Bhavnagar:પંડ્યા ડેરીની મીઠાઈમાંથી નીકળી જીવાત, ગ્રાહકે દુકાને પહોંચી તપાસ કરતા થઈ ગયા સ્તબ્ધ!
- ભાવનગર (Bhavnagar) શહેરમાં મીઠાઈના ગ્રાહકને થયો કડવો અનુભવ
- બોરતળાવ રોડ પર પંડ્યા ડેરીની મીઠાઈમાંથી નીકળી જીવાત
- ગ્રાહકે દુકાને પહોંચી તપાસ કરતા તેમાંથી પણ જીવાત નીકળી
- આરોગ્યને નુકસાન થાય તે પ્રકારની મીઠાઈનું ખુલ્લેઆમ વેચાણ
- ભાવનગર મનપાના આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી
- આરોગ્ય વિભાગ આવા દુકાનદારો સામે કાર્યવાહી કરે તેવી માગ
Bhavnagar: રાજ્યમાં વારંવાર ખાવા પીવાની વસ્તુંઓમાંથી જીવાત નિકળવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવો જ કિસ્સો હવે ભાવનગરમાંથી (Bhavnagar) પણ સામે આવ્યો છે. ભાવનગર શહેરમાં મીઠાઈના ગ્રાહકને કડવો અનુભવ થયો છે. શહેરના લાલટાંકી વિસ્તારમાં આવેલા પંડ્યા મીઠાઈમાંથી ખરીદેલી મીઠાઈમાં જીવાત નીકળી હતી.
ડેરીની મીઠાઈમાંથી નીકળી જીવાત
પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર શહેરના લાલટાંકી વિસ્તારમાં આવેલા પંડ્યા મીઠાઈમાંથી ખરીદેલી મીઠાઈમાં જીવાત નીકળીતા હોબાળો મચી જવા પામ્યો છે. ભાવનગર શહેરમાં રહેતા સંજયભાઈ જાડાવ નામના ગ્રાહકે શહેરના દેસાઈનગર લાલટાંકી વિસ્તારમા આવેલી પંડ્યા મીઠાઈ નામની ફરસાણની દુકાનેથી ખરીદેલી ખજૂર પાક મીઠાઈ ખરીદી હતી. જ્યારે તેમણે આ મીઠાઈ જોઈ તો તેમાં જીવાત દેખાઈ હતી જે જોઈને ગ્રાહક સ્તબ્ધ થઈ ગયા હતા.
દુકાને રાખવામાં આવેલી મીઠાઈમાંથી પણ જીવાત નીકળી
ખજૂર પાક મીઠાઈમાં જીવાત નીકળતા ગ્રાહક દ્વારા દુકાનદારને ફરિયાદ કરવામાં આવી હતી, જે બાદ ગ્રાહકે મીઠકઇની દુકાને પહોંચી ત્યાં રાખવામાં આવેલી મીઠાઈની તપાસ કરતા તેમાંથી પણ જીવાત નીકળી હતી. આમ દુકાનદાર જીવાતવાળી મીઠાઈ ગ્રાહકોને પધારવા હોવાનું સામે આવતા ગ્રહાકોમાં રોષની લાગણી વ્યાપી છે. આ મામલે ગ્રાહકે દુકાનદાર સામે આક્રોશ વ્યક્ત કરતા દકાનદાર સામે કાર્યવાહીની માંગ કરી છે.
આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી
મહ્તવનું છે કે, ભાવનગરમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીના કારણે આરોગ્યને નુકશાન થાય એ પ્રકારની મીઠાઈનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે,આરોગ્ય વિભાગ ઊંઘમાંથી જાગી આવા દુકાનદારો સામે કડક કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે.
આ પણ વાંચો: Surat: MLA કુમાર કાનાણીને કેમ લખવો પડ્યો મેયરને પત્ર?, જાણો શું કરી રજૂઆત!