Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: ભાજપનું શક્તિપ્રદર્શન, પ્રદેશ અધ્યક્ષે 'વિકાસ સંકલ્પ સભા' થી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો

ભાવનગરના રાજકારણમાં ગરમાવો લાવતી એક મોટી ઘટના સામે આવી છે, જ્યાં સત્તાધારી પક્ષના અગ્રણી નેતાએ પાલીતાણાની ધરતી પરથી વિરોધીઓ સામે શિંગડા ભેરવ્યા છે. વિકાસના નામે મતોની માંગણી સાથે શરૂ થયેલું આ અભિયાન શું ખરેખર જનતાના દિલ જીતવામાં સફળ રહેશે? ગ્રામીણ વિસ્તારોમાં જે રીતે જનમેદની એકઠી થઈ રહી છે,
bhavnagar  ભાજપનું શક્તિપ્રદર્શન  પ્રદેશ અધ્યક્ષે  વિકાસ સંકલ્પ સભા  થી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો
Advertisement
  • Bhavnagar ના પાલીતાણામાં ભાજપનો વિજય હુંકાર!
  • વાળુંકડ ગામે જગદીશભાઈ વિશ્વકર્માની વિકાસ સંકલ્પ સભા યોજાઈ
  • ભાવનગરની તમામ બેઠકો ભાજપ જીતશે: જગદીશભાઈ વિશ્વકર્મા
  • જનતાનો ભાજપ પર અતૂટ વિશ્વાસ હોવાનો મંત્રીએ કર્યો દાવો
  • સરકારની વિકાસગાથા સાથે ભાજપે પ્રચારના શ્રીગણેશ કર્યા
  • જંગી જનમેદની વચ્ચે વિરોધીઓને પછાડવા કાર્યકરોને આહવાન

Bhavnagar: ગુજરાતમાં આગામી સ્થાનિક અને રાજ્ય સ્તરની રાજકીય હલચલ વચ્ચે ભાજપ (BJP) દ્વારા જનસંપર્ક અભિયાન તેજ કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા (Palitana) તાલુકાના વાળુંકડ ગામે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) ની અધ્યક્ષતામાં 'વિકાસ સંકલ્પ સભા' (Vikas Sankalp Sabha) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા.

Advertisement

Advertisement

Bhavnagar: વિકાસના કાર્યોનો ચિતાર રજૂ કર્યો

સભાને સંબોધતા જગદીશભાઇ વિશ્વકર્માએ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસના કાર્યોનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લાની તમામ બેઠકો પર ફરી એકવાર ભાજપનો ભવ્ય વિજય થશે. જનતાના ઉત્સાહ અને મળી રહેલા જનસમર્થન (Public Support) ને જોતા તેમણે દાવો કર્યો હતો કે વિરોધ પક્ષો ક્યાંય રેસમાં દેખાતા નથી.

Bhavnagar_gujarat_first

જગદીશભાઇએ pm મોદીના વખાણ કર્યા હતા

જગદીશભાઇએ વધુમાં ઉમેર્યું કે, "રાજ્યની જનતાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ડબલ એન્જિન સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે. ભાજપની કાર્યપદ્ધતિ અને છેવાડાના માનવી સુધી પહોંચવાની રણનીતિને કારણે ભાવનગર જ નહીં, પણ સમગ્ર ગુજરાતમાં ભાજપના ફાળે જ બેઠકો જશે." આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનોએ પણ ભાજપને મજબૂત બનાવવાના શપથ લીધા હતા. ચૂંટણીલક્ષી આ માહોલમાં ભાજપનું આ શક્તિપ્રદર્શન વિરોધી છાવણીમાં ચિંતા જન્માવી શકે છે. સભાના અંતે જગદીશભાઇએ કાર્યકરોને 'પેજ કમિટી' અને બૂથ સ્તર સુધી કામગીરી વધુ વેગવાન બનાવવા આહવાન કર્યું હતું.

આ પણ વાંચો: Palanpur: ચૂંટણી પહેલા જ જંગ જામ્યો, કોંગ્રેસ ઉમેદવાર ભાજપ નેતા સાથે આવી ફોર્મ પરત ખેંચ્યું

Tags :
Advertisement

.

×