Bhavnagar: ગૌતમેશ્વર તળાવમાં યુવકનું ડૂબી જવાથી મોત, આર્થિક સંકડામણ કારણભૂત હોવાની ચર્ચા
ભાવનગરના સિહોર પંથકમાં આજે એક 23 વર્ષીય યુવકના અકાળે મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. ગૌતમેશ્વર તળાવના શાંત જળમાં જીવનની જ્યોત હોમાઈ ગઈ ત્યારે પાછળ રહી ગયા છે ગંભીર સવાલો. શું ખરેખર આર્થિક સંકડામણ જ આત્મહત્યાનું કારણ છે?
Advertisement
Bhavnagar Incident: ભાવનગર જિલ્લાના સિહોર ખાતે આવેલ ઐતિહાસિક ગૌતમેશ્વર તળાવમાં આજે એક 23 વર્ષીય યુવકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૃતક યુવકની ઓળખ અદનાન સોરઠીયા તરીકે થઈ છે.

