Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch : દેત્રાલ ગામે ઘરમાંથી મૃતક શખ્સનો મૃતદેહ મળતા હડકંપ, હત્યા કે આકસ્મિક મોત રહસ્ય યથાવત્

ભરૂચ (Bharuch) તાલુકાના દેત્રાલ ગામે ડાહ્યા ફળિયામાં મકાનમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે અને તેના માથા પર સામાન્ય ઈજા હોવાનાં કારણે મોતનું કારણ શોધવા માટે પોસ્ટમોર્ટમ (Postmortem) અર્થે ખસેડવામાં આવ્યો છે. પરંતુ, તેનું મોત માથામાં થયેલી ઈજાનાં કારણે થયું...
bharuch   દેત્રાલ ગામે ઘરમાંથી મૃતક શખ્સનો મૃતદેહ મળતા હડકંપ  હત્યા કે આકસ્મિક મોત રહસ્ય યથાવત્

ભરૂચ (Bharuch) તાલુકાના દેત્રાલ ગામે ડાહ્યા ફળિયામાં મકાનમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે અને તેના માથા પર સામાન્ય ઈજા હોવાનાં કારણે મોતનું કારણ શોધવા માટે પોસ્ટમોર્ટમ (Postmortem) અર્થે ખસેડવામાં આવ્યો છે. પરંતુ, તેનું મોત માથામાં થયેલી ઈજાનાં કારણે થયું છે કે આકસ્મિક મોત થયું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે અને હત્યા થઈ છે કે શું તે દિશામાં પણ તપાસ શરૂ થઈ છે.

Advertisement

ભરૂચ (Bharuch) તાલુકાનાં દેત્રાલ ગામે ડાહ્યા ફળિયામાં રહેતા જાકીર હશન દાઉદ પટેલ પોતાના ઘરમાંથી મૃતક અવસ્થામાં મળી આવતા અને મૃતકનાં માથા પર ઈજા અને લોહી નીકળતું હોવાથી તેમનું મોત કોઈ બોદાર્થ પદાર્થ મારવાથી કે પછી પટકવાથી થયું છે તેનું રહસ્ય શોધવા માટે પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં તાલુકા પોલીસ મથકનાં (Taluka Police Station) પી.આઈ પ્રકૃતિ ઝણકાટને કહ્યું હતું કે, મૃતકનાં મોતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને તેમની હત્યા થઈ છે તે જાણી શકાયું નથી. મૃતદેહનું પીએમ કરાવવામાં આવ્યું છે. ત્યાર બાદ મૃતકની હત્યા કરવામાં આવી છે તેવું ફલિત થશે તો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

પરંતુ માથામાં સામાન્ય ઈજા હોય અને હ્રદય રોગનાં (Heart Attack) હુમલાથી મોત થયું હોય તે દિશામાં અને તેમને માથામાં કેવી રીતે ઈજા થઈ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે અને મૃતક જયારે ઘરમાં હતા ત્યારે તેની પત્ની ઘરમાં હાજર ન હોવાનું પણ સામે આવી રહ્યું છે, જેથી સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે મૃતક જાકીર હશન દાઉદ પટેલનું મોત માથામાં થયેલી ઈજાના કારણે થયું છે કે પછી તેમની હત્યા કરવામાં આવી છે. અથવા તેમની મોત પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર છે. તે તો પીએમ રિપોર્ટ આવ્યા પછી જ જાણી શકાશે. જો કે, આ મામલે પોલીસે (Taluka Police) પરિવારજનો અને પાડોશીઓની પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

Advertisement

આ પણ વાંચો - Cricket Betting : 5215 કરોડના હિસાબ સાથે સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવનો ભાગીદાર ઝડપાયો

આ પણ વાંચો - AHMEDABAD : અદાવતમાં રિક્ષા ચાલક બની ગયો અપરાધી, છરીના ઘા મારી કરી હત્યા

આ પણ વાંચો - VADODARA : SMC ની રેડમાં દારૂની ખેપ ઝડપાઇ, એક ઝબ્બે

Tags :
Advertisement

.