Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar માં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા, કોર્ટના હુકમ છતાં દીકરીને લેવા ગયેલી માતા પર સાસરિયાનો હુમલો

ભાવનગરના વલભીપુરમાં કાયદાકીય લડત બાદ જીતેલી એક માતા જ્યારે પોતાની દીકરીને લેવા પહોંચી, ત્યારે તેને અંદાજ પણ નહોતો કે ત્યાં રક્તરંજિત ખેલ ખેલાવાનો છે. પોલીસની હાજરી અને કોર્ટના આદેશની ઐસીતૈસી કરીને સાસરિયાઓએ જે રીતે જીવલેણ હુમલો કર્યો તે હચમચાવનારો છે.
bhavnagar માં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા  કોર્ટના હુકમ છતાં દીકરીને લેવા ગયેલી માતા પર સાસરિયાનો હુમલો
Advertisement
  • Bhavnagar ના વલભીપુરમાં દીકરીને લેવા ગયેલી માતા પર ખૂની હુમલો
  • ફેમિલી કોર્ટના આદેશ બાદ દીકરીનો કબજો લેવા પહોંચી હતી માતા
  • વલભીપુર બસ સ્ટેન્ડ પાસે સાસરિયાઓએ છરીના ઘા ઝીંક્યા
  • પોલીસ અને 181ની હાજરીમાં જ હુમલાખોરોએ મચાવ્યો આતંક
  • ઇજાગ્રસ્ત ખુશીબેન વાઘેલાની હાલત ગંભીર, હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • વલભીપુર પોલીસે હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહી તેજ કરી

Bhavnagar: વલભીપુર વિસ્તારમાં માનવતા અને કાયદાને શર્મસાર કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ફેમિલી કોર્ટના સ્પષ્ટ આદેશ બાદ પોતાની વ્હાલસોયી દીકરીનો કબજો લેવા ગયેલી માતા પર તેના જ સાસરિયા પક્ષ દ્વારા છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો ત્યારે થયો જ્યારે મહિલા પોલીસ સુરક્ષા હેઠળ હતી, જે તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે.

Bhavnagar: સાસરી પક્ષ દ્રારા મહિલા પર હુમલો

ઘટનાની વિગતો મુજબ, ખુશીબેન વાઘેલા (Khushiben Vaghela) ના લગ્ન જીવનમાં તકરાર બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ફેમિલી કોર્ટ (Family Court) દ્વારા દીકરીનો કબજો માતાને સોંપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમની અમલવારી માટે ખુશીબેન 181 અભયમ મહિલા હેલ્પલાઇન (181 Abhayam Helpline) અને પોલીસ સુરક્ષા સાથે વલભીપુર બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યા હતા.

Advertisement

Bhavnagar_gujarat_first_news

Advertisement

છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા

આક્ષેપ છે કે, દીકરીને સોંપવાને બદલે ઉશ્કેરાયેલા સાસરિયા પક્ષે પોલીસની હાજરીમાં જ હિંસક વલણ અપનાવ્યું હતું. હુમલાખોરોએ પોલીસકર્મીઓને પકડી રાખીને ખુશીબેન પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. વલભીપુર બસ સ્ટેન્ડ (Vallabhipur Bus Stand) જેવા જાહેર સ્થળે બનેલી આ ઘટનાથી નાસભાગ મચી ગઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેમની હાલત અત્યંત નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે. વલભીપુર પોલીસે આ મામલે ગુનો નોંધી હુમલાખોરોની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: 4 મે ભારતની રાજનીતિનો ટર્નિંગ પોઈન્ટ હશે, BJP - Congress ની રાજનીતિ બદલાશે

Tags :
Advertisement

.

×