ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bharuch : નગરપાલિકાનાં કોન્ટ્રાક્ટરે બુદ્ધિનું પ્રદર્શન કર્યું! ભારે હાલાકી થતાં લોકોમાં રોષ

વાહનચાલકોનાં ટાયરો ચીપકવા લાગતા સ્ટેશન સર્કલથી પાંચ બત્તી સુધી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
12:25 AM Apr 22, 2025 IST | Vipul Sen
વાહનચાલકોનાં ટાયરો ચીપકવા લાગતા સ્ટેશન સર્કલથી પાંચ બત્તી સુધી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
Bhauch_Gujarat_first main
  1. Bharuch ના સ્ટેશન સર્કલથી પાંચ બત્તી સુધી રાત્રે પાથરેલો ડામર બપોરે ઓગળ્યો
  2. ડામર ઓગળતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી
  3. 43 ડિગ્રીનાં તાપમાન વચ્ચે ડામર ઓગળતા જ રોડ પર રાહદારીઓનાં બુટ-ચંપલો ચિપકીયા

ભરૂચ (Bharuch) નગરપાલિકાનાં કોન્ટ્રાક્ટરોની (Municipality Contractors) કામગીરી હવે લોકો માટે મનોરંજનરૂપી સાબિત થઈ ગઈ છે. ઉનાળાની 43 ડિગ્રીનાં તાપમાન વચ્ચે રાત્રિએ રિકાર્પેટિંગ માટે પાથરેલો ડામર સવારે ઓગળતા જ રોડ પરથી પસાર થતાં રાહદારીઓનાં બુટ-ચપ્પલો ચીપકી જતાં તેઓએ સ્થળ પર જ બુટ-ચપ્પલ છોડ્યા હતા, તો કેટલાય વાહનચાલકોનાં ટાયરો ચીપકવા લાગતા સ્ટેશન સર્કલથી પાંચ બત્તી સુધી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

કોન્ટ્રાક્ટરે રાતે માર્ગ પર ડામર પાથર્યો, બીજા દિવસે લોકોને હાલાકી

ભરૂચનાં (Bharuch) સ્ટેશન રોડ પરથી પાંચબતી સર્કલ સુધી 2 કિલોમીટર સુધી રિકાર્પેટિંગ રોડની કામગીરી માટે મોડી રાત્રીએ કોન્ટ્રાક્ટરે સમગ્ર માર્ગ પર ડામર પાથર્યો હતો અને તેની કામગીરી અધુરી છોડતા જ સવારે એટલે કે બપોરે તાપમાનનો પાળો સતત વધતા જ ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે ડામર પણ પીગળવા લાગતા રોડ પરથી પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓએ પણ રોડ પરનો ડામર ઓગળવા લાગતા બુટ-ચપ્પલ ચીપકી જતાં તેઓએ પોતાનાં બુટ-ચપ્પલો છોડ્યા હતા. ઘણા લોકોને તો ડામર વચ્ચે બહાર કાઢવા માટે સ્થાનિક દુકાનદારો અને રાહદારીઓ મદદરૂપ બન્યા હતા.

આ પણ વાંચો - Chhota Udepur : મુસ્લિમ મામાએ હિન્દુ ભાણીનું મોસાળુ ભર્યું, હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ

રાહદારીઓ અને વાહનચાલકો માટે જોખમ ઊભું થયું

ભરૂચ સ્ટેશન રોડ પર ઇન્દિરાનગર (Indiranagar) ઝુપડપટ્ટી પાસે જ ફ્રૂટ માર્કેટ ભરાય છે અને આ માર્કેટમાં આવતાં લોકોએ જાહેર માર્ગ પરથી પસાર થતાં ડામર ઓગળવાનાં કારણે ઘણા લોકો કોન્ટ્રાક્ટરની લાપરવાહી સામે બે બાંકડા બન્યા હતા. સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થતાં જ નગરપાલિકાનાં કોન્ટ્રાક્ટરે તાત્કાલિક ધુરની ડમરી નખાવાની કામગીરી શરૂ કરાવી હતી. છતાં પણ તાપમાનનો પાળો વધુ ઊંચો રહેતા દિવસ દરમિયાન ડામર ઓગળતો રહેતા રાહદારીઓ અને વાહનચાલકો માટે જોખમ ઊભું થઈ ગયો હતો.

આ પણ વાંચો - Junagadh: અનેક ધક્કા ખાવા છતાં જમીનનાં પ્રશ્નો હલ ન થતા મહિલા સરચંપ બન્યા લાચાર

ભરૂચ નગરપાલિકાનાં પ્રમુખનો લૂલો બચાવ!

આ મામલે ભરૂચ (Bharuch) નગરપાલિકાનાં પ્રમુખ વિભૂતિબા યાદવે (Vibhutiba Yadav) પણ કહ્યું હતું કે, કોન્ટ્રાક્ટરે રિકાર્પેટિંગ માટે રાત્રિનાં સમયગાળા દરમિયાન ડામર પાથર્યો હતો પરંતુ, ઉનાળાની ગરમીનું તાપમાન વધુ હોવાના કારણે ડામર ઓગળ્યો છે અને કોઈને તકલીફ ન પડે તે માટે ધૂળની ડમરીઓ પણ ન ખાવામાં આવી રહી છે. પરંતુ, દિવસ દરમિયાન નગરજનોને હાલાકી ભોગવી પડી હોવાનું પણ પ્રમુખે સ્વીકાર્યું હતું અને તાત્કાલિક કોન્ટ્રાક્ટરને સૂચના આપી કામગીરી કરાવી હોવાનું કહ્યું છે.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો - VS Hospital Scam : આખરે શું છે 'ક્લિનિકલ ટ્રાયલ' ? જેને લઈને વકર્યો છે વિવાદ! વાંચો અહેવાલ

Tags :
BharuchBharuch Municipality President Vibhutiba YadavGUJARAT FIRST NEWSMunicipality ContractorsPanch BattiPeople Stuck on RaodRoad Repairing WorkStation CircleTop Gujarati New
Next Article