Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhuj: કાયદાના લીરેલીરા ઉડાડવી પડી ભારે, દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

ભુજની શાંત ગલીઓમાં કાયદાને પડકારતો એક વીડિયો વાયરલ થતાં સનસનાટી મચી ગઈ છે. જન્મદિવસની પાર્ટીમાં છલકાયેલા જામ અને સોશિયલ મીડિયા પરના ઠાઠે આખરે પોલીસને દરવાજે લાવી દીધી. જ્યારે ખાખી વર્દી સામે આવી ત્યારે શાન બતાવનાર શખ્સના હોશ ઉડી ગયા હતા. પોલીસે ભણાવેલા કાયદાના આ પાઠ અને નશાના નેટવર્ક પાછળનું સત્ય જાણવા જેવું છે.
bhuj  કાયદાના લીરેલીરા ઉડાડવી પડી ભારે  દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Advertisement
  • Bhuj માં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં
  • બર્થ ડેની ઉજવણીમાં દારૂ સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવો પડ્યો ભારે
  • પોલીસે ત્વરિત કાર્યવાહી કરી વીડિયોમાં દેખાતા શખ્સની કરી અટકાયત
  • દરોડા દરમિયાન આરોપી પાસેથી બિયરનો જથ્થો પણ કરવામાં આવ્યો જપ્ત
  • કાયદાનું ભાન કરાવવા પોલીસે આરોપી પાસે જાહેરમાં મંગાવી માફી
  • સોશિયલ મીડિયા પર વટ પાડતા અસામાજિક તત્વોમાં પોલીસનો ફફડાટ વ્યાપ્યો

Bhuj: ગુજરાતમાં દારૂબંધી (Prohibition in Gujarat) હોવા છતાં અનેકવાર લુખ્ખા તત્વો કાયદાનો ડર રાખ્યા વિના દારૂની મહેફિલ માણતા હોય છે. આવો જ એક કિસ્સો કચ્છના મુખ્ય મથક ભુજ ખાતેથી સામે આવ્યો છે, જ્યાં સોશિયલ મીડિયા (Social Media) પર દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસે માત્ર આરોપીની ધરપકડ જ નથી કરી, પરંતુ તેને જાહેરમાં માફી મંગાવી કાયદાનો પાઠ ભણાવ્યો છે.

Advertisement

Bhuj:  જાહેરમાં દારૂ અને બિયરની મહેફિલ માણી

મળતી વિગતો મુજબ, ભુજ શહેરમાં એક શખ્સે પોતાના જન્મદિનની ઉજવણી (Birthday Celebration) દરમિયાન જાહેરમાં દારૂ અને બિયરની મહેફિલ માણી હતી. આટલેથી ન અટકતા, આ શખ્સે કાયદાને પડકાર ફેંકતા હોય તેમ દારૂની બોટલો સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કર્યો હતો. આ વીડિયો જોતજોતામાં વાયરલ (Viral Video) થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા.

Advertisement

વીડિયો વાયરલ થતા પોલીસ એક્શન મોડમાં

વીડિયો પોલીસના ધ્યાન પર આવતા જ ભુજ પોલીસ (Bhuj Police) તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી વીડિયોમાં દેખાતા શખ્સની ઓળખ કરી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસના દરોડા દરમિયાન આરોપી પાસેથી બિયરનો જથ્થો (Beer Cans Seized) પણ મળી આવ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી તેને ઘટનાસ્થળે લઈ જઈ, જ્યાં મહેફિલ માણી હતી ત્યાં જ જાહેરમાં કાન પકડાવી માફી મંગાવી હતી. પોલીસની આ 'સ્ટાઈલ' જોઈને અન્ય અસામાજિક તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે દારૂનો આ જથ્થો ક્યાંથી આવ્યો હતો.

આ પણ વાંચો: ચામડી છોલાવાની બીક વગર Fevikwik ની પકડમાંથી આંગળીઓ કેવી રીતે છોડાવવી? જુઓ વાયરલ VIDEO

Tags :
Advertisement

.

×