Bhavnagar SOG પોલીસે 2.58 લાખની કિંમતના MD ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી
ભાવનગર પોલીસને બાતમી મળતા રેડ પાડવામાં આવી રેડ પાડતા પોલીસને 25.840 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો ભાવનગર SOG પોલીસે હનીફ સુલતાનભાઈ બેલીમની કરી ધરપકડ Bhavnagar: ભાવનગર પોલીસે શહેરના ભરતનગર વિસ્તારમાંથી MD ડ્રગના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી...
Advertisement
- ભાવનગર પોલીસને બાતમી મળતા રેડ પાડવામાં આવી
- રેડ પાડતા પોલીસને 25.840 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો
- ભાવનગર SOG પોલીસે હનીફ સુલતાનભાઈ બેલીમની કરી ધરપકડ
Bhavnagar: ભાવનગર પોલીસે શહેરના ભરતનગર વિસ્તારમાંથી MD ડ્રગના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. અમદાવાદથી નાના જથ્થામાં MD ડ્રગ્સ લાવી ભાવનગરમા છૂટક વેચાણ કરતો હતો, જેની એસ.ઓ.જી પોલીસને ખાનગી બાતમી મળતા ભરતનગરના ખોજા સોસાયટી વિસ્તારમાં રેડ કરતા હનીફ સુલતાનભાઇ બેલીમ નામનો યુવાન ઘરે ડ્રગ્સ રાખી વેચાણ કરતો હતો. જેની તપાસ કરવામાં આવતા તેની પાસેથી 2.58 લાખની કિંમતનો 25.840 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

