ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bharuch : જંબુસરમાં પ્રેમ સંબંધ કેવી રીતે બની ગયો દુષ્કર્મનો કિસ્સો? જાણો

Bharuch : ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં પ્રેમ સંબંધને લઈને ઉભા થયેલા વિવાદમાં દુષ્કર્મ અને મારામારીની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પરિણીત પ્રેમીએ તેની પ્રેમિકા સાથે દુષ્કર્મ આચર્યા બાદ લગ્ન કરવાનો ઇન્કાર કર્યો હતો
11:25 AM Apr 22, 2025 IST | Hardik Shah
Bharuch : ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં પ્રેમ સંબંધને લઈને ઉભા થયેલા વિવાદમાં દુષ્કર્મ અને મારામારીની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પરિણીત પ્રેમીએ તેની પ્રેમિકા સાથે દુષ્કર્મ આચર્યા બાદ લગ્ન કરવાનો ઇન્કાર કર્યો હતો
Jambusar Case

Bharuch : ભરૂચ જિલ્લાના જંબુસર (Jambusar) તાલુકાના એક ગામમાં પ્રેમ સંબંધ (Love Affair) ને લઈને ઉભા થયેલા વિવાદમાં દુષ્કર્મ અને મારામારીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પરિણીત પ્રેમીએ તેની પ્રેમિકા સાથે દુષ્કર્મ આચર્યા બાદ લગ્ન કરવાનો ઇન્કાર કર્યો હતો. જેના પરિણામે પ્રેમિકાએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ (complaint) બાદ પ્રેમીના પિતા, બે ભાઈઓ સહિત કુલ 4 લોકોએ મળીને પ્રેમિકાને નિર્દયતાથી માર માર્યો, જેના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત (Injured) થયેલી પીડિતાને સારવાર માટે પહેલા જંબુસર અને પછી સુરતની હોસ્પિટલ (Surat Hospital) માં ખસેડવામાં આવી, જ્યારે પોલીસે આ મામલે દુષ્કર્મ અને મારામારીના આરોપો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.

સુરત હોસ્પિટલમાં સારવાર લેનારી યુવતીએ ખુલાસો કર્યો

સુરતની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી એક યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આરોપ લગાવ્યો છે કે તેના ગામના રહેવાસી સફવાન હસન મોલા નામના યુવક સાથે તેનો પ્રેમસંબંધ હતો, અને સફવાને અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હોવા છતાં તેની સાથે વાતચીત અને નિકટતા ચાલુ રહી હતી. તાજેતરમાં સફવાને તેને પોતાના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું, પરંતુ જ્યારે યુવતીએ સફવાન સાથે રહેવાની અને લગ્ન કરવાની વાત કરી તો બંને વચ્ચે ઉગ્ર વિવાદ શરૂ થયો, જેના પરિણામે સફવાન, તેના પિતા હસન અલી મૌલા, અને બે ભાઈઓ ઇરફાન હસન મૌલા તથા લુકમાન હસન મૌલાએ મળીને યુવતી પર હુમલો કરી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી, જે બાદ તેને પ્રાથમિક સારવાર માટે જંબુસર આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયી અને ત્યાંથી વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવી. સુરતમાં સારવાર લઈ રહેલી અને દુષ્કર્મનો ભોગ બનેલી પ્રેમિકાએ પોતાના પ્રેમી સફવાન મૌલા તેના પિતા હસન અલી મૌલા તથા બે ભાઈ ઇરફાન હસન મૌલા અને લુકમાન હસન મૌલા સામે ફરિયાદ આપતા પોલીસે દુષ્કર્મ અને મારા મારી મુજબનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે.

અહેવાલ - દિનેશ મકવાણા

આ પણ વાંચો :  Dahod : ભાટીવાડામાં નિર્માણાધિન NTPC કંપનીના પ્રોજેક્ટમાં લાગી આગ

Tags :
BharuchBharuch assault incidentbharuch newsDomestic violence in love affairFather and brothers assault womanGujarat crime against womanGujarat FirstGUJARAT FIRST NEWSGujarat r*pe FIR filedHardik ShahHonor-based violence in GujaratJambusar crime investigation underwayJambusar r*pe caseLove affair turns violentMarried man assaults girlfriendPolice file r*pe and assault chargesR*pe and assault by lover and familyR*pe survivor hospitalized in SuratReal life love affair gone wrongRefusal to marry leads to brutal attackRefused marriage after rapeSafwan Hasan Mola r*pe caseSurat hospital r*pe survivorVictim names lover and his familyWoman beaten after filing rape complaint
Next Article