Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : શુકલતીર્થ કાર્તિકી પૂર્ણિમાનો મેળો, 45 જેટલી રાઇડ્સને ફિટનેસ સર્ટિફિકેટ ન મળતા મજા બગડી!

દિવાળીનાં સમયમાં કમોસમી વરસાદે અનેક લોકોની દિવાળી અને તહેવારો બગાડ્યા છે અને હવે તેમાં ભરૂચ જિલ્લો પણ બાકાત રહ્યો નથી. કારણ કે, કાર્તિકી પૂર્ણિમાનાં મેળાનું આયોજન શુકલતીર્થમાં થાય છે, જેમાં ગુજરાતભરમાંથી વેપારીઓ ધામા નાખે છે. જો કે, આ વખતે કેટલીક રાઈડ માટેનાં ફિટનેસ સર્ટિફિકેટને લઈને મંજૂરી નહીં મળતા મેળાની મજા બગડી હોવાનો અનુભવ વેપારીઓ સાથે લોકો પણ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
bharuch   શુકલતીર્થ કાર્તિકી પૂર્ણિમાનો મેળો  45 જેટલી રાઇડ્સને ફિટનેસ સર્ટિફિકેટ ન મળતા મજા બગડી
Advertisement
  1. Bharuch માં શુકલતીર્થ કાર્તિકી પૂર્ણિમાનો મેળાની મજા બગડી
  2. કમોસમી વરસાદનાં કારણે 45 રાઇડ્સને ફિટનેસ સર્ટિફિકેટ, વિજ જોડાણ ન મળ્યા!
  3. ચગડોળ, મોતનો કૂવો સહિતની 45 જેટલી રાઇડ્સને ફિટનેસ સર્ટિફિકેટ ન મળતા મેળાની મજા બગડી
  4. મેળામાં વિવિધ રાઇડ્સ માટે 28 લાખ ભાડું, સામગ્રીઓ લાવવાનો ખર્ચ સહિત વેપારીઓને મોટા નુકસાનની ભીતિ

Bharuch : દિવાળીનાં સમયમાં કમોસમી વરસાદે (Unseasonal Rains) અનેક લોકોની દિવાળી અને તહેવારો બગાડ્યા છે અને હવે તેમાં ભરૂચ જિલ્લો પણ બાકાત રહ્યો નથી. કારણ કે, કાર્તિકી પૂર્ણિમાનાં મેળાનું (Kartiki Purnima Fair) આયોજન શુકલતીર્થમાં થાય છે, જેમાં ગુજરાતભરમાંથી વેપારીઓ ધામા નાખે છે. જો કે, આ વખતે કેટલીક રાઈડ માટેનાં ફિટનેસ સર્ટિફિકેટને લઈને મંજૂરી નહીં મળતા મેળાની મજા બગડી હોવાનો અનુભવ વેપારીઓ સાથે લોકો પણ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

Advertisement
Advertisement

આ પણ વાંચો - Jamnagar : શિસ્ત માટે જાણીતી બાલાચડી સૈનિક સ્કૂલ વિવાદમાં સપડાઈ, વાલીઓમાં રોષ!

Advertisement

Bharuch માં કમોસમી વરસાદનું વિઘ્ન વેપારીઓને નડ્યું! લાખોનું નુકસાન!

ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારના શુકલતીર્થ ખાતે કાર્તિકી પૂર્ણિમાનાં મેળાનું (Shuklatirth Fair) આયોજન થતું હોય છે અને દેવ દિવાળીનાં દિવસે પૂનમ હોવાનાં કારણે મેળાનું મહત્ત્વ વધુ રહેતું હોય છે. પરંતુ, કમોસમી વરસાદના કારણે કાદવ-કીચડ અને તેમાંય જમીન પોચી હોવાનાં કારણે ચગડોળ સહિતનાં ભારદાર વાહનોની રાઇડ્સ ઊભી તો થઈ ગઈ પરંતુ, તેમાં લાઈટ કનેક્શન ન આપી તેમ જ ફિટનેસ સર્ટિફિકેટ (Fitness Certificates) પણ ન મળતા આખરે તમામ 45 જેટલી રાઇડ્સ બંધ રહેતા શુકલતીર્થનાં મેળામાં મજા બગડી હોય અને વેપારીઓ પણ ચિંતામાં મુકાયા હોય તેમ લાગી રહ્યું છે. કમોસમી વરસાદનું વિઘ્ન વેપારીઓને પણ નડતા, મોટું નુકસાન થયાની ભીતિ છે. ખાસ કરીને 45 જેટલી રાઇડ્સનાં માલિકોએ શુકલતીર્થનાં મેળામાં પ્લોટમાં પણ 28 લાખ રૂપિયા ખર્ચ્યા પરંતુ, ફિટનેસ સર્ટિફિકેટ નહીં મળતા રાઇડ્સ સ્થળ પર લાવવાનું ભાડું પણ માથે પડ્યું હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચો - સોમનાથથી દ્વારકા સુધી કોંગ્રેસની આક્રોશ રેલી - શક્તિસિંહનો સરકારને ખુલ્લો પડકાર; સરકાર ખેડૂતોના દેવા માફ કરે

ખેડૂતોની સાથે વેપારીઓની પણ દેવ દિવાળી બગડી! 700 જેટલા વેપારીઓને અસર

શુકલતીર્થનાં મેળામાં (Shuklatirth Fair) મનોરંજન માટેની રાઇડ્સ ન ચાલુ રહેતા આખરે 700 જેટલા વેપારીઓને નુકસાન થવાનો ભય ઊભો થયો છે. કારણ કે, રાઈડ શો બંધ હોવાથી લોકોની અવરજવર ઘટી રહી છે અને જે પ્રકારે વ્યવસાય થવો જોઈએ તે પણ ન થતો હોય તેઓ અનુભવ કરી રહ્યા છે. આજે પૂનમનો (Kartiki Purnima) અંતિમ દિવસ એટલે કે મેળાનો પણ અંતિમ દિવસ માનવામાં આવે છે અને પૂનમનાં દિવસનાં મેળાનું મહત્ત્વ વધુ રહ્યું છે. કમોસમી વરસાદે માત્ર ખેડૂતોને જ નહીં પરંતુ મેળાનાં મનોરંજન પૂરું પાડતા વેપારીઓની પણ દેવ દિવાળી બગાડી નાખી હોય તેવું માનવામાં આવ્યું છે

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો - Gandhinagar : કૃષિ મંત્રીનું નિવેદન : માવઠાથી 42 લાખ હેક્ટર ખેતીને નુકસાન, રાહત પેકેજ અંગે આપી મહત્વપૂર્ણ જાણકારી

Tags :
Advertisement

.

×