Bharuch: ચોરોની શંકાએ 5 ભિક્ષુકોને માર માર્યો, પોલીસની તપાસમાં નિર્દોષ હોવાનો ભાંડો ફૂટ્યો
- ચોર ચોરની શોરની અફવા વચ્ચે 5 ભિક્ષુકોને માર માર્યો
- પોલીસની તપાસમાં ભિક્ષુકો નિર્દોષ હોવાનો ભાંડો ફૂટ્યો
- લોકોને અફવાઓથી દૂર રહેવા માટે પોલીસે કરી અપીલ
Bharuch: ભરૂચ જિલ્લામાં ચોરોની અફવાઓએ સમગ્ર ભરૂચ (Bharuch) જિલ્લાના ગામોને બાનમાં લીધા હોય તેમ અનેક નિર્દોષ લોકો ટોળાનો ભોગ બની રહ્યા છે. ભરૂચમાં પાંચ જેટલા ભિક્ષુકો સોસાયટીમાં ભિક્ષા લેવા આવતા ચોરોની સંખ્યાએ સોસાયટીના રહીશો સહિત અન્ય લોકો એકત્ર થઈ ગયા હતા. ભિક્ષા લેવા આવેલા પાંચ ભિક્ષુકોને ઘેરી વાળી ટીપી નાખી પોલીસના હવાલે કરતા પોલીસની તપાસમાં ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’ તેઓ ઘાટ ઉભો થયો હોય તેમ નિર્દોષ લોકો ટીપાયા હોવાનું સામે આવ્યું છે.
ભરૂચમાં ચોરોની અફવાઓએ હદ કરી
5 સાધુઓને ચોર સમજી લોકોએ માર્યો માર
અયોધ્યાનગર સોસાયટીમાં બની ઘટના
સાધુઓને પોલીસ હવાલે કરતા થયો ખુલાસો
ભરૂચમાં અજાણ્યાઓએ જવું મુશ્કેલ બન્યું
તવરા ગામે ગરબા ગ્રાઉન્ડ ખાલી રહ્યું
ચોરોની અફવાને લઈ ખેલૈયાઓ જ ન આવ્યા
ગરબા છોડી મકાન નજીક પહેરો કરવા મજબૂર… pic.twitter.com/swjWaP6d9f— Gujarat First (@GujaratFirst) October 5, 2024
ચોંકાવનારા વીડિયો સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યા
Bharuch જિલ્લાના અનેક ગામોમાં મોડી રાત્રે લોકો હથિયારો સાથે પોતાના ગામોની સુરક્ષા કરતા હોય તેવા અનેક ચોંકાવનારા વીડિયો સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેવામાં આસો નવરાત્રિના પ્રારંભે જ ભરૂચ (Bharuch)ના પૂર્વપટ્ટી વિસ્તારના તવરા ગામે ચોર ટોળકી ઘુસી હોવાની અફવાના પગલે ગ્રામજનોએ ગરબા રમવાનું ટાળી પોતાના ઘરોની સુરક્ષા કરવામાં જોતરાઈ ગયા હતા. જેના પગલે આસો નવરાત્રિના પ્રથમ દિવસે ગ્રામજનો ગરબા ગ્રાઉન્ડ ઉપર આવ્યા જ ન હતા. ગરબા ગ્રાઉન્ડ પણ સુમસમ રહ્યું હતું અફવાઓની બોલબાલા વચ્ચે હાલ તો ગ્રામજનોમાં પણ ભયનો માહોલ ઊભો થયો છે. આજદીન સુધી એક પણ ગામના વ્યક્તિએ ચોરોને નજરે જોયા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા નથી. માત્ર અફવાઓ વચ્ચે નિર્દોષ લોકો ટીપાઈ રહ્યા હોવાની ફરિયાદો વચ્ચે વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો: Gujarat: ગરબાના રંગમાં ભંગ પડી શકે છે મેઘરાજા, અંબાલાલ પટેલ કરી વરસાદની આગાહી
ભિક્ષુકો કંઈ બોલે તે પહેલા ટોળાએ મારવાનું શરૂ કરી દીધું
આસો નવરાત્રિના બીજા દિવસે સવારે ભરૂચના લિંક રોડ ઉપર આવેલ અયોધ્યા નગર સોસાયટીમાં પાંચ જેટલા કેસરિયા ધારી ભિક્ષુકો ભિક્ષા લેવા આવ્યા હતા. પરંતુ સોસાયટીમાં પ્રવેશતા જ તેઓ ચોર હોય તેવી શંકાએ સોસાયટીના લોકોએ એકત્ર થઈ પાંચે ભિક્ષુકોને ઘેરી વળ્યા હતા. ભિક્ષુકો કંઈ બોલે તે પહેલા જ તેમની ઉપર લોકોએ ટપલીદાવ શરૂ કરી દીધો હતો. ભિક્ષુકો ચોર છે કે કેમ તે અંગે સ્થાનિક લોકોએ ભરૂચ એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. લોકોના ટોળા વચ્ચેથી પાંચે ભિક્ષુકોને સુરક્ષિત પોલીસની ગાડીમાં બેસાડી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા.
આ પણ વાંચો: VADODARA : જાણીતા ગરબા યુનાઇટેડ વે ના સંચાલકો સામે ચેરીટી કમિશનર સમક્ષ ફરિયાદ
ભરૂચમાં ચોરો આવ્યાની અફવાઓ વધવા લાગી છે
નોંધનીય છે કે, આ દરમિયાન તેમની પૂછપરછમાં પાંચે ભિક્ષુકો હોય અને ભિક્ષા લેવા માટે સોસાયટીમાં પ્રવેશ્યા હોવાનું સામે આવતા આખરે પોલીસે પણ હાસ્કારો અનુભવ્યો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં ચોરોની અફવાઓના કારણે નિર્દોષ લોકો લોકો ટોળાનો ભોગ બની રહ્યા હોવાની અને ફરિયાદો સામે આવી ગઈ છે. જાહેરમાં જો હથિયાર લઈ કોઈ નીકળે તો પોલીસ ફરિયાદ દાખલ કરતી હોય છે, ત્યારે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં ગ્રામજનો ગામની સુરક્ષા માટે કેટલાક યુવાનો જાહેર માર્ગો ઉપર ધારદાર ધાર્યા કુહાડી લાકડીના સપાટા સાથે જાગરણ કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાના એક ગામમાં સરકારી અધિકારીઓને પણ લોક ટોળાએ માર મારી પોલીસના હવાલે પણ કર્યા હોવાના વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ચૂક્યા છે. જોકે આવી અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો: VADODARA : LVP ગરબા સંચાલકોથી ખેલૈયાઓ ખફા, હલકી ગુણવત્તાના પાસને લઇને મોકાણ


