Bharuch : દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ, ફાયરની વિવિઘ ગાડીઓ ઘટના સ્થળે
- Bharuch નાં દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી
- ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ફરી એકવાર આગ લાગતા અફરાતફરી
- કંપનીનાં વેરહાઉસમાં ભયંકર આગ લાગતા દોડધામ
- આગને લઈને ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી
Bharuch : ભરૂચના દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં (Organic Industries) ભયંકર આગ લાગવાની ઘટના બની છે. આગનાં કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાયા છે. વિસ્તારમાં અફરતફરીનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગની વિવિધ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે. આગ કયાં કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી.
આ પણ વાંચો - Vadodara : રખડતા શ્વાનને જમાડવા મામલે સોસાયટીના પ્રમુખનું અપહરણ કરી માર માર્યો
Bharuch નાં દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગતા દોડધામ
ભરૂચ જિલ્લાની (Bharuch) ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં ફરી એકવાર ભીષણ આગ લાગવાની ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર, કંપનીનાં વેર હાઉસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જોતાને જોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેનાં કારણે ધુમાડાના ગોટેગોટા ઊંચા આકાશમાં જોવા મળ્યા છે. આગને કારણે કંપનીનો તમામ માલ-સામાન બળીને ખાખ થયો છે.
આ પણ વાંચો - Rajkot : મોરબી રોડ પર ડમ્પરના આતંકમાં 8 વર્ષના બાળકનું કરુણ મોત, પરિવારે ચક્કાજામ કરી ન્યાયની માંગ
ફાયર વિભાગની વિવિધ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આગ લાગી હોવાની માહિતી મળતા જ ફાયર વિભાગની (Bharuch Fire Department) વિવિધ ગાડીઓ ત્યાં પહોંચી છે અને પાણીનો મારો કરી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે. સ્થાનિક પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે. આગ કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી. સદનસીબે હાલ, કોઈ જાનહાનિનાં સમાચાર નથી.
આ પણ વાંચો - ભાજપ ધારાસભ્ય Hardik Patel ની મુશ્કેલીમાં વધારો : વધુ એક ધરપકડ વોરંટ ઇસ્યુ