ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bharuch ની ચર્ચાસ્પદ દૂધધારા ડેરીની ચૂંટણીમાં આવી શકે છે નવો વળાંક...!આ પેનલમાંથી ઉમેદવારી ફોર્મ પરત ખેંચાય તેવી સંભાવના

Bharuchમાં યોજાનારી દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ સામે જ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ ઉભી કરેલી પેનલમાંથીમાંથી મંગળવારે ઉમેદવારી ફોર્મ ખેંચાય તેવા એંધાણ
10:56 PM Sep 08, 2025 IST | Mustak Malek
Bharuchમાં યોજાનારી દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ સામે જ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ ઉભી કરેલી પેનલમાંથીમાંથી મંગળવારે ઉમેદવારી ફોર્મ ખેંચાય તેવા એંધાણ
Bharuch.....................

Bharuch જિલ્લામાં દૂધધારા ડેરીની ચૂંટણી સૌથી વધુ રસપ્રદ બની રહી છે કારણ કે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખની સામે જ ભાજપના જ વાગરાના ધારાસભ્ય અને બીટીપીમાંથી ભાજપમાં જોડાયેલા અગ્રણીએ પોતાની અલગ પેનલ ઊભી કરી છે જેનો વિવાદ સામે આવતા જ ચૂંટણીમાં પ્રકાશ દેસાઈને મેન્ડેડ અપાયું હતું જેની સામે પૂર્વ પ્રમુખના સમર્થકે ઉમેદવારી કરી હતી જે ઉમેદવારી ફોર્મ સહિત 9 ઉમેદવારી ફોર્મ ખેંચી લેવાયા હોવાની માહિતી મળી રહી છે અને ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ હજુ મંગળવાર સુધીની છેલ્લી છે અને હજુ મોટાભાગે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવામાં આવે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે

Bharuch  દૂધધારા ડેરીની ચૂંટણીમાં જોવા મળશે રસાકસી

ગુજરાતમાં દૂધ મંડળીઓની ચૂંટણીઓ ચાલી રહી છે તેવામાં ભરૂચ જિલ્લાની દૂધધારા ડેરીની ચૂંટણીમાં પણ ભાજપ પ્રદેશમાંથી 15 ઉમેદવારોને મેન્ડેટ જાહેર કરાયા હતા જોકે જે ઉમેદવારોને મેન્ડેટ નથી મળ્યા તેવા લોકોએ ભાજપ એ જ ભાજપની વિરુદ્ધ કામ કર્યું હોય તે પ્રકારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા અને બીટીપીમાંથી ભાજપમાં આવેલા પ્રકાશ દેસાઈએ પોતાની પેનલ ઊભી કરી છે જે પેનલનો વિવાદ સતત મીડિયાના ચગડોળે ચડતા આખરે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખના અગાઉના દિવસે પ્રકાશ દેસાઈ સામે ઉમેદવારી નોંધાવનાર ઉમલ્લાના દીપક પાદરીયા સહિતના 9 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ખેંચી લીધું હોય તેવી માહિતી સામે આવતા હજુ પણ અંતિમ ઉમેદવારી ફોર્મ ખેંચવાનું મંગળવારે હોવાના કારણે સંધ્યાકાળ સુધીમાં વાગરાના ધારાસભ્યની પેનલના ઘણા ઉમેદવારો ઉમેદવારી પરત ખેંચે તેવા એંધાણો પણ વર્તાઈ રહ્યા છે

આણંદ અમુલની ડેરીની ચૂંટણીમાં ભાજપ વિરોધી પ્રવૃત્તિ કરનારા ભાજપના કેટલાય નેતાઓને પક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેના પગલે ભરૂચમાં ભાજપમાં જ રહીને ભાજપ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને સસ્પેન્ડ કરવામાં ક્યારે આવશે તે સવાલ ઊભા થતાં આખરે વાગરાના ધારાસભ્ય કે જેઓનું મૂળ ગોત્ર કોંગ્રેસી છે ઝઘડિયાના બીટીપીમાંથી ભાજપમાં જોડાયેલા પ્રકાશ દેસાઈ પણ ભાજપ સામે બાયો ચડાવી હોય તેમ ઉમેદવારી કરી છે જેના પગલે આવા ભાજપના નેતાઓ સામે સસ્પેન્ડ ઓર્ડર ક્યારે આવશે તેવા સવાલો વચ્ચે મીડિયાના ચગડોળે ભાજપ જ ભાજપને દૂધધારા ડેરીની ચૂંટણીમાં હરાવી દેશે તેવી વાતોને લઈ રાજકીય માહોલ ગરમાયો છે

