Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : જાહેર માર્ગ પર બેદરકારીની પરાકાષ્ઠા, બાળકનો આ વીડિયો થયો વાયરલ

ભરૂચ જિલ્લા (Bharuch District) માં ટ્રાફિકોના નિયમો (Traffic rules) ની એસી કી તેસી દિવસેને દિવસે થઈ રહી છે. જેના પગલે અકસ્માતો (Accident) ની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચ (Bharuch) ના રસ્તા પર કઇંક એવું જોવા મળ્યું...
bharuch   જાહેર માર્ગ પર બેદરકારીની પરાકાષ્ઠા  બાળકનો આ વીડિયો થયો વાયરલ
Advertisement

ભરૂચ જિલ્લા (Bharuch District) માં ટ્રાફિકોના નિયમો (Traffic rules) ની એસી કી તેસી દિવસેને દિવસે થઈ રહી છે. જેના પગલે અકસ્માતો (Accident) ની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચ (Bharuch) ના રસ્તા પર કઇંક એવું જોવા મળ્યું જે જોઇ તમે પણ ચોંકી જશો. ભરૂચમાં જાહેર માર્ગો (public roads in Bharuch) ઉપર એક બાળક છકડો (Kid drive Rickshaw) ચલાવતો જોવા મળ્યો હતો. તેટલું જ નહીં તેના છકડામાં અન્ય બાળકો પણ સવાર હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) ઉપર વાયરલ થયો છે. ટ્રાફિક પોલીસના નિયમોની એસી કી તેસી થઈ રહ્યું હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.

Kid drive Rickshaw in Bharuch

Advertisement

છકડો ચલાવતો બાળકનો વીડિયો વાયરલ

ભરૂચ જિલ્લામાં ટ્રાફિકોના નિયમોનું પાલન કરાવવા માટે દરેક જાહેર માર્ગોની ચોકડી ઉપર ટ્રાફિક પોલીસ હોય છે. જો ટ્રાફિક પોલીસના હોય તો બીટીઈટીના જવાનો પણ હાજર હોય છે અને હવે તો ભરૂચમાં સેફ એન્ડ સિક્યોરના CCTV કેમેરા પણ ઠેકાણે ઠેકાણે લાગ્યા છે. ઘણા લોકોને ઘર સુધી ઈ મેમો ચલણ પણ પહોંચાડવામાં આવે છે. ટ્રાફિકોના નિયમોનું પાલન કરાવવામાં આવતું હોય છે. પરંતુ આજે બપોરના સમયે શક્તિનાથ નજીકથી એક બાળક એક છકડો ચલાવતો હોવાની ઘટના સામે આવી છે. બાળક ડ્રાઇવિંગ કરતો હોય અને તેના છકડામાં નાની ઉંમરના જ બાળકો બેઠેલા જોવા મળ્યા હતા. જેના કારણે જાહેર માર્ગ એટલે કે શક્તિનાથથી કલેકટર કચેરીથી સિવિલ રોડ સુધી બાળકે છકડો ચલાવતો પસાર થયો હોવાના વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. જેના કારણે ટ્રાફિક પોલીસ પણ છકડો ચલાવતા બાળકના પિતાને શોધી નાખે અને ટ્રાફિકોના નિયમોનું પાલન કરાવે તે જરૂરી છે.

Advertisement

અહેવાલ - દિનેશ મકવાણા

આ પણ વાંચો - Dahod માં જે લોકો મતદાન કરશે તેને આકર્ષક ઑફરનો મળશે લાભ

આ પણ વાંચો - BHARUCH : ઇન્સ્ટાગ્રામે તો હદ કરી, સગીર યુવતીને યુવકે ભગાડી..

Tags :
Advertisement

.

×