Bhavnagar : રાજુલાથી મતદાન કરવા આવેલા યુવકની અંગત અદાવતમાં હત્યા, પોલીસનો કાફલો ઘટના સ્થળે
- Bhavnagar જિલ્લામાં હત્યાનો બનાવ
- મહુવામાં ચૂંટણીના દિવસે જ બની હત્યાની ઘટના
- રાજુલાથી મત દેવા આવેલા યુવાનની હત્યા
- ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરતા મોત
- પોલીસે હત્યાનો ગુનો નોધી તપાસ કરી શરૂ
Bhavnagar : મહુવા (mahuva) માં મતદાન (election) ના દિવસે લોહીયાળ જંગ ખેલાયો છે જેમાં મતાધિકાર બજાવી પરત ફરતા યુવાનની ધોળા દિવસે હત્યા કરવામાં આવી છે. મૃતક યુવાન અમરેલી (amreli) ના રાજુલા (rajula) થી મતદાન કરવા માટે મહુવા આવ્યો હતો અને તે વાતનું ધ્યાન રાખી આરોપીઓએ હત્યા કરી હતી, આરોપીઓએ પ્રી-પ્લાન કરીને હત્યા કરી હોવાનું અનુમાન પોલીસને છે, ત્યારે આ ઘટનામાં પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે અને હત્યારાઓ કઈ તરફ ગયા તેની તપાસ કરાઈ રહી છે.
અંગત અદાવતમાં યુવકની હત્યા કરાઈ
મહુવાના નવા બસ સ્ટેશન નજીક ધોળા દિવસે છરીઓના ઘા ઉલાળી હત્યા કરવામાં આવી છે અને મૃતક યુવકના પરિજનોને જાણ થતા લોકોના ટોળા ઉમટી પડયા હતા. રાજુલાથી ખાસ મતદાન કરવા માટે મહુવા આવેલા સમીરભાઈ નામના યુવાનની ત્રણ અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકીને હત્યા કરી હતી તો પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામા આવશે, ત્યારે આરોપીઓ કયારે ઝડપાય છે તે જોવાનું રહ્યું. ધોળા દિવસે હત્યા થતા પોલીસના પેટ્રોલિંગ પર સવાલ ઉભા થયા છે.
Bhavnagar : મૃતદેહને પીએમ માટે ખસેડાયો
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક સમીરને આરોપીઓ સાથે જૂની અદાવત હોવાને કારણે તેઓ અગાઉ રાજુલા રહેવા જતા રહ્યા હતા. પરંતુ, આજે મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ મહુવા આવ્યા હતા. પોતાનો વોટ આપીને જ્યારે તેઓ નવા બસ સ્ટેશન નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે જ નજર લગાવીને બેઠેલા ત્રણ શખ્સોએ તેમના પર છરી વડે હુમલો કર્યો હતો અને મૃતકને સારવાર મળે તે પહેલા મોત થયું હતું. એક તરફ ચૂંટણીનો બંદોબસ્ત અને બીજી તરફ હત્યાની ઘટનાથી પોલીસ પણ દોડતી થઈ હતી.
આ પણ વાંચો : શું તમે કોઈને બેંક ખાતું ભાડે આપ્યું છે? Bhavnagar ના આ કિસ્સાથી સમગ્ર રાજ્યમાં હડકંપ!


