ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bharuch: બે કલાકમાં 5 ઇંચ વરસાદ, ભારે વરસાદને કારણે વાહન વ્યવહારને અસરગ્રસ્ત

ભરૂચના અનેક રસ્તા પર પાણી ભરાતા વાહનોની લાંબી કતાર ભૃગુઋષિ બ્રિજ જ્યોતિનગર સુધી ટ્રાફિકજામ સર્જાયો સમગ્ર કોલેજ રોડ પર વાહનોની લાંબી કતારો જોવા મળી કલેકટર કચેરી નજીકનું રેલ્વે ગરનાળુ બંધ કરવામાં આવ્યું Bharuch: ભરૂચમાં ધોધમાર વરસાદ થયો હોવાનું સામે...
09:47 PM Sep 02, 2024 IST | VIMAL PRAJAPATI
ભરૂચના અનેક રસ્તા પર પાણી ભરાતા વાહનોની લાંબી કતાર ભૃગુઋષિ બ્રિજ જ્યોતિનગર સુધી ટ્રાફિકજામ સર્જાયો સમગ્ર કોલેજ રોડ પર વાહનોની લાંબી કતારો જોવા મળી કલેકટર કચેરી નજીકનું રેલ્વે ગરનાળુ બંધ કરવામાં આવ્યું Bharuch: ભરૂચમાં ધોધમાર વરસાદ થયો હોવાનું સામે...
Bharuch Heavy rains Update
  1. ભરૂચના અનેક રસ્તા પર પાણી ભરાતા વાહનોની લાંબી કતાર
  2. ભૃગુઋષિ બ્રિજ જ્યોતિનગર સુધી ટ્રાફિકજામ સર્જાયો
  3. સમગ્ર કોલેજ રોડ પર વાહનોની લાંબી કતારો જોવા મળી
  4. કલેકટર કચેરી નજીકનું રેલ્વે ગરનાળુ બંધ કરવામાં આવ્યું

Bharuch: ભરૂચમાં ધોધમાર વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ઘણા કલાકોમાં ભારે વરસાદથી શહેરના ઘણા નાળાઓ ભરાઈ ગયા છે, જેના પરિણામે અનેક માર્ગો પર વાહનોની લાંબી કતારો જોઈ શકાય છે. ભરૂચના ભૃગુઋષિ બ્રીજથી જ્યોતિનગર સુધી અને સમગ્ર કોલેજ રોડ ટ્રાફિકજામથી ભરાઈ ગયા છે. ભરૂચ શહેરના કલેક્ટર કચેરી નજીકના રેલ્વે ગળનારૂ અને શક્તિનાથ નજીકના નાળાઓ પાણીથી ભરાઈ ગયા છે, જેના કારણે આ વિસ્તારોમાં વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે અટક ગયો છે. સેવાશ્રમ રોડ, ઝાડેશ્વર રોડ, ગાંધી બજાર, ફાટા તળાવ અને દાંડિયા બજાર જેવા વિસ્તારો જળબંબોળ છે.

આ પણ વાંચો: Chhotaudepur: મધરાત્રિથી મુશળધાર વરસાદનું આગમન, સુખી ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યાં

બે કલાકથી સમગ્ર ભરૂચ શહેરમાં ટ્રાફિકજામની સ્થિતિ સામે આવી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, બે કલાકથી સમગ્ર ભરૂચ શહેરમાં ટ્રાફિકજામની સ્થિતિ સામે આવી રહી છે, જેમાં મર્યાદા સુધી વાહન ચાલકો અટવાઈ ગયા છે. આ સદંતર પરિસ્થિતિને કારણે ઈમરજન્સી એમ્બ્યુલન્સ અને ન્યાયાધીશોના વાહનો પણ ફસાયા છે. શહેરનું મોટું ભાગ પાણીથી ભરાઈ ગયું છે, અને વીજ પુરવઠો પણ અસ્થિર થઈ ગયો છે. ભરૂચના કલેકટર કચેરી નજીક કોર્ટ રોડ અને બહુમાળી બિલ્ડિંગ સહિતના વિસ્તારો ઘૂંટણ સુધી પાણીમાં ડૂબી ગયા છે. ફાટા તળાવથી ગાંધી બજાર વિસ્તારમાં પાણીની રેલમછેલ જોવા મળી રહી છે, જેના કારણે વાહનો પણ તણાયા છે.

આ પણ વાંચો: Heavy Rains Update: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમધોકાર બેટિંગ, જાણો ક્યાં કેટલો વરસાદ થયો

5 ઈંચથી વધુ વરસાદ થવાના કારણે ઠેર ઠેર પાણી ભરાયા

આ મૌસમની અસરને કારણે ભરૂચના શહેરી જીવનમાં મોટું વિક્ષેપ સર્જાયો છે અને તાત્કાલિક સાન્વાર માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, અત્યારે અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ થઈ રહ્યો છે. હવાવાન વિભાગ દ્વારા પાંચ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી આગાહીને પગલે ભરૂચમાં પણ ભારે વરસાદ થયો છે. મળતી જાણકારી પ્રમાણે ભરૂચમાં 5 ઈંચથી વધુ વરસાદ થવાના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં મેઘરાજાએ શરૂ કરી બેટિંગ, સરેરાશ 22 એમએમ વરસાદ પડ્યો

Tags :
BharuchBharuch Heavy rainsBharuch Heavy rains Updatebharuch newsGujaratGujarat Heavy rainsGujarati NewsVimal Prajapati
Next Article