ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bharuch: પોલીસની નેમ પ્લેટ સાથે બકરા ચોરી કરવા આવ્યાં હતા, અસલી પોલીસે કરી ધરપકડ

Bharuch જિલ્લામાં રવિવારના દિવસે ફોરવીલ પ્રાઇવેટ ગાડીમાં પોલીસની નેમ પ્લેટ લગાવી બે ગઢીયાઓ બકરું ચોરી ગાડીમાં મૂકીને ભાગતા
12:34 PM Jan 21, 2025 IST | VIMAL PRAJAPATI
Bharuch જિલ્લામાં રવિવારના દિવસે ફોરવીલ પ્રાઇવેટ ગાડીમાં પોલીસની નેમ પ્લેટ લગાવી બે ગઢીયાઓ બકરું ચોરી ગાડીમાં મૂકીને ભાગતા
Bharuch News
  1. ટીઆરબી અને છુટા કરાયેલા જી.આર.ડી જવાનની પોલીસે કરી ધરપકડ
  2. ભરૂચ જિલ્લામાં જીઆરડી વિભાગની ગંભીર બેદરકારી
  3. જીઆઇડી જવાનને છૂટો કર્યા બાદ પણ ઓળખ કાર્ડ ન મેળવ્યાં

Bharuch: ગુજરાતમાં નકલી બાકી શું છે? બધા જ વિભાગમાં નકલી આવી ગયું છે! ભરૂચ જિલ્લામાં રવિવારના દિવસે ફોરવીલ પ્રાઇવેટ ગાડીમાં પોલીસની નેમ પ્લેટ લગાવી બે ગઢીયાઓ બકરું ચોરી ગાડીમાં મૂકીને ભાગતા ગ્રામજનોએ તેમને દબોચી લીધા અને પોલીસને હવાલે કરતા એક છૂટો થયેલો જી.આર.ડી જવાન અને બીજો ટીઆરબી જવાન હોવાનો ભાંડો ફૂટ્યો જેથી પોલીસે બંને સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

પહેલા તો લોકોએ આમાને સાચા પોલીસવાળા માની લીધા

રવિવારની સંધ્યાકાળના સમયે ભરૂચ તાલુકાના થામ ગામે એક પ્રાઇવેટ ફોરવીલ ગાડી આવી હતી. જેમાં પોલીસની નેમ પ્લેટ હોય જેથી ગ્રામજનો પોલીસ કર્મીઓ હોવાનું માની લીધું હતું, પરંતુ આ જ ગાડીમાં આવેલા બે શખ્સોએ ઘર આંગણે બાંધેલી બકરાનું બચ્ચા ઉઠાવી ગાડીમાં મૂકી ભાગવા જતા જ ગ્રામજનોએ બૂમાબૂમ કરી ફોરવિલ ગાડીને આગળ રોકી ગ્રામજનોએ ભારે હાલના બોલ કરી ધમાલ મચાવી હતી.

આ પણ વાંચો: દાદા'ની બુલડોઝર કાર્યવાહીનું ઐતિહાસિક રિઝલ્ટ, દેવભૂમી દ્વારકાના સાત ટાપુઓ થયા સંપૂર્ણ દબાણ મુક્ત

નોકરીમાંથી છૂટો કર્યો છતાં ઓળખકાર્ડ જમા નહોતું કરાવ્યું

પોલીસ કર્મી તરીખે ફોરવિલ ગાડીમાં ટેમ્પ્લેટ લગાવી ફરનારાઓને લોકોએ ઝડપી પાડી પોલીસના હવાલે કરતા પોલીસે કડક પુછપરછ કરતા એક આરોપીએ પોતાનું નામ દિનેશ ગણપતભાઈ મકવાણા (રહે પાલડી પીપેર ફળિયું વાગરા) તથા અન્ય એક હિસાબે પોતાનું નામ ભુપેન્દ્ર સુરેશ વસાવા દર્શાવ્યું હતું. પોલીસે કડક પૂછપરછ કરતા દિનેશ ગણપત મકવાણા 2022માં જીઆઇડી જવાન હોય અને તે ફરજ ઉપર ન આવતા તેને છૂટો કરવામાં આવ્યો હતો. પરંતુ તેની પાસે રહેલું જીઆઇડી જવાનું ઓળખકાર્ડ જે તે વિભાગે પરત આપ્યું નહોતું. આ કાર્ડનો ઉપયોગ કરીને પોતાની ગાડીમાં પોલીસની નેમ પ્લેટ લગાવી બકરા ચોરી સાથે કેટલા ગુનાઓને અંજામ આપ્યા છે.

આ પણ વાંચો: Sabarkantha: એક જ રાતમાં એક બે નહીં પરંતુ 12 ખેડૂતોને ત્યાં થઈ ચોરી, ખેતરોમાંથી 1000 મીટર જેટલો કેબલ ગાયબ

ભરૂચમાં પશુપાલકોના બકરા ચોરી થતા હોવાની ફરિયાદો

તેના સાથે ટીઆરબી જવાન વાગરા પોલીસ પથકમાં ફરજ નિભાવતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવતા તેની તપાસ કરવામાં આવી. તો સામે આવ્યું કે, ટીઆરબી જવાન પોલીસ કર્મી ન હોઈ શકે જેના કારણે ફોરવિલ ગાડીમાં પોલીસની નેમ પ્લેટનો ઉપયોગ કરવો તે ગંભીર પ્રકારનો ગુનો હોવાનું સામે આવતા આખરે પોલીસે દિનેશ ગોવિંદ મકવાણા અને ભૂપેન્દ્ર સુરેશ વસાવા સામે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
arrested 2 accusedBharuchBharuch PoliceGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Bharuch NewsLatest Gujarati Newspolice name platesreal police
Next Article