Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : જાણો કેમ સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓને અચાનક દોડતા કર્યા?

સાસંદે ઝઘડિયામાં રસ્તાના નિર્માણ કાર્યની ઓચિંતી મુલાકાત લીધી હતી. દરમિયાન રોડ નિર્માણકાર્યમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો હતો.
bharuch   જાણો કેમ સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓને અચાનક દોડતા કર્યા
Advertisement
  1. સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓને દોડતા કર્યા (Bharuch)
  2. ઝઘડિયામાં રસ્તાના નિર્માણ કાર્યની ઓચિંતી મુલાકાત લીધી
  3. સાંસદ મનસુખ વસાવાએ કોન્ટ્રાક્ટરને લીધો આડે હાથ
  4. અધિકારીને બોલાવી હલકી ગુણવત્તાના પુરાવા આપ્યા
  5. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો

Bharuch : સાંસદ મનસુખ વસાવા (MP Mansukh Vasava) તેમનાં દબંગ અંદાજ માટે જાણીતા છે. ત્યારે દબંગ નેતાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સાંસદ મનસુખ વસાવાએ રસ્તાના નિર્માણકામમાં બેદરકારી દાખવનારા અને ભ્રષ્ટ્રાચાર આચરનારા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને આડે હાથ લેતા નજરે પડી રહ્યા છે. સાસંદે ઝઘડિયામાં (Zhagdiya) રસ્તાના નિર્માણ કાર્યની ઓચિંતી મુલાકાત લીધી હતી. તે દરમિયાન રોડ નિર્માણકાર્યમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો હતો.

આ પણ વાંચો - Porbandar : હિરલબા જાડેજા વિરુદ્ધ વધુ એક કેસ, લાખોની છેતરપિંડીનો ગંભીર આરોપ!

Advertisement

Advertisement

ઝઘડિયામાં રસ્તાના નિર્માણ કાર્યની ઓચિંતી મુલાકાત લીધી

હાલ સોશિયલ મીડિયા પર સાંસદ મનસુખ વસાવાનો (MP Mansukh Vasava) એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ રસ્તાના નિર્માણકાર્યમાં ગુણવત્તાને લઈ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓનો ઉધડો લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના (Bharuch) નેત્રંગ તાલુકાનાં વણખુંટા-પાડાથી કોયલાપાડા અને ઝઘડિયા તાલુકાનાં કોયલાપાડાથી વલી ગામનાં રસ્તાના નિમૉણની કામગીરી ચાલી રહી છે. ત્યારે, માર્ગ-મકાન વિભાગનાં અધિકારી-કોન્ટ્રાક્ટરોની મિલીભગતનાં કારણે હલ્કી કક્ષાનાં માલ-સામાનનો વપરાશ થતો હોવાની સ્થાનિક રહીશોએ સાંસદ મનસુખ વસાવાને ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો - Tiranga Yatra : ગાંધીનગર, સુરત અને રાજકોટમાં વિશાળ જનમેદની સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

સાંસદ મનસુખ વસાવાએ કોન્ટ્રાક્ટરને લીધો આડે હાથ

આથી, સાંસદ મનસુખ વસાવાએ રસ્તાની કામગીરીનું જાતે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. કોન્ટ્રાક્ટરોએ માત્ર મેટલને પાથરી અને તદ્દન હલ્કી કક્ષાની કામગીરી કરતા હોવાનું જણાતા સાંસદ રોષે ભરાતા હતા અને માર્ગ-મકાન વિભાગનાં અધીકારીઓને બોલાવી રસ્તાની કામગીરીમાં હલ્કી કક્ષાનાં માલસામાનનો ઉપયોગ થઇ રહ્યો છે તેના પુરાવા આપી રસ્તાની કામગીરી સુધારવાની સૂચના આપી હતી. આ ઘટનાનો વીડિયો વાઇરલ થતાં લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો - Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, વાંચો સંપૂર્ણ કાર્યક્રમ

Tags :
Advertisement

.

×