ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar: સંબંધોને લાંછન લગાવતો કિસ્સો, પતિએ મિત્રો સાથે સંબંધ બાંધવા પત્નીને મજબૂર કરી અને...

દેવું માફ કરવા માટે મિત્રો સાથે સંબંધ બાંધવા પતિએ કર્યું દબાણ ભાવનગરમાં બન્યો પતિ અને પત્નીના સંબંધોને લાંછન કિસ્સો એક બે નહીં પરંતુ છ મિત્રો સાથે સંબંધ રાખવા માટે કર્યું દબાણ પત્ની જીવ બચાવી ભાગી અને પોલીસે સ્ટેશનમાં નોધાવી...
07:49 PM Sep 10, 2024 IST | VIMAL PRAJAPATI
દેવું માફ કરવા માટે મિત્રો સાથે સંબંધ બાંધવા પતિએ કર્યું દબાણ ભાવનગરમાં બન્યો પતિ અને પત્નીના સંબંધોને લાંછન કિસ્સો એક બે નહીં પરંતુ છ મિત્રો સાથે સંબંધ રાખવા માટે કર્યું દબાણ પત્ની જીવ બચાવી ભાગી અને પોલીસે સ્ટેશનમાં નોધાવી...
Bhavnagar
  1. દેવું માફ કરવા માટે મિત્રો સાથે સંબંધ બાંધવા પતિએ કર્યું દબાણ
  2. ભાવનગરમાં બન્યો પતિ અને પત્નીના સંબંધોને લાંછન કિસ્સો
  3. એક બે નહીં પરંતુ છ મિત્રો સાથે સંબંધ રાખવા માટે કર્યું દબાણ
  4. પત્ની જીવ બચાવી ભાગી અને પોલીસે સ્ટેશનમાં નોધાવી ફરિયાદ

Bhavnagar: ભાવનગરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે પતિ અને પત્નીના સંબંધોને લાંછન લગાવી છે. મૂળ વાત એવી છે કે, પતિનું દેવું વધી જતા તેણે સંબંધોની મર્યાદાને નેવે મૂકી દીધી છે. ભાવનગરમાં પતિએ પોતાની જ પત્નીને મિત્રો સાથે શરીર સંબંધ રાખવા માટે દબાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. પતિને દેવું એટલું વધી ગયું કે, પોતાની પત્નીને તેના મિત્રો સાથે સંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું. જો કે, પત્ની પોતાનો જીવ બચાવીને ત્યાથી ભાગી ગઈ હતી. ત્યાંર બાદ તેણે પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: Parshottam Rupala સામે ફરી એકવાર રાજપૂત સમાજ આકરા પાણીએ, તમામ હોદ્દા પરથી મુક્ત કરવા માંગ

પોતાની પત્નીને તેના મિત્રો સાથે સંબંધ રાખવા માટે દબાણ કર્યું

નોંધનીય છે કે, પતિને દેવું થઈ જતા પત્નીને બુધેલ ખાતે વાડીમાં લઈ જવાાં આવી અને પતિના 6 મિત્રો સાથે સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. જો તે તેના મિત્રો સાથે સંબંધ બાંધશે તો તેનું દેવું ચૂકતે થઈ જશે તેવી વાત પતિએ કહ્યું અને શરીર સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. એટલું જ નહીં પરંતુ પત્ની સાથે જબરજસ્તી પણ કરવામાં આવી અને પતિ સહિત 6 મિત્રોએ ઝેરી દવા પીવડાવવાની કોશિશ પણ કરી હતીં. જો કે, ગમે તેમ કરીને પત્ની ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભાગી ગઈ અને પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવતા મામલો સામે આવ્યો છે.

આ પણ વાંચો: Statue Of Unity નો એક Photo થયો Viral, હકીકત જાણવા માટે થયું fact Check! નોંધાઈ ફરિયાદ

વરતેજ પી.એસ.આઈએ અરજીના આધારે કાર્યવાહી હાથ ધરી

પત્નીએ પોતાના પતિ સામે એસ.પી કચેરી ખાતે રજૂઆત કરી અને વરતેજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. નોંધનીય છે કે, ઘટનાને ગંભીરતાથી લેતા વરતેજ પી.એસ.આઈએ અરજીના આધારે પતિ સહિત તેના મિત્રા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. આખરે એક પતિ પોતાની જ પત્ની સાથે આવી રીતનું વર્તન કઈ રીતે કરી શકે? મહત્વની વાત એ પણ છે કે, તેના મિત્રોએ પણ દેવું માફ કરવાના બદલે તેની પત્ની સાથે સંબંધ રાખવાની માંગ કરી હતી.

આ પણ વાંચો: Talala Health Centre: હોસ્પિટલની બેદરકારીના કારણે દર્દીઓને ભારે હાલાકી, બાંકડા પર ચડી રહ્યાં છે બાટલા

Tags :
BhavnagarBhavnagar Latest NewsGUJARATIGujarati NewsGujarati Samacharhusband and wifeLatest Gujarati SamacharVimal Prajapati
Next Article