ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bharuch: વાસણા અને ભોજપુર પાસે આવેલ નાળા પર પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા

પાણીના પ્રવાહને કારણે માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયો વહેતા પાણી વચ્ચે લોકો ચાલવા માટે થયા મજબૂર નબળી નેતાગીરીના પાપે લોકો પણ દુઃખ સહન કરી રહ્યો Bharuch: ભરૂચ (Bharuch) જિલ્લામાં વરસાદ વરસતા ચોમાસાની સીઝનનો માહોલ યથાવત રહ્યો છે. જેના...
11:52 PM Aug 12, 2024 IST | VIMAL PRAJAPATI
પાણીના પ્રવાહને કારણે માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયો વહેતા પાણી વચ્ચે લોકો ચાલવા માટે થયા મજબૂર નબળી નેતાગીરીના પાપે લોકો પણ દુઃખ સહન કરી રહ્યો Bharuch: ભરૂચ (Bharuch) જિલ્લામાં વરસાદ વરસતા ચોમાસાની સીઝનનો માહોલ યથાવત રહ્યો છે. જેના...
Bharuch
  1. પાણીના પ્રવાહને કારણે માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયો
  2. વહેતા પાણી વચ્ચે લોકો ચાલવા માટે થયા મજબૂર
  3. નબળી નેતાગીરીના પાપે લોકો પણ દુઃખ સહન કરી રહ્યો

Bharuch: ભરૂચ (Bharuch) જિલ્લામાં વરસાદ વરસતા ચોમાસાની સીઝનનો માહોલ યથાવત રહ્યો છે. જેના પગલે ઝઘડિયા તાલુકાના વાસણા અને ભોજપુર પાસે આવેલા નાળા ઉપરથી ધસમસતા પાણીનો પ્રવાહ પસાર થતો હોવાના કારણે માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાવ્યો છે. આ સાથે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે. ધસમસતા પાણીના પ્રવાહના કારણે સ્થાનિક લોકોને ભારે પડી રહી છે.

આ પણ વાંચો: Gujarat ACB : ઇન્ચાર્જ ફાયર ઑફિસર અને પરિવાર માટે ઑગસ્ટ મહિનો અપશુકનિયાળ

પાણીમાંથી પસાર થવા માટે લોકો બન્યા મજબૂર

ભરૂચ (Bharuch) જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી ધરોલી જતા માર્ગ પર ભોજપુર પાસે આવેલ નાળુ તેમજ વાસણા પાસે આવેલ નાળા પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો થયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ભાજપુર પાસે આવેલ નાળા પર વરસાદી પાણી ફરી વળતા આ માર્ગ બંધ થયો હતો. જેને લઇ કામ અર્થ જતા વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓ અટવાયા હતા. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે, દર ચોમાસામાં આ માર્ગ પર આવેલ નાળા ઉપર વરસાદી પાણી ફરી વળતા આ વિસ્તારના લોકોને હાલાકી વેઠવી પડતી હોવાના સાથે ઘણી વખત લોકો જોખમી રીતે પણ આ પાણીમાંથી પસાર થવા મજબૂર બનતા હોય છે.

આ પણ વાંચો: મહિલાઓએ જાણવું જરૂરી છે! આ જાણકારી નહીં હોય તો થશે ચામડીનો રોગ

નીચાણવાળા વરસાદી પાણીમાં ગળકાવ થઈ રહ્યા છે

નાણું નીચે હોય અને બંને તરફના રસ્તા ઊંચાઈવાળા વિસ્તાર પણ હોવાના કારણે સામાન્ય વરસાદમાં પણ પાણીનો ભરાવો અને નાણા ઉપરથી વરસાદી પાણી પસાર થતા હોવાના કારણે કાયમ લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. અત્રે ઉલ્લેખનીય બાબતે પણ છે કે, ભરૂચ (Bharuch) જિલ્લામાં સામાન્ય વરસાદમાં પણ ઝઘડિયા તાલુકાના વિસ્તારોમાં નાણા નીચાણવાળા વિસ્તારમાં હોવાના કારણે વરસાદી પાણીમાં ગળકાવ થઈ રહ્યા છે. જેના કારણે ઘણા ગામના સંપર્ક તૂટી પણ જતા હોય છે વારંવારની નેતાઓને રજૂઆત કરવા છતાં નબળી નેતાગીરીના પાપે લોકો પણ દુઃખ સહન કરતા રહેતા હોવાનું પણ માનવામાં આવે છે.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: Bhavnagar: ‘અમારે ભણવું છે મરવું નથી’ જીવના જોખમે ભણવા મજબૂર બન્યા છે આ 76 વિદ્યાર્થીઓ

Tags :
Bharuchbharuch newsBharuch RainGujaratLatest Gujarati NewsVimal Prajapati
Next Article