Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BHARUCH : ઓદ્યોગિક વસાહતોમાં માટેલ સાંઢની માફક દોડતી લકઝરી બસો સંકટ સમાન

BHARUCH : ભરૂચ ( BHARUCH ) જીલ્લામાં અનેક ઓદ્યોગિક વસાહતો આવેલી છે અને આ ઓદ્યોગિક વસાહતમાં કર્મચારીઓને અવર જવર માટે ખાનગી લકજરી બસોનો ઉપયોગ થતો હોય છે અને ચાલકો પણ માટેલા સાંઢની માફક વાહનો દોડાવી અકસ્માતો સર્જતા હોય છે.ત્યારે આવો...
bharuch   ઓદ્યોગિક વસાહતોમાં માટેલ સાંઢની માફક દોડતી લકઝરી બસો સંકટ સમાન
Advertisement

BHARUCH : ભરૂચ ( BHARUCH ) જીલ્લામાં અનેક ઓદ્યોગિક વસાહતો આવેલી છે અને આ ઓદ્યોગિક વસાહતમાં કર્મચારીઓને અવર જવર માટે ખાનગી લકજરી બસોનો ઉપયોગ થતો હોય છે અને ચાલકો પણ માટેલા સાંઢની માફક વાહનો દોડાવી અકસ્માતો સર્જતા હોય છે.ત્યારે આવો જ એક અકસ્માત શ્રવણ ચોકડી નજીકથી સામે આવ્યો છે.જેમાં બસ ચાલકે અન્ય વાહનોને ઓવરટેક કરી શોર્ટકટ મારવા જતાં શાકભાજીની લારીવાળાને અડફેટે લીધો હોવાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે.

ભરૂચની નર્મદા ચોકડીથી દહેજ ઓદ્યોગિક વસાહતમાં દોડતી ખાનગી લકઝરી બસના ચાલકો કંપનીમાં કર્મચારીઓને લઈ વહેલા પહોંચવાની ફિરાકમાં માટેલા સાંઢની માફક બસો દોડાવતા હોય છે અને ભૂતકાળમાં બસ ચાલકો ૧૦૦ ની સ્પીડ ઉપર બસ ચલાવાનીને સમયસર કંપની ઉપર પહોંચવા માટેના ઓડિયો પણ વાયરલ થયા હતા. ભરૂચ જીલ્લામાં લકઝરી બસ ચાલકો માટેલ સાંઢની માફક બસો હંકારી અકસ્માતોને અંજામ આપી રહ્યા છે.

Advertisement

શાકભાજીના લારીવાળાને અડફેટે લીધો

Advertisement

ભરૂચની શ્રવણ ચોકડી નજીકથી શ્રીજી ટ્રાવેલ્સની લકઝરી બસના ચાલકે પોતાની બસ માટેલા સાંઢની માફક દોડાવી અન્ય વાહનોને ઓવરટેક કરી લકઝરી પૂર ઝડપે હંકારવા જતાં જ બસ ચાલકે રોડ ઉપરથી પસાર થતાં શાકભાજીના લારીવાળાને અડફેટે લઈ રોડ ઉપર ફંગોળી મૂકતા શાકભાજી વાળાને શરીરે ફેકચર થયા હતા અને રોષે ભરાયેલા લોકોએ બસના કાચ પણ ફોડી નાખ્યા હતા.પરંતુ વાયરલ સીસીટીવી ફૂટેજમાં બસ ચાલક જે રીતે પોતાની બસ હંકારે છે તે રીતે ટ્રાફિકના નિયમોના પાઠ ભણાવવા જરૂરી છે.

ઉદ્યોગોમાં દોડતી લકઝરી બસની સ્પીડ માપી દંડનીય કાર્યવાહી કરવા ડ્રાઈવ કરવી જરૂરી

ભરૂચ જીલ્લામાં એક રાજ્યમાં જેટલા ઉદ્યોગો હોય એટલા ઉદ્યોગો માત્ર ભરૂચ જીલ્લામાં સ્થપાયેલા છે અને આ ઉદ્યોગોમાં અવરજવર માટે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને ખાનગી બસના ચાલકોને સમયસર પહોંચવા અને સ્પીડમાં બસ ચલાવવા માટે મજબૂર કરવામાં આવતા હોય છે. જેના કારણે બસ ચાલકો પોતાની બસ પૂરઝડપે હંકારી રહ્યા છે. ત્યારે અકસ્માતો ઉપર અંકુશ મેળવવા માટે ભરૂચ જીલ્લા ટ્રાફિક અને આરટીઓ વિભાગે સંકલનમાં રહી ઈન્ટરસેપ્ટર વાનથી લકઝરી બસની સ્પીડ માપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો અકસ્માતો ઉપર અંકુશ લાવી શકાય છે.

નર્મદા ચોકડીથી બાયપાસ ચોકડી નજીક સંખ્યાબંધ શાળાઓ અને ધાર્મિક સ્થળો આવેલા છે

નર્મદા ચોકડીથી બાયપાસ ચોકડી સુધી અને દહેજ ઓદ્યોગિક વસાહત સુધી સંખ્યાબંધ ગામડાઓ,શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિક સ્થળો આવેલા છે. છતાં ઉદ્યોગોમાં દોડતા ખાનગી લકજારી બસો જાહેરમાર્ગો ઉપરથી પુરપાટ ઝડપે નીકળતી હોવાના કારણે લોકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે.ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન પોલીસ કરાવે તે જરૂરી છે.

અહેવાલ : દિનેશ મકવાણા 

આ પણ વાંચો : VADODARA : સ્માર્ટ વિજ મીટરનો વિરોધ યથાવત, મોરચો ફતેગંજ કચેરી પહોંચ્યો

Tags :
Advertisement

.

×