Bhavnagar Crime: પતિના કથિત ત્રાસથી પરિણીતાનું મોત, પોલીસ ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ
ભાવનગરના આંગણે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ ચકચાર જગાવી છે. ચાર વર્ષના સથવારા બાદ એક પરિણીતાએ અંતિમ પગલું ભરી જીવન ટૂંકાવી લીધું ત્યારે પાછળ રહી ગઈ છે અનેક સવાલોની વણઝાર. શું પ્રેમમાં મળેલા દગો કે રોજિંદા કલેશનું આ પરિણામ છે?
Advertisement
Bhavnagar Crime: ભાવનગરમાં મહિલા આપઘાતની એક દુઃખદ અને ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં છેલ્લા બે મહિના પહેલા બનેલી એક ઘટનાએ હવે કાયદાકીય વળાંક લીધો છે. મળતી માહિતી મુજબ, એક પરણિતાએ ઝેરી દવા પીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. આ કેસમાં મૃતકની માતાએ જમાઈ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.

