Bhavnagar: પતિએ પોતાની જ પત્નીને Honey Trap માં ફસાવવાનો પ્રયાસ કર્યો! પરંતુ પત્ની નીકળી હોશિયાર
- પતિએ જ પોતાની પત્નીને Honey Trap માં ફસાવવાની ઘમકી આપી
- મહિલાના મિત્રને પણ પતિએ ફસાવવાનો પ્રયત્ન કર્યો
- એક વ્યક્તિ સામે દુષ્કર્મની ફરિયાદ કરાવવા માટે પણ દબાણ કર્યું
Bhavnagar: ગુજરાત ચોંકાવનાર હની ટ્રેપ ઘટના સામે આવી છે. સામાન્ય રીતે હની ટ્રેપ બીજા અન્ય વ્યક્તિનો ઉપયોગ કરી હની ટ્રેપ ફસાવીને પૈસા પડાવવામાં આવતા હોય છે. પરંતુ ભાવનગર મહુવામાં એક પતિએ જ પોતાની પત્નીને હની ટ્રેપમાં ફસાવવાની ઘમકી આપી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ભાવનગરના મહુવા રહેતી 37 વર્ષ મહિલાને પોતાના પાડોશીના રહેતા યુવક સાથે પ્રેમ થતા તેની સાથે પરિવાર વિરૂદ્ધ જઈને પ્રેમ લગ્ન કર્યા હતા. પંરતુ તે યુવક ફોટોગ્રાફિ કરીને પૈસા કમાઈ રહ્યો છે તેવી જાણ તેની પત્નીને કરતો હતો. લગ્ન 1 વર્ષ સુધી બધું સામાન્ય જનજીવન ચાલી રહ્યું હતું.જેમ જેમ સમય જતાં તેના પતિના વર્તનમાં ફેરફાર જોવા મળ્યો અને તેની પત્નિ મેણાંટોણા મારતો હતો. અમુક સમયે તેને માર પણ મારવામાં આવતો હતો. તેની પત્નીના ભાઈ અવસાન થતા તેને પત્નીને તેના પિતા પાસે પોતાનો ભાગ માંગીને તેના નામે કરવાની ઘમકી આપવાની શરૂઆત કરી હતી. જેની તેને ના પાડતા તેની પર શારીરિક અને માનસિક ત્રાસ પાવાનું શરૂ કર્યું હતું. જેના કારણે બંને વચ્ચે પતિ પત્નિ સંબંધો બંધ થઈ ગયા હતા અને પીડિતાના પરિવાર જનનોએ તેને બોલવાનું બંધ કરી દીધું હતું.
મહેશને મહિલાના પતિ કરતૂત પહેલેથી જાણ હતી
એકવાર તેના પતિએ તેને કોલ કરીને કહ્યું કે, તું મહુવાના પ્રતિષ્ઠિત વ્યક્તિના મહેશ (નામ બદલેલ)ને ફોન કરીને હોટલમાં મળવા બોલવ. મહેશ તેની પત્નીનો મિત્ર હતો. જેથી મહેશ (નામ બદલેલ) ક્રિષ્ના હોટલમાં મળવા તૈયાર થયો હતો. મહેશ (નામ બદલેલ) હોટલમાં પહોંચી કહે છે કે, શા માટે મને મળવા બોલાવેલ છે. તો તેને કહ્યું મારા પતિને તારું કામ છે. મહેશને તેના પતિ કરતૂત પહેલેથી જાણ હતી જેથી તે તરત નીકળી ગયો. તે મહિલાનો પતિ ત્યાં આવ્યો કહેવા લાગ્યો કે,મહેશ કયા છે પણ તે નીકળી ગયો છે. તે યુવકને તેની પત્નીને કહ્યું કે,તું તે મહેશને કેમ જવા દીધો તેટલી જ વારમાં તેના મહિલાનો પતિ,દિયર અને અને 10 જેટલા લોકો ત્યાં આવ્યા અને મહિલા પતિ તેને કહ્યું તે મહેશ હની ટ્રેપ ફસાવી 50 લાખ રૂપિયા લેવાના હતા. ઘરે આવીને પણ તેને માનસિક ત્રાસ આપવામાં આવતું અને મહિલાને તેના પતિ દ્વારા સેલફોસ નામની દવા પીવડાવવામાં આવી પરંતુ તેનો પતિ ગભરાઈ જતા તેને દવાખાને લઈ ગયો અને ચાર દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Surat: ભારે વરસાદને પગલે મીંઢોળા નદીમાં પાંચમી વખત આવ્યું પૂર, લોકોના ઘરોમાં ભરાયા પાણી
