Bhavangar : 8 શખ્સે ઘરમાં ઘૂસી મહિલાઓ સાથે ઝપાઝપી કરી ગડદાપાટુનો માર માર્યાનો આરોપ
- Bhavangar નાં ઉમરાળામાં દેવળીયા ગામે પાટીદાર દંપતી પર હુમલો
- શનિવાર 15 નવેમ્બરે ખેડૂત ધનજીભાઈ અને પરિવારને મૂઢ માર માર્યાનો આરોપ
- પ્લોટ પચાવી પાડવાની બાબતે ગામનાં જ 8 શખ્સોએ હુમલો કર્યાનો આક્ષેપ
- પ્લોટની દિવાલ તોડી ઘરમાં ઘૂસી મહિલાઓ સાથે ઝપાઝપી કરી માર માર્યોનો આરોપ
- ઉમરાળા પો.સ્ટે.માં 8 શખ્સ સામે ફરિયાદ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
Bhavangar : ભાવનગરનાં ઉમરાળમાં દેવળીયા ગામે પાટીદાર દંપતી (Patidar Couple) પર હુમલો થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્લોટ પચાવી પાડવાની બાબતે ગામનાં જ 8 શખ્સ એ શનિવાર એટલે કે 15 નવેમ્બરનાં રોજ ખેડૂત ધનજીભાઈ અને તેમના પરિવારને મૂઢ માર માર્યો હોવાની ફરિયાદ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં (Umrala Police Station) થતાં પોલીસે કુલ 8 લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Khambhalia : વિદેશી નાગરિક ઝડપાયો : વિઝા પૂરો થયા પછી પણ ગેરકાયદે રહેતો સીરિયન યુવક
Bhavangar નાં દેવળીયા ગામે પાટીદાર દંપતી પર જીવલેણ હુમલાનો આરોપ
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરનાં (Bhavangar) ઉમરાળ તાલુકાના દેવળીયા ગામે રહેતા દંપતી પર જીવલેણ હુમલો થયા હોવાની ઘટના સામે આવી છે. આરોપ અનુસાર, દેવળીયા ગામનાં (Devaliya Village) ખેડૂત ધનજીભાઈ વશરામભાઈ ધોરાજીયા અને તેના પરિવાર પર બે દિવસ પહેલા એટલે કે શનિવારનાં રોજ જીવલેણ હુમલો કરી મૂઢ માર મારવા મારવામાં આવ્યો હતો. ધનજીભાઈનો પ્લોટ પચાવી પાડવાની બાબતે ગામના ગભા ખેગારભાઈ ગમારા સહિત આઠેક જેટલા લોકોએ આ હુમલો કર્યો હોવાનાં આક્ષેપ થયા છે.
આ પણ વાંચો - Ahmedabad : 7 વર્ષ જૂનો પાટીદાર અનામત આંદોલન કેસ : વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ સામે આજે કોર્ટમાં ચાર્જ ફ્રેમ
ઉમરાળા પોલીસમાં 8 લોકો સામે ફરિયાદ થતા ગુનો નોંધાયો
આ મામલે ખેડૂત ધનજીભાઈ ધોરાજીયાએ 8 શખ્સ સામે ઉમરાળા પોલીસમાં (Umrala Police Station) ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપ છે કે તમામ શખ્સોએ ધનજીભાઈના પ્લોટની દિવાલ તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ધનજીભાઈ, તેમના પત્ની પ્રભાબેન અને વૃદ્ધ માતા રાધાબેનને ઢીકાપાટુંનો ઢોર મારમારી જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે ફરિયાદ થતાં પોલીસે ગભા ખેગાર ગમારા, કુલદીપ ગભા ગમારા, ઈંદુ ગભા ગમારા, રતા ઈંદુ ગમારા, માતર રામા ગમારા, સુરેશ ખેગાર ગમારા, રતા ગમારાનો મોટો દીકરો, વિરમ ખેગાનો નાનો દીકરો મળી કુલ 8 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધર છે.
આ પણ વાંચો - Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લામાં સફેદ રેતીનો કાળો કારોબાર, ગ્રામજનો ભરાયા રોષે


