખેડૂતોએ પાક ઉતારી લીધો હતો. પરંતુ કેટલાક ખેડૂતોના ખેતરમાં પાણીનો પ્રવાહ ભરાઈ જતા કરોડો રૂપિયાની ખેતીને નુકશાન થતા ખેડૂતો મેદાનમાં ઉતરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો: "જળપ્રલય વચ્ચે દેવદૂત" જુઓ આર્મીનું દિલધડક રેસ્ક્યૂ અને સેવાભાવિ સંસ્થાઓની મદદ

Advertisement

ખેતરોમાં પાણી ભરાઈ જતા કરોડોના નુકસાનની ભીતિ

ભરૂચ (Bharuch)માં નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડવામાં આવતા ગત વર્ષે ખેડૂતોનો તૈયાર થયેલો પાક નષ્ટ થયો હતો. જેના કારણે કરોડો રૂપિયાનું નુકશાન થયું હતું. જેના પગલે હાલ ચાલુ સીઝનમાં તબક્કા વાર પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવતા ભરૂચ - અંકલેશ્વર માંડવા સહિત કાંઠાના વિસ્તારોના ખેતરોમાં તૈયાર થયેલા કેળ સહિતનો પાક પૂરના પાણીમાં નષ્ટ ન થાય તે માટે તબક્કા વાર પાણી છોડાયું હતું. જેથી કેટલાક ખેડૂતોએ પોતાના ખેતરોમાં તૈયાર થયેલો કેળ સહિતનો પાક ઉતારી લેતા નુકશાની થવાના ભયથી બચી ગયા હતા.

આ પણ વાંચો: CM Bhupendra Patel અને ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi એ Vadodaraમાં શેલ્ટર હોમની મુલાકાત લીધી

Advertisement

ખેતરોમાં ભરાયેલા પાણી કયારે નીકળશે?

જોકે તબક્કા વાર ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવતા અંતે ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની જળ સપાટી 27 ફૂટે પહોંચી હતી. જેથી કાંઠા વિસ્તારોના સંખ્યા બંધ ખેડૂતોના ખેતરોમાં નદીના પાણી ફરી વળતા ખેતરો સરોવરમાં ફેરવાઈ ગયા હતા. પાણી ઓસરાયા બાદ ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. નોંધનીય છે કે, ખેડૂતો અત્યારે સહાયની માંગ કરી રહ્યા છે. ખેતરોમાં ભરાયેલા પાણી કયારે નીકળશે? નવી ખેતી ક્યારે કરશે? અને ખેડૂતો ક્યારે પગભર બની આત્મનિર્ભર બનશે? તેવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: Gujarat Cyclone: 48 વર્ષ બાદ ફરીથી વાવાઝોડાનો અનોખો સંયોગ

Tags :
Advertisement

.