મહિલા મહેશને ખોટી રીતે ફસાવવા માગતી ન હતી
મહિલાની હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ સતત દબાણ અને ધમકી આપવામાં આવતી અને કહેવામાં આવતું હતું કે, મહેશ જેવો બોકડો પરિવાર નહીં મળે તેના પિતા પાસે ખૂબ જ પૈસા છે ને ટ્રેક્ટર ની એજન્સી ચલાવી રહ્યા છે. જેથી ધાર્યા કરતાથી પણ વધારે પૈસા મળશે પરંતુ મહિલા મહેશને ખોટી રીતે ફસાવવા માગતી ન હતી. કારણ કે તે સારા ઘરનો હતો મહિલા દ્વારા ખોટી પોલીસ ફરિયાદ કરવા તૈયાર ન થતા. મહિલા પતિ તેના દિયર દ્વારા ખૂબ ઢોર મારમારવામાં આવ્યો હતો. સતત તેને માર મારવાની ઘમકી તેમજ મહિલાના પિયર પક્ષના તમામ લોકોને મારી નાખવાની ઘમકી આપતો હતો.
મહેશ પાસેથી 50 લાખની માંગ શરૂ કરી હતી
પીડિત મહિલા અંતે ખૂબ ગભરાઈ ગઈ હોવાથી અંતે મહેશ વિરોધ છેડતી ફરિયાદ દાખલ કરવા તૈયાર થઈ હતી. ફરિયાદ દાખલ કરીને મહિલાના પતિ તેમજ તેના દિયર દ્વારા મહેશ પાસેથી 50 લાખની માંગ શરૂ કરી હતી. જો 50 લાખ ન આપતા મહિલાના પતિ દ્વારા ફરિવાર કે મહિલાને મહેશ તેમજ મહેશના પિતા વિરુદ્ધ દુષ્ક્રમની ખોટી ફરિયાદ દાખલ કરવા તેમજ તે લોકોને બદનામ કરવા માટેની ફરિયાદ ધમકી આપવામાં આવતી હતી.
આ પણ વાંચો: આવી વિદાય માત્ર શિક્ષકને જ મળી શકે! બે શિક્ષિકાઓની બદલી થતાં વિદ્યાર્થીઓ હિબકે ચડ્યા
સલામતી માટે 7 સપ્ટેમ્બર 2024 ના રોજ મહિલા મુંબઈ જતી રહી
મહિલાના પતિ દ્વારા ધમકી આપવામાં આવી હતી કે, જો તું સાંજ સુધીમાં ફરિયાદ દાખલ નહીં કરે તો તારા પરિવારના તમામ લોકોને મારી નાખીશ. જેથી મહિલાની તેને તેના પિતાને ફોન કરેલ અને જણાવ્યું કે, હું મુંબઈ જઈ રહ્યો છું અને તેને રેલ્વે સ્ટેશન પણ મળશે. રેલ્વે સ્ટેશન મળીને તેના પિતાને બધી વાત થઈ અને સલામતી માટે સાત સપ્ટેમ્બર 2024 ના રોજ તે મહિલા મુંબઈ જતી રહી હતી. તેની ઉપર વીતેલી આપત્તિ બીજી કોઈ મહિલા ઉપર ન થાય તેને લઈને હિંમત દાખવી અને અંતે અમદાવાદ આવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીત હાથ ધરી છે.
અહેવાલઃ રાહુલ ત્રિવેદી, અમદાવાદ
આ પણ વાંચો: VADODARA : ખખડધજ્જ રોડ સુધારવા માટે ભાજપના કાર્યકરે ખેસ પહેરીને લોકફાળો ઉઘરાવ્યો