Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch: સાસરિયાઓના ત્રાસથી કંટાળીને કર્યો આપઘાત

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચમાં આપઘાતનો એક નવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં દેવ દર્શન સોસાયટીના એક એપાર્ટમેન્ટમાં આ બનાવ બન્યો હતો. જેમાં સાસરિયાઓના ત્રાસથી કંટાળીને વિડીયો બનાવીને આઠમાં માળેથી છલાંગ લગાવીને મોતને સ્વીકાર્યું હતું. ઘટના...
bharuch  સાસરિયાઓના ત્રાસથી કંટાળીને કર્યો આપઘાત
Advertisement

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ

ભરૂચમાં આપઘાતનો એક નવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં દેવ દર્શન સોસાયટીના એક એપાર્ટમેન્ટમાં આ બનાવ બન્યો હતો. જેમાં સાસરિયાઓના ત્રાસથી કંટાળીને વિડીયો બનાવીને આઠમાં માળેથી છલાંગ લગાવીને મોતને સ્વીકાર્યું હતું. ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. સાથે જ પોલીસ મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને મૃતકના પરિવારજનોની ફરિયાદ લેવાની કવાયત કરવામાં આવી છે.

Advertisement

એપાર્ટમેન્ટના આઠમા માળેથી મોતની છલાંગ લગાવી 

Advertisement

સમગ્ર બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા દેવદર્શન સોસાયટીના મકાન નંબર 804માં રહેતા 52 વર્ષીય અશ્વિનભાઈ રમણલાલ ચૌહાણ કે જેઓએ વહેલી સવારે એપાર્ટમેન્ટના આઠમા માળેથી મોતની છલાંગ લગાવી હતી. જેના પગલે એપાર્ટમેન્ટના રહીશોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. અને આપઘાત કરનાર અશ્વિન ચૌહાણએ પોતાના મોબાઈલમાં એક વિડીયો બનાવ્યો હતો અને આ વીડિયોમાં તેમણે આપઘાત કરતા પહેલા સાસરિયાંઓ ઉપર આક્ષેપ કર્યા છે .

માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપવાળો વિડીયો બનાવ્યો હતો

તેની પત્ની સહિત સાસરીયાઓ તેણીને માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપવાળો વિડીયો બનાવ્યો હતો. અને સાસરિયાઓના ત્રાસથી તેઓ આપઘાત કરી રહ્યા હોવાનો વિડીયો બનાવી આઠમા માળેથી મોતની છલાંગ લગાવી અંતિમ પગલું ભરી રહ્યા હોવાનું કહ્યું . તું જેના પગલે પોલીસે વિડીયો પણ કબ્જે કર્યો છે અને આપઘાત કરનાર અશ્વિન ચોહાણના મૃતદેહનો કબજો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

આપઘાત પ્રકરણમાં તેના સાસરિયા ઉપર ગંભીર આક્ષેપો

મૃતકના ભાઈ વિજય ચૌહાણએ પણ ભાઈના આપઘાત પ્રકરણમાં તેના સાસરિયા ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. અને તેમના ત્રાસના કારણે જ ભાઈ અશ્વિન ચૌહાણે આપઘાત કર્યો હોવાનું મીડિયા સમક્ષ કહ્યું હતું. જેના પગલે પોલીસે વિડીયો પણ મેળવ્યો છે અને આપઘાત કરનારના ભાઈની ફરિયાદ દાખલ કરવાની પણ કવાયત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

સાસરિયાઓના ત્રાસથી અશ્વિન ચૌહાણ 2 વર્ષથી એકલવાયું જીવન જીવતા

આપઘાત કરનાર અશ્વિન ચૌહાણની પત્ની અને તેના સાસરિયાઓના ત્રાસથી અશ્વિન ચૌહાણ 2 વર્ષથી એકલવાયું જીવન જીવતા હતા. અને મકાનને લઈ અશ્વિન ચૌહાણ અને તેના પત્ની વચ્ચે વિવાદ હતો. જેને લઈ આપઘાત કરનાર અશ્વિન ચૌહાણને 2 દીકરી છે જેમાં એક દીકરીનું લગ્ન થઈ ગયું છે અને એક દીકરી તેની માતા સાથે રહેતી હોવાની માહિતી મળી રહી છે.

આ પણ વાંચો - ગોંડલમાં એશિયાટી કોલેજ ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ કેમ્પ યોજાશે

Tags :
Advertisement

.

×