Bhavnagar : અકવાડાથી દારૂ લાવી ઘોઘામાં વેચાણ કરે તે પહેલા જ બુટલેગરને પોલીસે દબોચી લીધો
Bhavnagar : ઘોઘા બસ સ્ટેન્ડ પાસેથી દેશી દારૂ સાથે એક ઈસમને ઘોઘા પોલીસે ઝડપી લીધો છે. બહારથી દારૂ લાવીને વેચાણ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી અને ઘોઘા પોલીસે દેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પોલીસે કાર્યવાહી કરી છે.
Advertisement
Bhavnagar : ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ લાવીને છૂટક વેચાણ કરતા શખ્સની પોલીસે ધરપકડ કરી છે. ઘોઘા બસ્ટેન્ડ પાસેથી દેશી દારૂ સાથે કાસમભાઈ હસનભાઈ શેખને ઘોઘા પોલીસે ઝડપી લીધો છે. ભાવનગર અક્વાડા ખાતેથી દેશી દારૂ લાવી ઘોઘા ખાતે વેચાણ કરે તે પહેલા જ પોલીસની કાર્યવાહી સામે આવી છે. પોલીસ દ્વારા પ્રોહી એક્ટ કલમ 65 ડબલ એ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

