Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhuj: પ્રતિબંધિત હાથીદાંતની બંગડીઓ વેચવાનું કારસ્તાન ઝડપાયું, ચાર આરોપીઓની ધરપકડ

Bhuj: હાથીના દાંતીની તસ્કરી થતી હોવાનું એક કારસ્તાન ભુજથી ઝડપાયું છે. ભુજ શહેરમાં આવેલ ડાડા બજારમાં ચોરી છુપી રીતે હાથીદાંતની બંગડીઓ વેચાણ કરવાનું કારસ્તાન LCB ની ટીમે ઝડપી પાડ્યું છે.
bhuj  પ્રતિબંધિત હાથીદાંતની બંગડીઓ વેચવાનું કારસ્તાન ઝડપાયું  ચાર આરોપીઓની ધરપકડ
Advertisement
  1. ચોરી છૂપે બનાવાતી હતી હાથીદાંતની બંગડીઓ
  2. બાબતીના આધારે પોલીસે કાર્યવાહી કર 4 ને દબોચ્યાં
  3. દુકાનમાંથી મળેલી 10 બંગડીમાંથી 7 બંગડી હાથીદાંતની હતી

Bhuj: હાથીના દાંતીની તસ્કરી થતી હોવાનું એક કારસ્તાન ભુજથી ઝડપાયું છે. ભુજ શહેરમાં આવેલ ડાડા બજારમાં ચોરી છુપી રીતે હાથીદાંતની બંગડીઓ વેચાણ કરવાનું કારસ્તાન LCB ની ટીમે ઝડપી પાડ્યું છે. આ કારસ્તાનમાં અત્યારે ચાર આરોપીઓના નામ ખુલવા પામ્યા છે. મળતી જણાકારી પ્રમાણે આરોપીઓ પાસેથી મળી આવેલ 10 બંગડીઓ પૈકી 7 બંગડી હાથીદાંતની હોવાનું ખુલવા પામ્યું છે.

આ સમગ્ર ઘટનાની પોલીસને બાતમી મલી હતી

જાણવા મળતી વિગતો મુજબ બજાર વિસ્તારમાં મણીયાર બેંગલ્સ નામની દુકાનમાં હાથીદાંતની બંગડીઓ બનાવાય છે તેવી પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે સ્થળ પર જઈને તપાસ શરૂ કરી હતી. દુકાનના ટેબલના ખાનામાં નાની, મોટી અને જાડી સાઈઝની હાથીદાંતની નંગ 10 બંગડી મળી આવી હતી. ભુજ એ ડિવિઝન પોલીસ મથકે સોનીવાડ વિસ્તારમાં આવેલ મુનશી શેરીમાં રહેતા આસીમ અહમદ મણીયાર, અહમદ સુલેમાન મણીયાર, અલ્તાફ અહમદ મણીયાર અને અઝરૂદીન નિઝામૂદીન મણીયારને લઇ જવાયા હતા. જ્યાં તેમની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

10 પૈકી 7 બંગડી હાથી દાંતની હોવાનું બહાર આવ્યું

પોલીસના દરોડા દરમિયાન સ્થળ પર પશુ ચિકિત્સક ડૉ.દીક્ષિત પરમારને બોલાવાયા હતા અને 10 બંગળીના સેમ્પલો લેવાયા હતા. આ સેમ્પલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી રાજકોટ મોકલવામાં આવ્યા હતા. જેમાં 10 પૈકી 7 બંગડી હાથી દાંતની હોવાનું બહાર આવવા પામ્યું હતું. જેથી આ મામલે અત્યારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. આ સાથે તપાસ પણ કરવમાં આવશે કે, આરોપીઓએ આખરે હાથીના દાંત ક્યાંથી લાવ્યાં?

Advertisement

આ પણ વાંચો: Somnath: ચિંતન શિબિરનો બીજો દિવસ, સરકારી સેવાઓમાં AIના વિષય પર થશે મહત્વની ચર્ચા

આખરે પ્રતિબંધિત હાથીદાંત ક્યાંથી આવ્યા?

એસ.પી.વિકાસ સુંડાના જણાવ્યા પ્રમાણે 7 બંગડી હાથીદાંતની છે જે ક્યાંથી આવી હતી. તે તપાસ ચાલી રહી છે તેમજ આગળની કાર્યવાહી માટે વન વિભાગને તપાસ સોંપવામાં આવશે. આ બનાવમાં વાઈલ્ડ લાઈફ એક્ટ મુજબ કાર્યવાહી વન વિભાગ દ્વારા કરવામાં આવશે. હાલ આ સમગ્ર બનાવમાં પ્રતિબંધિત હાથીદાંત ક્યાંથી આવ્યા તે એક સવાલ છે. વર્ષોથી બજાર વિસ્તારમાં બેંગલ્સની દુકાન છે. ત્યારે હાલ આ ઘટનામાં હાથીદાંત ક્યાંથી આવ્યા તે એક પ્રશ્ન છે. આ બનાવમાં ઊંડાણપૂર્વક તપાસ થશે તો અનેકના પગ નીચે રેલો આવવાની શક્યતા છે.

આ પણ વાંચો: ગાદી માટે ઘમાસાણ! હરીગીરી બાપુને ભવનાથ મંદિરમાંથી બહાર કાઢીશ: મહેશગીરી બાપુ

હાથીદાંતની વસ્તુઓ વેચાણ પર પ્રતિબંધ

રાજ્યભરમાં એન્ટિક વસ્તુઓની આડમાં મોટી સંખ્યામાં હાથીદાંતની વસ્તુનું વેચાણ થઈ રહ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એક્ટ, 1972 હેઠળ, ભારતમાં હાથીદાંત અને હાથીદાંતની પેદાશોના વેચાણ પર પ્રતિબંધ છે. કાળાબજારમાં એક કિલોગ્રામ હાથીના દાતની કિંમત 2-3 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. ગુજરાતમાં ઘણા વન્યજીવો અને તેમના ઉત્પાદનો પ્રતિબંધિત છે. જેમાં હાથીદાંત, સિંહના દાંત, વાઘની ચામડી, સફેદ ગરોળી, ચિત્તાની ચામડી, વાઘનું માંસ, હાથીનું માંસ અને ગેરકાયદેસર શિકાર કરેલા પ્રાણીઓ અને તેમના ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

અહેવાલઃ કૌશિક છાંયા, કચ્છ

આ પણ વાંચો: ગાડીમાં વ્હાઈટ પ્રોજેક્ટર લાઈટ લગાવી હોય તો ચેતી જજો! ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી

Tags :
Advertisement

.

×