ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar: પરિવારને મોત આપનારા ACF શૈલેષ ખાંભલાના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાશે

Bhavnagar માં એક પરિવારની હત્યા થતાં ખળભળાટ મચ્યો છે. વન વિભાગના ACF એ પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારે આજે આરોપી ACF શૈલેષ ખાંભલાને આજે કોર્ટમાં રજૂ કરાશે. આરોપી શૈલેષ ખાંભલાના આજે 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે. પોલીસ દ્વારા આરોપીની વધુ પુછપરછ માટે કોર્ટમાંથી કબજો લેશે.
03:08 PM Nov 25, 2025 IST | Mahesh OD
Bhavnagar માં એક પરિવારની હત્યા થતાં ખળભળાટ મચ્યો છે. વન વિભાગના ACF એ પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારે આજે આરોપી ACF શૈલેષ ખાંભલાને આજે કોર્ટમાં રજૂ કરાશે. આરોપી શૈલેષ ખાંભલાના આજે 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે. પોલીસ દ્વારા આરોપીની વધુ પુછપરછ માટે કોર્ટમાંથી કબજો લેશે.
bhavnagar_Gujarat_first

Bhavnagar Triple Murder Case:ભાવનગર ટ્રીપલ મર્ડર કેસનો આરોપી ACF શૈલેષ ખાંભલા(Shailesh Khambhala)ને આજે કોર્ટમાં રજૂ કરાશે. આરોપી શૈલેષ ખાંભલાના આજે 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે. પોલીસ દ્વારા આરોપીની વધુ પુછપરછ માટે કોર્ટમાંથી કબજો લેશે. આ કેસમાં શંકાસ્પદ વનકર્મી યુવતીની પણ શંકાસ્પદ ભૂમિકા છે. જેથી તેને પૂછપરછ માટે બેવાર પોલીસે બોલાવી હોવાની માહિતી હતી.

પરિવારની મોઢું દબાવી કરી હતી હત્યા

ઉલ્લેખનીય છે કે 5 નવેમ્બરે 2025ના રોજ ભાવનગરની ફોરેસ્ટ કોલોનીમાં રહેતા ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) શૈલેષ ખાંભલાએ પત્ની, પુત્રી-પુત્રને તકિયાથી મોઢું દબાવી મોતના મુખમાં ધકેલી દીધા હતા. 10 દિવસ બાદ ગત 16 નવેમ્બરે ભાવનગર ફોરેસ્ટ કોલોનીમાં જમીનમાં દાટેલી હાલતમાં 3 લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે તપાસ કરતા ત્રણેય મૃતદેહોની ઓળખ ફોરેસ્ટ કોલોનીમાં રહેતા અને ACF તરીકે નોકરી કરતા શૈલેષ ખાંભલા નામના વ્યક્તિની પત્ની નયના રબારી અને તેમના બે સંતાનો (પુત્ર ભવ્ય અને પુત્રી પૃથા) તરીકે થઈ હતી. બાદમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ACF શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની નયના સહિત બે બાળકોને પણ મોતને ઘાટ ઉતારી દીધા હતા.

ત્યારબાદ ઘરથી 20 ફૂટ દૂર ખાડામાં મૃતદેહને દાટી દીધા હતા. જેથી આરોપી શૈલેષ ખાંભલાને ઝડપી લઈ ભાવનગર પોલીસ દ્વારા 18 નવેમ્બરના રોજ રિમાન્ડ મેળવા કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપી શૈલેષ ખાંભલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પ્રેમ પ્રકરણનો પણ ખુલાસો

હવે આ સમગ્ર કેસમાં આરોપી શૈલેષ ખાંભલા(Shailesh Khambhala)ના આજે 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત ત્રિપલ મર્ડર કેસમાં ભાવનગર પોલીસ દ્વારા 23 નવેમ્બરના રોજ વનકર્મી યુવતીને ફરી બોલાવી બીજી વખત પૂછપરછ કરવામાં આવી હતી. આ ત્રિપલ મર્ડર કેસમાં ACF શૈલેષ ખાંભલાના પ્રેમ પ્રકરણનો પણ ખુલાસો થયો હતો. જેમાં એક વનકર્મી યુવતીનું નામ પણ સામે આવ્યું હતું.

આ પણ વાંચોઃ Junagadh: મિત્રના લગ્ન ગયેલા 5 યુવાનોની કાર નદીમાં પડી, 2 ના મોત, 3 સારવાર હેઠળ

Tags :
ACF Shailesh KhambhalaBhavnagarcourtCrimeGujaratFirstpresentedremand completedtriple murder case
Next Article