VADODARA : ઝઘડિયા દુષકર્મ કેસમાં પીડિતાની સર્જરી કરાઇ, તબિયત ગંભીર
VADODARA : ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં તાજેતરમાં નરાધમે એક સગીર દિકરીને (BHARUCH RAPE CASE) પીંખી નાંખી હતી. અને તેના શરીર જોડે કૃરતા વર્તી હતી. આ મામલો સપાટી પર આવતા જ ફરિયાદ નોંધાઇ હતી. અને ગણતરીના સમયમાં આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો. બીજી તરફ દુષકર્મની ઘટનામાં ક્રૃરતાનો ભોગ બનેલી પીડિતાએ પ્રથમ ભરૂચ સિવિલ અને ત્યાર બાદ વડોદરાની એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) માં લાવવામાં આવી હતી. જ્યાં તેના પેટના ઇન્ફેક્શનને ધ્યાને રાખીને તેની સર્જરી કરવામાં આવી હોવાનું હોસ્પિટલના આરએમઓ જણાવી રહ્યા છે. હાલ વિવિધ વિભાગના નિષ્ણાંતોની ટીમ પીડિતાની ટ્રીટમેન્ટમાં તૈનાત કરી દેવામાં આવી છે.
ઝારખંડ સરકારના મંત્રી કાલે પીડિતાની મુલાકાતે દોડી આવ્યા હતા
માનવતાને શર્મસાર કરે તેવો કિસ્સો ભરૂચના ઝઘડિયામાં સામે આવ્યો હતો. જ્યાં સગીર દિકરીને તેના જ ફળિયામાં રહેતા નરાધમ દ્વારા પીંખી નાંખવામાં આવી હતી. એટલું જ નહીં તેણીના ગુપ્તાંગમાં સળિયો નાંખીને બર્બરતા આચરી હોવાનું પણ આરોપીએ પોલીસને કહ્યું હતું. આ ક્રૃરતાપૂર્ણ ઘટનામાં ગંભીર ઇજાગ્રસ્ત પીડિતાને વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવી છે. જ્યાં વિવિધ વિભાગના નિષ્ણાંત તબિબો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. આ વચ્ચે ઝારખંડ સરકારના મંત્રી કાલે પીડિતાની મુલાકાતે દોડી આવ્યા હતા. અને તેમણે પીડિતાને વધુ સારવાર અર્થે અન્યત્રે ખસેડવાની જરૂર પડે તો મદદની તૈયારી પણ દર્શાવી હતી. જો કે, એસએસજી હોસ્પિટલ પાસે સારવારના તમામ સંસાધનો હોવાથી હાલ તેની જરૂરત નહીં હોવાનું આરએમઓ જણાવી રહ્યા છે.
મેડિકો લિગલ કેસ પ્રમાણે પુરાવાઓ લેવામાં આવ્યા
SSG હોસ્પિટલના RMO એ મીડિયાને જણાવ્યું કે, ઝઘડિયામાં બાળકી જોડે બનેલી ઘટના નિંદનીય છે. પીડિતાને ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં જુદા જુદા વિભાગોના નિષ્ણાંત દ્વારા તેની સંપૂર્ણ સારવાર ચાલુ છે. બપોરના સમયે બાળકીની સર્જરી કરવામાં આવી છે. જે તેના પેટના ઇન્ફેક્શન સંબંધિત હતી. બે દિવસ પૂર્વે રાત્રે દર્દીને લાવવામાં આવ્યા. બાદમાં તેમને બાળરોગ, ગાયનેક, સર્જરી, એનેસ્થેશિયા, સાઇક્યાઇટ્રી વિભાગના નિષ્ણાંતો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. મેડિકો લિગલ કેસ પ્રમાણે પુરાવાઓ લેવામાં આવ્યા છે. અહિંયા અમારી પાસે પુરતા પ્રમાણમાં દવાઓ, નિષ્ણાંતો અને સુવિધાઓ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો -- VADODARA : ઓવરબ્રિજનો નિર્ણય થોપી દીધા બાદ પોસ્ટર વોર શરૂ થયું