Bharuch માં   મંગળવારની સંધ્યાકાળ સુધી નવા જૂનીના થશે  એંધાણ

અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે રાજકીય વર્તુળોમાં દૂધધારા ડેરીની ચૂંટણીમાં સમાધાનની પ્રક્રિયા ચાલી રહી હોય તેવી માહિતી મળી રહી છે ભાજપે જેવા લોકોને મેન્ડેટ નથી આપ્યા તેવા લોકો ઉમેદવારી કરી છે તેઓ મંગળવારની સંધ્યાકાર સુધીમાં ઉમેદવારી ફોર્મ ખેંચી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ હોવાનું સૂત્રો પાસેથી મળી રહ્યું છે પરંતુ અન્ય પક્ષમાંથી જ ભાજપમાં આવેલા ભાજપને જ પતાવવા નીકળ્યા હોય તે બાદ ચોરે અને ચોંટે ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે

જોકે દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને તેઓએ હાલમાં પણ અરુણસિંહ રણા જાતે જ ડેરી ચલાવે છે અને દૂધધારા ડેરીના સ્પર્ધાત્મક હોવા છતાં ચૂંટણીમાં પેનલ ઉતારે તે અયોગ્ય હોવાના આક્ષેપ કરી ઘનશ્યામ પટેલ પર પણ ગંભીર પ્રકારની ટિપ્પણી કરી છે ઘનશ્યામ પટેલ મેન્ડેટ મેળવનાર પ્રકાશ દેસાઈને જીતાડવા પોતાના ઉમેદવાર દીપક પાદરીયા પાસે ઉમેદવારી પરત ખેંચાવી લીધી હોવાનું પણ તેઓ આક્ષેપ કર્યા છે

પ્રકાશ દેસાઈ અને અરુણસિંહ રણા શું પ્રદેશ ભાજપ સામે ઘૂંટણીયે પડશે...?

અરુણસિંહ રણાનું મૂળ ગોત્ર કોંગ્રેસી છે જ્યારે પ્રકાશ દેસાઈનું મૂળ ગોત્ર બીટીપી છે બંનેની જોડીએ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ પેનલ ઉતારી છે જેના પગલે દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ મંગળવાર ની સાંજ સુધી પરત ખેંચવાનો સમય છે તેવામાં પ્રદેશમાંથી પણ એડી ચોટી નું જોડ લગાવવામાં આવી રહ્યું છે ત્યારે અરુણસિંહ રણા કે જેવો સહકારી ક્ષેત્રના કિંગ માનવામાં આવે છે તેઓ પોતાની પેનલ યથાવત રાખશે કે પછી પ્રદેશ ભાજપ સામે ઘૂટાણીએ પડશે તે પ્રશ્ન ઉભો થઈ ગયો છે

ભાજપના પૂર્વ પ્રમુખની પેનલના 9 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા... 3 મંગળવારે ઉમેદવારી ફોર્મ ખેંચાશે..

ગીતાબેન રમેશભાઈ વસાવા
નર્મદાબેન રમેશભાઈ વસાવા
મેસુબેન અનિલભાઈ વસાવા
દીપકભાઈ પ્રહલાદભાઈ પાદરીયા
જગસીહ ચાંદાભાઈ ભરવાડ
સુમિત્રાબેન ફુલજીભાઈ વસાવા
નગીનભાઈ આટોલ ભાઈ પટેલ
ગોવિંદભાઈ ડાહ્યાભાઈ પટેલ
જીતેન્દ્રભાઈ કાંતિભાઈ દેસાઈ

ભાજપ પ્રદેશે જે 15 ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે તેમને જીતાડીશું :- ભાજપ પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ

ભાજપ વિરોધી પ્રવૃત્તિ અમે નહીં કરીએ અને ભાજપ પ્રદેશમાંથી જે 15 ઉમેદવારોને મેન્ડેટ અપાયા છે તેમને જીતાડીશું અને પ્રદેશમાં પણ આ બાબતે કહેવાયું છે કે પ્રદેશ ભાજપે જે પણ મેન્ડેટો આપ્યા છે તેમને જીતાડીને જ રહીશું જેથી હાલ ઉમેદવારી ફોર્મ ખેંચવામાં આવ્યા છે અને ઘનશ્યામભાઈ પટેલના દીકરા સાગરભાઇ પટેલ પણ ઉમેદવારી ફોર્મ પરત લેનાર છે તદુપરાંત આજે જે ઉમેદવારી ફોર્મ પરત લેવામાં આવ્યા છે તે પણ ભાજપના જ પૂર્વ પ્રમુખની પેનલના હોવાનું ઘનશ્યામ પટેલે કહ્યું હતું

 

અહેવાલ: દિનેશ મકવાણા ભરૂચ 

આ પણ વાંચો:     શક્તિપીઠ અંબાજી મંદિરમાં 10 સપ્ટેમ્બરે પ્રક્ષાલન વિધિ યોજાશે,આરતીના સમયમાં કરાયો ફેરફાર

Tags :
Bharuch District PoliticsBharuch Dudhdhara Dairy ElectionBJP Internal ConflictElection Form WithdrawalGujarat FirstSeparate Panel Controversy
Next Article