ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar : ઉમરાળાનાં લંગાળા ગામે ખેડૂતો મંડળીનાં વહીવટથી પરેશાન, પ્રમુખ સહિત હોદ્દેદારોની મનમાની

ભાવનગરના લંગાલા ગામે મંડળીનાં વહીવટકર્તાઓ દ્વારા ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. જેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
11:57 PM Apr 20, 2025 IST | Vishal Khamar
ભાવનગરના લંગાલા ગામે મંડળીનાં વહીવટકર્તાઓ દ્વારા ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. જેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
bhavnagar news gujarat first

ભાવનગરનાં ઉમરાળાનાં લંગાળા ગામનાં ખેડૂતો મંડળીના વહીવટથી લોકો પરેશાન છે. લંગાળા ગામમાં આવેલ સહકારી મંડળીમાં ખેડતોને લેવડ દેવડ માટે રાત્રીના સમયે બોલાવવામાં આવે છે. દિવસે લંગાળા ગામની સહકારી મંડળી દ્વારા સવારે તડકો હોઈ ખેડૂતોને રાત્રીના સમયે આવવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. સહકારી મંડળીનાં વહીવટની વ્યથા ખેડૂતે પોતાનાં મોબાઈલમાં કેદ કરી હતી.

ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

દિવસે તાપ લાગતો હોવાથી સહકારી મંડળીના કર્મચારીઓ અને પ્રમુખ સહિતનાં હોદ્દેદારો તેમની મનમાની કરી રહ્યા છે. સહકારી મંડળીમાં કોઈ સમય જ ન હોવાનું કોલ રેકોર્ડિંગમાં પ્રમુખ જણાવી રહ્યા છે. રાત્રીનાં મંડળીના કામથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાત્રીના સમયે ખેડૂતોએ મંડળીમાં જઈ વિરોધ દર્શાવ્યો હતો. દિવસની કામગીરી રાત્રીમાં કરવામાં આવતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Gondal કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા 4 લોકોની અંતિમયાત્રા નીકળી, સમગ્ર વાતાવરણ શોકમય બન્યું

સરકારને વિનંતી કે આ મંડળીના લોકો સામે પગલા લે

આ બાબતે સેવા સહકારી મંડળીનાં સભ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે રાત્રીનો સમય સેટ થતો નથી અને દિવસે તેઓ કામ કરવું નથી. આ બાબતે મંડળીનાં પ્રમુખને ફોન કરતા પ્રમુખે જણાવ્યું હતું કે, અમારે મોજ આવે ત્યારે ખોલીએ મંડળી અને અમારે મોજ આવે ત્યારે બંધ કરીએ. મંડળીનું કોઈ ટાઈમ ટેબલ છે જ નહી. મંડળીનું કોઈ ટાઈમ ટેબલ ન હોય તો આ મંડળી શું કરીયાણાની દુકાન છે. ખેડૂત અત્યારે એટલો પરેશાન છે. સવારે 44 ડિગ્રી તાપમાનમાં તે વાડીએ જાય છે. રાત્રે થાકેલો આવે ત્યારે મંડળીનાં લોકો રાત્રે 2 વાગ્યે બોલાવે છે. સરકારને અમારી વિનંતી છે કે આ મંડળીનાં લોકો સામે પગલા લે.

આ પણ વાંચોઃ Gondal જયરાજસિંહ સામે મોરચો માંડનારા જિગિશા પટેલનો વધુ એક પડકાર, કહ્યું- આવા બે કોડિના જલ્લાદોની સામે લડુ છું

Tags :
Bhavnagar Farmers' AssociationBhavnagar NewsFarmers' AssociationGujarat FirstGUJARAT FIRST NEWSLangala VillagePresident's ArbitrarinessTroubled by Administration
Next Article