ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : યુવતીના જઠરમાં ટાંકણી ફસાતા પરિવાર ચિંતિત, SSGH માં સફળ સારવાર

VADODARA : દુરબીનથી જોતા ટાંકણી હોજરીમાં ખૂંપી ગઇ હતી. તેની ટોચ દેખાતી હતી. તેને અમે દુરબીનથી જ સફળતા પૂર્વક કાઢી છે - ડો. ડી. કે શાહ
02:46 PM Jan 13, 2025 IST | PARTH PANDYA
VADODARA : દુરબીનથી જોતા ટાંકણી હોજરીમાં ખૂંપી ગઇ હતી. તેની ટોચ દેખાતી હતી. તેને અમે દુરબીનથી જ સફળતા પૂર્વક કાઢી છે - ડો. ડી. કે શાહ

VADODARA : ભરૂચ (BHARUCH) પાસે આવેલા જંબુસરમાં રહેતી 18 વર્ષિય યુવતિ ભૂલથી ટાંકણી (GIRL SWALLOW PIN - BHARUCH) ગળી ગઇ હતી. જે બાદ તેણે જંબુસર તથા આસપાસના સ્થાનિકો તબિબોને બતાવ્યું હતું. તેમણે ટાંકણી નીકળી જશે તેવો વિશ્વાસ આપ્યો હતો. જો કે, તેમણે આપેલી સમયમર્યાદામાં ટાંકણી નહીં નીકળતા આખરે યુવતિ એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) ના ઇમરજન્સી વિભાગમાં સારવાર અર્થે આવી પહોંચી હતી. જ્યાં હોસ્પિટલના સર્જરી વિભાગના હેડ તથા અન્યના માર્ગદર્શનમાં દુરબીન વડે ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે સફળ રહેતા યુવતિ મોટા ઓપરેશનથી બચી છે.

તેઓ ઘરે બેસી રહ્યા પણ તેવું થયું ન્હતું

એસએસજી હોસ્પિટલ સર્જરી વિભાગના હેડ અને પ્રોફેસર ના ડો. ડી. કે શાહે મીડિયાને જણાવ્યું કે, ગત માસની 31 મીએ એક દર્દી અમારી પાસે આવ્યું હતું. જેમાં 18 વર્ષિય યુવતી ટાંકણી ગળી ગઇ હતી. ટાંકણી ગળ્યા બાદ તેને જંબુસર તથા બીજા ડોક્ટરને બતાવ્યું હતું. ટાંકણી નીકળી જશે, તેવો તેમને વિશ્વાસ આપવામાં આવ્યો હતો. જેથી તેઓ ઘરે બેસી રહ્યા હતા. પણ તેવું થયું ન્હતું. જેથી 31 મીએ તેઓ ઇમરજન્સીમાં એસએસજી હોસ્પિટલમાં આવ્યા હતા. ત્યાર બાદ તેમનો એક્સરે કરવામાં આવતા તે હોજરીમાં જ પડેલી મળી હોવાનું જાણવા મળ્યું હતું.

દર્દીને 4 દિવસ સુધી ઓબ્ઝર્વેશન માટે રાખી

વધુમાં તેમણે જણાવ્યું કે, બીજા દિવસે દુરબીનથી તેને કાઢવા પ્રયાસ કરીશું, અને જો અંદર ખૂંપી ગઇ હશે, તો ઓપરેશન કરવું પડશે, તેવી સમજ દર્દીને આપવામાં આવી હતી. બાદમાં ઓપરેશન શરૂ કર્યું હતું. દરમિયાન દુરબીનથી જોતા ટાંકણી હોજરીમાં ખૂંપી ગઇ હતી. તેની ટોચ દેખાતી હતી. તેને અમે દુરબીનથી જ સફળતા પૂર્વક કાઢી છે. ટાંકણી આંતરડા તથા હોજરીને નુકશાન ના પહોંચાડે તેવી રીતે કાઢી નાંખવામાં આવી છે. ટાંકણી વધુ દિવસ જો તે સ્થાને રહી હોત તો હોજરીનો મોટું નુકશાન પહોંચાડી શકે તેમ હતી. અને તેવા સમયે દર્દીને મોટું ઓપરેશન કરાવવું પડી શકત. ટાંકણી કાઢ્યા પછી દર્દીને 4 દિવસ સુધી ઓબ્ઝર્વેશન માટે રાખી હતી. જેમાં ટાંકણીના કારણે કોઇ જગ્યાએ ઇન્ફેક્શન લાગ્યું છે કે કેમ તેની ખાતરી કરવામાં આવી હતી. આખરે દર્દીને રજા આપવામાં આવી હતી.

આ પણ વાંચો -- VADODARA : જળ અને જમીન પર ચાલતી અનોખી કાર, 85 વર્ષે અડિખમ

Tags :
BharuchbinocularforgirlGujarat FirstGujarat NewsGujarati NewsHospitaloperationpinreachsafessgSwallowTreatmentvia
Next Article