Bhavanagar : આવાસ યોજનાનાં મકાનો ભાડે આપવાના કૌભાંડનો પર્દાફાશ! હવે તંત્રની કાર્યવાહી
- Bhavnagar માં આવાસ કૌભાંડ પર કાર્યવાહી
- આવાસ યોજનાના મકાનો ભાડે આપવાનું કૌભાંડ
- મનપાએ 104 મકાન માલિકોને ફટકારી નોટિસ
- પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાડૂઆતોનો કબજો
Bhavnagar : સરકાર દ્વારા ઘર વિહોણા લોકોને સસ્તી કિંમતમાં પોતાનું ઘર ખરીદી શકે તે માટે આવાસ યોજના (Housing Scheme) અંતર્ગત ઘર બનાવવામાં આવે છે. ત્યારે ભાવનગરમાં આવાસ યોજના કૌભાંડમાં (Housing scheme scam) મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આવાસ યોજનાના મકાનો ભાડે આપવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે. મનપાએ 104 મકાન માલિકને નોટિસ ફટકારી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં (Pradhan Mantri Awas Yojana) ભાડૂઆતોનો કબજો હોવાનું સામે આવ્યું છે. ફુલસરમાં (Fulsar) 104 મકાનમાં મૂળ લાભાર્થીઓ રહેતા નથી.
આ પણ વાંચો -Ahmedabad: સેવન્થ-ડે સ્કૂલનો વહીવટ આખરે સરકારે સંભાળ્યો
Bhavnagar માં આવાસ કૌભાંડ મામલે કાર્યવાહી , 104 મકાન માલિકોને નોટિસ
ભાવનગર શહેરમાં (Bhavnagar) આવાસ યોજનાનાં મકાનો ભાડે આપવાનાં ચાલતા ધંધા સામે મનપાએ લાલ આંખ કરી છે. તંત્રએ આવા મકાન માલિકોને નોટિસ ફટકારી છે અને 3 દિવસમાં મકાન ખાલી કરાવવાનો આદેશ આપ્યો છે. આવાસ યોજનાના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવતા જ મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) હેઠળ બનાવવામાં આવેલા 256 મકાનમાંથી 104 મકાન ભાડે આપ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. મનપાની તપાસમાં વધુ મોટા ખુલાસા થવાની વકી છે. પીએમ આવાસ યોજનાના મકાનોનો દુરુપયોગ થતો હોવાનું ધ્યાને આવતા જ મનપા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
Bhavnagar : ગેરકાયદે ભાડા પર કમાણી કરતા
આવાસ મકાન માલિકો પર
મનપાએ સપાટો બોલાવ્યો! | Gujarat Firstભાવનગરમાં આવાસ કૌભાંડ પર કાર્યવાહી
આવાસ યોજનાના મકાનો ભાડે આપવાનું કૌભાંડ
મનપાએ 104 મકાન માલિકોને ફટકારી નોટિસ
પીએમ આવાસ યોજનાના મકાનોનો દુરુપયોગ
ભાડૂઆતોને પણ ફટકારાઈ નોટિસ… pic.twitter.com/2DdagASNfJ— Gujarat First (@GujaratFirst) December 15, 2025
આ પણ વાંચો -Gir Somanath માં હાઈવે પર ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત, 2ના મોત
કુલ 256 માંથી 104 મકાનો ભાડે અપાયા હોવાનો ખુલાસો
ભાવનગર મનપાએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર કરવામાં આવેલા મકાનમાં ભાડૂઆત રહેતા હોવાની માહિતી મળતા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી હતી. મનપાના અધિકારીઓએ અચાનક તપાસ હાથ ધરી હતી ત્યારે 256 માંથી 104 મકાનો ભાડે અપાયા હોવાનો ખુલાસો થયો છે. મકાન માલિકો સાથે ભાડૂઆતોને પણ નોટિસ ફટકારવામાં આવી છે.
આ પણ વાંચો -SIR : ઝુંબેશ સફળ-ગુજરાતના 26 જિલ્લામાં મતદાર યાદીમાં '0' વિસંગતતા!


