Bharuch : ઝઘડિયા GIDC ની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી, અફરાતફરીનો માહોલ
આગની ઘટના અંગે જાણ થતાં ફાયરની વિવિધ ગાડીઓ બનાવ સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરાયો છે.
Advertisement
- Bharuch નાં ઝઘડિયા GIDC માં નવદીપ કેમિકલ કંપનીમાં આગ
- કંપનીમાં ભીષણ આગને પગલે કામદારોમાં અફરાતફરી
- આસપાસની કંપનીનાં સંચાલકોનાં જીવ તાળવે ચોંટ્યા
- ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં વારંવાર આગનાં બનાવોથી ભય
Bharuch : ભરૂચનાં ઝઘડિયા GIDC માં આવેલ નવદીપ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની છે. કંપનીમાં આગ લાગવાની ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જ્યારે આસપાસની કંપનીના સંચાલકોના જીવ પણ તાળવે ચોંટ્યા છે. આગની ઘટના અંગે જાણ થતાં ફાયરની વિવિધ ગાડીઓ બનાવ સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરાયો છે.

