Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BHARUCH : જિલ્લામાં રીક્ષા સ્ટેન્ડની ફાળવણીની માંગ સાથે રીક્ષા ચાલકોની હડતાલનું સુરસુરીયું

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ જિલ્લામાં રીક્ષા સ્ટેન્ડની ફાળવણીની માંગ સાથે રીક્ષા એસોસિએશન એ રીક્ષા હડતાલની ચીમકી આપી હતી. જેના કારણે સવાર થતા જ રીક્ષાઓ રાબેતા મુજબ ચાલી હતી, પરંતુ સ્ટેશન નજીક રિક્ષા એસોસિએશનના સભ્યોએ હડતાલમાં જોડાવા માટે કેટલાય...
bharuch   જિલ્લામાં રીક્ષા સ્ટેન્ડની ફાળવણીની માંગ સાથે રીક્ષા ચાલકોની હડતાલનું સુરસુરીયું
Advertisement
અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ
ભરૂચ જિલ્લામાં રીક્ષા સ્ટેન્ડની ફાળવણીની માંગ સાથે રીક્ષા એસોસિએશન એ રીક્ષા હડતાલની ચીમકી આપી હતી. જેના કારણે સવાર થતા જ રીક્ષાઓ રાબેતા મુજબ ચાલી હતી, પરંતુ સ્ટેશન નજીક રિક્ષા એસોસિએશનના સભ્યોએ હડતાલમાં જોડાવા માટે કેટલાય રીક્ષા ચાલકો સાથે બળ પ્રયોગ કર્યો હતો, અને રિક્ષામાંથી મુસાફરોને ઉતર્યા હતા જેના કારણે કેટલાય સ્થળોએ ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાઈ ગયા હતા.
ભરૂચમાં રીક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મીઝૅએ રીક્ષા સ્ટેન્ડની ફાળવણી માટે છેલ્લા ત્રણ વર્ષથી લડત લડી રહ્યા છે. ઘણી વખત રીક્ષા ચાલકોને પોલીસ દ્વારા હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ સાથે રીક્ષા સ્ટેન્ડની ફાળવણીની માંગ સાથે લેખિતમાં વારંવાર રજૂઆત કરવા છતાં સ્ટેન્ડની ફાળવણી કરવામાં આવી નથી જેના પગલે રીક્ષા ચાલકો હડતાલ ઉપર ઉતર્યા હતા. એસોસિએશનમાં જોડાયેલા કેટલાક સભ્યો રીક્ષા હડતાલમાં જોડાયા હતા.
પરંતુ અન્ય લોકો હડતાળમાં ન જોડાતા રીક્ષા ચાલકોએ પેસેન્જરને સુવિધાઓ પૂરી પાડવાના પ્રયાસો કર્યા હતા, અને હડતાળને સફળ બનાવવા માટે કેટલાક લોકોએ રીક્ષા ચાલકોને રોકી રિક્ષામાંથી પેસેન્જરને ઉતારી હડતાલમાં જોડાવાના પ્રયાસો કર્યા હતા. જેના પગલે કેટલાય રીક્ષા ચાલકો સાથે આંદોલનકારીર્યો સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જોકે ભરૂચ જિલ્લામાં રીક્ષા ચાલકોની હડતાળનું સુરસુરીયું થઈ ગયું હતું અને શાળાએ વિદ્યાર્થીઓને લઈ જતી રીક્ષા ચાલકોને પણ તકલીફોનો સામનો પણ કરવો પડ્યો હતો.
ભરૂચ જિલ્લામાં ટ્રાફિકને અડચણરૂપ રિક્ષાઓ ઊભી ન રહે તે માટે સ્ટેન્ડની ફાળવણીની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ રીક્ષા એસોસિયેશનના પ્રમુખની વાત તંત્રના કારણે પહોંચતી નથી જેના કારણે હડતાલનું શાસ્ત્ર ઉગામ્યું હોવાના આક્ષેપ પણ રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ કહ્યું હતું અને આગામી દિવસોમાં રીક્ષા સ્ટેન્ડની ફાળવણી કરવા માટે હજુ આંદોલનને નકાર કરવાના પ્રયાસો કરવામાં આવનાર હોવાનું કહ્યું હતું.
રીક્ષા ચાલકોની હડતાલમાં આખરે ઘી કેળા તો સીટી બસના સંચાલકોને થઈ ગયા હતા. સવારથી જ 20 કેપેસિટી વાળી સીટી બસમાં 50થી વધુ મુસાફરોને મુસાફરી કરાવવાની ફરજ પડી હતી અને મુસાફરો એ પણ પોતાના સમયની સાચવણી અને સમયસર પોતાની નોકરીના સ્થળ ઉપર પહોંચી શકે તે માટે સીટી બસની સેવાનો લાભ લીધો હતો સવારે રીક્ષા ચાલકોનું આંદોલન સીટી બસના સંચાલકો માટે કમાણીનું સાધન બની ગયું હતું.
રિક્ષા સ્ટેન્ડની ફાળવણી મુદ્દે ભરૂચ નગરપાલિકાના પ્રમુખે પણ કહ્યું હતું કે, રીક્ષા ચાલકોની રજૂઆતો ને ધ્યાને લઈ આગામી દિવસોમાં રીક્ષા સ્ટેન્ડની ફાળવણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને રીક્ષા સ્ટેન્ડની ફાળવણીનો મુદ્દો આગામી દિવસોમાં હલ કરવાના પ્રયાસો કરવામાં આવનાર હોવાનું તેઓએ કહ્યું હતું.
Tags :
Advertisement

.

×