Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BHARUCH : જ્યુબિલીયન્ટ કંપનીમાંથી મજૂરોને લઈને નીકળેલા ટેમ્પો ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા 40 થી વધુ મજૂરો ઇજાગ્રસ્ત

અહેવાલ - દિનેશ મકવાણા  વિલાયત જીઆઇડીસીની જુબેલીયન્ટ કંપનીમાંથી કામદારો કામ કરી પરત પોતાના રૂમ પર જય રહ્યા હતા તે દરમિયાન સલાદરા ગામ નજીક આઇસર ટેમ્પો પલટી મારતા 40 થી વધુ કામદારોને ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર...
bharuch   જ્યુબિલીયન્ટ કંપનીમાંથી મજૂરોને લઈને નીકળેલા ટેમ્પો ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા 40 થી વધુ મજૂરો ઇજાગ્રસ્ત
Advertisement
અહેવાલ - દિનેશ મકવાણા 
વિલાયત જીઆઇડીસીની જુબેલીયન્ટ કંપનીમાંથી કામદારો કામ કરી પરત પોતાના રૂમ પર જય રહ્યા હતા તે દરમિયાન સલાદરા ગામ નજીક આઇસર ટેમ્પો પલટી મારતા 40 થી વધુ કામદારોને ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તોને ભરુચની ખાનગી હોસ્પિટલમાં પણ ખસેડવાની ફરજ પડી હતી.
વાગરા વિલાયત સાયખા જીઆઇડીસીમાં ઘણી બધી કંપનીઓ આવેલી છે, જેમાં લોડિંગ વાહનોમાં કંપનીના કામદારોને લઈ જવા તથા લાવવા માટે પ્રાઇવેટ ગાડીઓમાં જેવા કે પીકઅપ ટેમ્પો, આઇસર ટેમ્પો જેવા વાહનોમાં તેમને લાવવા તથા લઈ જવા માટે ખીચોખીચ ઘેટાં બકરા સમાન કામદારોને બેસાડવામાં આવે છે. જેથી આર્ગમાં અને સલાદરા ગામ વચ્ચે રાત્રી ૧૦ વાગ્યાંના સુમારે આઇસર ટેમ્પો પલટી ખાતા ૪૦ થી વધુ લોકોને ઇજાઓ પહોંચવા પામી હતી.
કોન્ટ્રાક્ટરો પોતાના સ્વાર્થ માટેને પોતાની પૂજી બચાવવા તેમનો જીવ જોખમમા મુકાવી લોડીંગ ગાડીયોમાં બેસવા મજબુર કરતા હોય છે. ગીચોગીચ પેસેન્જર ભરી આઇસર ટેમ્પો પીકઅપ જેવા વાહનો દિવસભરમાં ૨ થી ૩ સીપ મારતા હોય છે. આર ટી ઓના નિયમોના ભંગ કરી ગાડીઓના માલિકો અને કંપનીના કોન્ટ્રાક્ટરો લોકોના જીવન સાથે ખેલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે આવા લોડીંગ ગાડીઓમા ગીચોગીચ પેસેન્જર બેસાડી જતા લોકો સામે હવે ટ્રેફીક પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.
જોકે જીઆઇડીસીમાં જુબેલીયન્ટ કંપનીમાં લેબરોને લાવવા લઈ જવા માટે ખુલ્લા આઇસર ટેમ્પોમાં ઘેટા બકરાની જેમ ગીચોગીચ સવારી કરાવવામાં આવી રહી હોય અને સવારના સમયે ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પામાં સવાર ૪૦ થી વધુ કામદારોને ગંભીર ઈજાઓ તથા સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેવામાં આવ્યા હતા. સમગ્ર પ્રકરણમાં પોલીસે ટેમ્પો ચાલક સામે ફરિયાદ દાખલ કરી પરંતુ કંપની ટ્રાફિકોના નિયમોને પણ નેવે મૂકી ખુલ્લા ટેમ્પોમાં મજૂરોને અવર-જવર કરાવતા હોય તો તેમની સામે પણ ફરિયાદ દાખલ કરવાની માંગણી સંદીપ માંગરોલાએ કરી છે.
ભરૂચ જિલ્લાની સાતથી વધુ ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગપતિઓ જ કરે છે ટ્રાફિકોના નિયમોનો ભંગ:- સંદીપ માંગરોલા
ભરૂચ જિલ્લામાં સાતથી વધુ ઔદ્યોગિક વસાહતો આવેલી છે, અને મોટાભાગના ઉદ્યોગોમાં લેબર મજૂરોને લાવવા લઈ જવા માટે ટેમ્પાઓનો ઉપયોગ થતો હોય છે જેના કારણે મોટા અકસ્માતો સર્જાતા હોય છે વાગરા ખાતે યોજાયેલા અકસ્માતમાં પણ ટેમ્પોમાં લેબર મજૂરોને કંપનીમાંથી લઈ જવામાં આવી રહ્યા હોવાની ઘટના દરમિયાન અકસ્માત સર્જાયો હતો ત્યારે જિલ્લાના ઉદ્યોગોમાં બેજવાબદાર ઉદ્યોગો સામે આરટીઓ કચેરી અથવા તો લેબર કમિશનર દ્વારા નક્કર પગલા ભરવામાં આવે તેવી માંગ સાથે લેખિતમાં ઉચ્ચ કક્ષાએ સંદીપ માંગરોલાએ રજૂઆત કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે.
ભરૂચ જિલ્લા પોલીસવડાએ ટ્રાફિકને લઈ ઉદ્યોગોમાં ખુલ્લા ટેમ્પાઓમાં મુસાફરી મુદ્દે ડ્રાઇવ યોજવી જોઈએ
ભરૂચ જિલ્લામાં જાહેર માર્ગો ઉપર વાહન ચાલકોને ટ્રાફિકોના નિયમોનું પાલન કરાવવા માટે નગરજનોના વાહનોને લોક કરી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. પરંતુ, ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં ઉદ્યોગપતિઓ અને કોન્ટ્રાક્ટરો ટ્રાફિકોના નિયમોને નેવે મૂકી મજૂરીયાત વર્ગને ખુલ્લા ટેમ્પામાં ઘેટા બકરાની જેમ ભરીને લઈ જવામાં આવતા હોય તો આ બાબતે પર ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં ટ્રાફિક પોલીસ અથવા તો આરટીઓ કચેરી દ્વારા ડ્રાયુ ઉપાડવામાં આવે તે પણ જરૂરી છે.
Tags :
Advertisement

.

×