Bhavnagar: હનુમાન જયંતીના દિવસે વિવિધ ક્ષેત્રનાં એવોર્ડ એનાયત કરાયા, ગાયન, વાદ્યનૃત્ય માટે હનુમંત એવોર્ડ એનાયત
- ભાવનગરનાં મહુવા ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરાઈ
- મહુવા ખાતે આવેલ હનુમાનજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
- હનુમાન જયંતીને લઈ મંદિર ખાતે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરાયું
મહુવા ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે મોરારીબાપુ (Morari Bapu) નિશ્રામાં ગુરુ શુક્ર શનિ એમ ત્રણ દિવસ 48મી હનુમાન (Bhavnagar Hanuman Jayanti) સંગીત મહોત્સવ સાથે જયંતિ ઉજવણી કરવામાં આવી છે. હનુમાન જયંતી (Bhavnagar Hanuman Jayanti) ના દિવસે વિવિધ ક્ષેત્રના એવોર્ડ પણ કરીને વંદના કરવામાં આવી હતી. મોરારીબાપુ (Morari Bapu) ની પ્રેરણા અને માર્ગદર્શન સાથે તલગાજરડા ચિત્રકૂટ ધામ ખાતે હનુમાનજી મહારાજને શિષ્ય રૂપે સંગીતાજલી અર્પણ કરીને હનુમાન જન્મત્સવ 2025 ની ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Ahmedabad: થલતેજમાં અંજની માતા મંદિરમાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા, મંદિર ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું
તેમ જ સંસ્કૃત ભાષાની સેવા કરનાર વિદ્વાન મહિલાને અપાતો ભામતી પુરસ્કાર ડોક્ટર પુનિતાબેન દેસાઈ વલસાડ વાળાને અર્પણ કરાયો હતો. બીજો સંસ્કૃત ભાષાનો વાચસ્પતિ પુરસ્કાર ડોક્ટર ગિરીશ જાની મુંબઈ ભારતીય વિદ્યાભવનને એનાયત કરાયો હતો. જ્યારે કૈલાશ લલિતકલા એવોર્ડ જલાલ ચિત્ર વડોદરાને, સદભાવના એવોર્ડ ગુલઝાર અહેમદ કશ્મીર વાળા અને અવિનાશ વ્યાસ સુગમ સંગીત એવોર્ડ તથા હરિશ્ચંદ્ર જોશી બોટાદને અર્પણ કરીને તેઓની વંદના કરવામાં આવી હતી. એવોર્ડ અર્પણ વિધિ બાદ સમગ્ર ઉપક્રમ ના પ્રેરણા સ્તોત્ર અને માર્ગદર્શન મોરારીબાપુનું પ્રાચીન રહ્યું હતું.
આ પણ વાંચોઃ Sad demise : કથકના એક યુગનો અંતઃ-પદ્મ વિભૂષણ નૃત્યાંગના કુમુદિની લાખિયાનું નિધન