Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar માં BJP ઉમેદવારોએ મતદારોને રિઝવવા અપનાવ્યો અનોખો અંદાજ

ભાવનગરમાં સ્થાનિક ચૂંટણીના પ્રચારમાં ભાજપે વિન્ટેજ કાર અને ઓપન જીપનો અનોખો પ્રયોગ કરી આકર્ષણ જમાવ્યું છે. વડવા વિસ્તારમાં પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયાની હાજરીમાં ત્રણ ઉમેદવારોએ ભવ્ય બાઇક રેલી અને રોડ-શો યોજી લોકસંપર્ક કર્યો હતો. આ હાઇટેક પ્રચાર પદ્ધતિ શહેરભરમાં ચર્ચાનો વિષય બની છે અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
bhavnagar માં bjp ઉમેદવારોએ મતદારોને રિઝવવા અપનાવ્યો અનોખો અંદાજ
Advertisement
  • Bhavnagar ના સ્થાનિક ચૂંટણી પ્રચાર માટે નવા પ્રયોગ
  • ભાજપના પ્રચારકોએ વિન્ટેજ કારમાં કર્યો ચૂંટણી પ્રચાર
  • ત્રણ ઉમેદવારોએ કર્યો ચૂંટણી માટે પ્રચાર

Bhavnagar BJP: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષો ચૂંટણી જીતવા અનેક કીમિયાઓ અપનાવી રહ્યા છે.  ત્યારે ભાવનગરમાં (Bhavnagar) ભાજપના ઉમેદવારોનો અનોખો અંદાજ જોવા મળ્યો છે.  આ વખતે ભાજપ (BJP)  ઉમેદવારો પરંપરાગત પ્રચાર પદ્ધતિને બાજુ પર મૂકીને આકર્ષક અને નવીન પ્રયોગ હાથ ધર્યો છે. આજે જ્યારે શહેરના માર્ગો પર જ્યારે વિન્ટેજ કાર (Vintage Car) અને ઓપન જીપનો કાફલો નીકળ્યો ત્યારે લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું.

Bhavnagar BJP: ઓપન જીપ આકર્ષણનું કેન્દ્ર

ચૂંટણી પ્રચારના ભાગરૂપે ભાજપના પ્રચારકોએ આલીશાન વિન્ટેજ કારમાં સવાર થઈને લોકસંપર્ક (Public Contact) કર્યો હતો. ખાસ કરીને વડવા (Vadva) વિસ્તારમાં ભાજપના ત્રણ ઉમેદવારોએ (Candidates) મતદારોને રિઝવવા માટે રસ્તાઓ પર રેલી કાઢી હતી. આ પ્રચારમાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડીયા (Rajubhai Rabadiya) ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરોમાં ઉત્સાહ પૂર્યો હતો. પ્રચારકો ઓપન જીપમાં (Open Jeep) સવાર થઈને હાથ હલાવી મતદારોનું અભિવાદન ઝીલતા નજરે પડ્યા હતા.

Advertisement

BHAVNAGAR_BJP_GUJARATFIRST

Advertisement

ભવ્ય બાઇક રેલીનું આયોજન

કેસરીયો માહોલ બનાવવા માટે ભાજપ દ્વારા એક વિશાળ બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સેંકડો કાર્યકરોએ બાઇક પર સવાર થઈને પક્ષના ઝંડા સાથે સમગ્ર વિસ્તાર ગજવી મૂક્યો હતો. સ્થાનિક નેતાઓનું માનવું છે કે આ પ્રકારના પ્રયોગોથી યુવા મતદારો (Young Voters) અને સ્થાનિક નાગરિકોમાં પક્ષ પ્રત્યે આકર્ષણ વધે છે. સોશિયલ મીડિયાના યુગમાં આ પ્રકારના 'ફોટોજેનિક' પ્રચારથી ડિજિટલ પ્લેટફોર્મ (Digital Platform) પર પણ રીચ વધારવામાં મદદ મળે છે.

BHAVNAGAR_BJP_GUJARATFIRST

રાજકીય ગરમાવો

ભાવનગરની આ બેઠકો પર જીત મેળવવા માટે ભાજપે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. રાજુભાઈ રાબડીયાના નેતૃત્વમાં વડવા વિસ્તારના પ્રચારને વધુ વેગ મળ્યો છે. મતદારો પણ ઉમેદવારોના આ નવા અંદાજને આવકારી રહ્યા છે.

આ પણ વાંચોઃRajkot માં DyCM હર્ષભાઈ સંઘવીનો પ્રચંડ પ્રચાર, રોડ શો શરૂ

Tags :
Advertisement

.

×