Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar ACB નો સપાટો, ફાયર ઓફિસર 2 લાખની લાંચ લેતા પકડાયો

ભાવનગરના સરકારી તંત્રમાં ઈમાનદારીના મુખવટા પાછળ ખેલાતો લાખોની લાંચનો ખેલ આખરે એસીબીની સતર્કતાથી ખુલ્લો પડી ગયો છે. એક સહીની કિંમત લાખોમાં વસૂલતા ઉચ્ચ અધિકારી અને તેમના સાથીદાર કેવી રીતે છટકામાં ફસાયા, તે ઘટના કોઈ ફિલ્મી ડ્રામાથી ઓછી નથી.
bhavnagar acb નો સપાટો  ફાયર ઓફિસર 2 લાખની લાંચ લેતા પકડાયો
Advertisement
  • Bhavnagar માં ACBની સફળ ટ્રેપ: ફાયર વિભાગનો અધિકારી લાંચ કેસમાં ઝડપાયો
  • ડેપ્યુટી રીજનલ ફાયર ઓફિસર મહેશકુમાર પટેલે માંગી હતી 5 લાખની લાંચ
  • ફાયર સેફ્ટી પ્લાન અને સર્ટિફિકેટ મંજૂર કરવાના બદલે કરી હતી માંગણી
  • એસીબીએ છટકું ગોઠવી 2 લાખની રોકડ રકમ સાથે વચેટિયાને દબોચ્યો
  • મુખ્ય આરોપી અધિકારી મહેશકુમાર પટેલની પોતાની જ કચેરીમાંથી કરાઈ ધરપકડ
  • ભ્રષ્ટાચાર વિરોધી વિભાગે લાંચની રકમ કબજે કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો

Bhavnagar: ભ્રષ્ટાચાર વિરોધી વિભાગ (Anti-Corruption Bureau - ACB) એ ભાવનગરમાં એક મોટી કાર્યવાહી કરી છે. શહેરના ફાયર વિભાગમાં (Fire Department) ફરજ બજાવતા ઉચ્ચ અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાતા સરકારી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. ડેપ્યુટી રીજનલ ફાયર ઓફિસર (Deputy Regional Fire Officer) મહેશકુમાર પટેલ સામે લાંચનો ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી છે.

Bhavnagar_gujarat_first

Advertisement

Bhavnagar: 5 લાખની માંગી હતી લાંચ

મળતી વિગતો અનુસાર, આ સમગ્ર મામલો ફાયર સેફ્ટી પ્લાન અને સર્ટિફિકેટ એપ્રુવલ (Fire Safety Certificate Approval) સાથે જોડાયેલો છે. એક જાગૃત નાગરિકના કામ માટે આ અધિકારીએ કુલ 5 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ઘણી રકઝક બાદ, પ્રથમ હપ્તા તરીકે આજે 2 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જોકે, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત જ એસીબીનો સંપર્ક સાધ્યો હતો.

Advertisement

ACB એ છટકુ ગોઠવી કાર્યવાહી કરી

એસીબીની ટીમે આયોજનબદ્ધ રીતે છટકું (ACB Trap) ગોઠવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન મહેશકુમાર પટેલ વતી પ્રકાશ ચૌહાણ નામના શખ્સે 2 લાખ રૂપિયાની લાંચ સ્વીકારી હતી. જેવી રકમ સ્વીકારવામાં આવી કે તરત જ એસીબીના જવાનોએ ત્રાટકીને લાંચની રકમ કબજે કરી હતી. મુખ્ય સૂત્રધાર મહેશકુમાર પટેલને તેની કચેરીમાંથી જ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. એસીબીએ હાલમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી અધિકારીની મિલકતો અને અન્ય સંડોવણી અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Gandhinagar: ગિફ્ટ સિટીમાં આકાર પામશે દેશની ખ્યાતનામ લીલાવતી હોસ્પિટલ, જાણો કેવી હશે સુવિધાઓ?

Tags :
Advertisement

.

×