ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bharuch : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ત્રિપલ અકસ્માતની ઘટના, 2 નાં મોત!

બોલેરો પીકપ ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી છે.
04:52 PM Feb 28, 2025 IST | Vipul Sen
બોલેરો પીકપ ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી છે.
Bharuch_Gujarat_first main
  1. Bharuch નાં આમોદ તાલુકાનાં એક્સપ્રેસ-વે પર ત્રિપલ અકસ્માત
  2. અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળ પર મોત થયાનાં અહેવાલ
  3. બોલેરો પીકપ ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી
  4. અકસ્માતમાં બોલેરોમાં ભરેલો શાકભાજીનો જથ્થો રોડ પર જોવા મળ્યો

ભરૂચનાં (Bharuch) આમોદ તાલુકાનાં એક્સપ્રેસ-વે પર ત્રિપલ અકસ્માતની ગોઝારી ઘટના બની છે. આ અકસ્માતમાં 2 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હોવાનાં પ્રાથમિક અહેવાલ છે. સાથે જ કેટલાક લોકોને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બોલેરો પીકપ ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી છે. અકસ્માતમાં બોલેરોમાં ભરેલા શાકભાજીનો જથ્થો રોડ પર ઢોળાઈ ગયો હતો.

આ પણ વાંચો - Amreli : નરાધમ શિક્ષકે 2 બાળકીને બનાવી હવસનો શિકાર! નેતાઓની પ્રતિક્રિયા, જાણો કોણે શું કહ્યું ?

બોલેરો પીકપ ગાડીનું પાછળનું ટાયર અચાનક ફાટતા અકસ્માત સર્જાયો

પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચનાં (Bharuch) આમોદ તાલુકાનાં માતર ગામે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ (Delhi-Mumbai Expressway) પર આજે ત્રિપલ અકસ્માતની ઘટના બની છે. શાકબાજીથી ભરેલી બોલેરો પીકપ ગાડીનું પાછળનું ટાયર અચાનક ફાટતા ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને પીકપ ગાડી ત્યાંથી પસાર થતી કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. દરમિયાન, પાછળથી આવતી અન્ય કાર પણ ટકરાઈ હતી. આ અકસ્માતમાં બોલેરો ગાડીમાં સવાર ગોપાલ ભગવાન સાણી અને બોલેરો પીકપચાલક અજય ધીરુ ખમાણીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે.

આ પણ વાંચો - Devayat Khawad Controversy : લોકસાહિત્યકાર દેવાયત ખવડના વિવાદમાં સામસામે ફરિયાદ

અકસ્માતમાં બેનું મોત, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

અકસ્માતમાં ઘવાયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઇવે પર લોકોની ભીડ ભેગી થઈ હતી. સાથે જ સ્થાનિક પોલીસની ટીમ પણ પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી કરી છે. અકસ્માતમાં ત્રણેય વાહનોનો કચ્ચઘાણ વળી ગયો છે. સાથે જ બોલેરોમાં ભરેલા શાકભાજીનો જથ્થો રોડ પર ઢોળાઈ ગયો હતો.

આ પણ વાંચો - Rajkot: વિંછીયા ખાતે કોળી સમાજના સંમેલનને લઈને રાજકારણ થયું તેજ, AAPના ધારાસભ્ય પર મોટા આરોપ

Tags :
Amod talukaBharuchDelhi Mumbai ExpresswayGUJARAT FIRST NEWSMatar villageRaod AccidentTop Gujarati NewsTriple accident
Next Article